SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ છે ભદ્રાવતી નગરી જેમાંથી પાંડવોને અશ્વમેધ યજ્ઞ વાસ્તે પંચકલ્યાણ ઘેડ મળ્યો હતો. એ જગ્યાએ વસઈનાં જૂનાં મંદિર જોવા લાયક છે.” કચ્છની ભદ્રાવતી નગરી એ જ મહાભારત યુગની યુવનાશ્વ રાજાની ભદ્રાવતી નગરી, એ વાતનું પ્રતિપાદન કરતો ઉપરનો ઉલ્લેખ જૂનામાં જૂને (એકસો વર્ષ જેટલો જૂનો) છે; અને એ ઉલ્લેખ પ્રમાણભૂત છે, એમ માનીને એ વાતનો સારા પ્રમાણમાં પ્રચાર તથા સ્વીકાર પણ કરવામાં આવ્યો છે. “મારી કચ્છ યાત્રા” (પૃ. ૭૦), “જૈન તીર્થોનો ઈતિહાસ” (પૃ. ૧૪૧) અને જૈન તીર્થ સર્વ સંગ્રહ” (પૃ. ૧૩૮) એ ત્રણે જૈન ગ્રંથમાં આ વાત નોંધવામાં આવી છે. આ ઉપરાંત “શ્રી જગડૂચરિત”ની પ્રસ્તાવનામાં (પૃ. ૧૧) તથા “કચ્છનું સંસકૃતિદર્શન”માં (પૃ ૮૬) પણ આ વાતનો ઉલ્લેખ થયેલો છે. મહાભારત યુગની યુવનાશ્વ રાજાની ભદ્રાવતી નગરી એ જ કચ્છની ભદ્રાવતી નગરી, એ મતલબનો ઉપરનો ઉલ્લેખ જોઈને મને થયું કે મહાભારત, શ્રીમદ ભાગવત કે બીજા કઈક પુરાણમાંથી આ વાતનું સમર્થન કરતા લેકો મળી આવે તો એ અહીં નોંધવા જેઈ એ; અને એમ સમજીને એને શોધવાનો પ્રયત્ન કર્યો તો જુદા જ પ્રકારની હકીકત જાણવા મળી, અને એ ઉપરથી ઊલટું એવું નિશ્ચિત તારણ નીકળ્યું કે મહાભારતયુગની ભદ્રાવતી નગરી અને કચ્છમાંની ભદ્રાવતી નગરી એ એક જ નહીં પણ બે જુદી જુદી નગરીઓ છે! આની વિગતો આ પ્રમાણે છે – - શ્રી ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરીકૃત “પૌરાણિક કથાકષમાં (પૃ. ૪૩૪) આ નામની નગરી પરિચય આ પ્રમાણે મળે છે – યૌવનાશ્વ (૩)–હસ્તિનાપુરના પૂર્વ ભાગમાં આવેલ ભદ્રાવતીને રાજા–તેની રાણીનું નામ પ્રભાવતી-તેની પાસે શ્યામકર્ણ નામે અશ્વ-તે યુધિષ્ઠિરને અશ્વમેધને માટે જરૂરી હોવાથી ભીમસેને જઈ તેની પાસેથી હાથ કર્યો.” (જૈમિનિ અશ્વમેધ, અ૦ ૧-૭). આ ઉપરાંત શ્રી નંદલાલ ડેએ Geographical Dictionary of Ancient and Mediaeval India નામે ગ્રંથ લખ્યો છે, તેનો અનુવાદ શ્રી ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી એ “ભૌગોલિક કોષ” નામે કર્યો છે, તેમાં (પૃ. ૧૬૦) ભદ્રાવતી નગરીનું જે વર્ણન આપવામાં આવ્યું છે તે પણ મહાભારત યુગની ભદ્રાવતી નગરી અને કચ્છની ભદ્રાવતી નગરી જુદી હોવાનું જ સમર્થન કરે છે, જે આ પ્રમાણે છે – ભદ્રાવતી–મધ્ય પ્રાંતમાં ચાંદા જિલ્લામાં આવેલા વોરાથી ઉત્તરે દસ માઈલ ઉપર આવેલું ભટલ તે જ. એ જ જિલ્લામાં ચાંદા કચ્છની વાયવ્યમાં ૧૮ માઈલ ઉપર આવેલ ભંડકને પણ લેક્તિમાં પ્રાચીન ભદ્રાવતી ૪. મધ્યપ્રદેશમાં હીંગઘાટ, વર્ધા અને ચાંદાની નજીકમાં આવેલું ભાંદક નામે જૈન તીર્થ તે જ આ ભંડક છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનની સ્યામ, અર્ધ પદ્માસન, મોટી નાગફણાવાળી, વિશાળ, મનહર અને પ્રભાવશાળી પ્રતિમા જમીનમાં અડધી દટાયેલી હતી. તે સ્થાનનો કબજો લઈને જૈન સંઘે વિ.સં. ૧૯૬૯માં એને ઉદ્ધાર કરાવીને એને મહાન પ્રભાવશાળી તીર્થ બનાવ્યું. (જૈન તીર્થ સર્ય સંગ્રહ, પૃ. ૪૭-૪૮). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy