________________
શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ
કહે છે. જૈમિનિ ભારતમાં એ યુવનાશ્વની રાજધાની હતું એમ કહ્યું છે. હાલનું ભીલસા તે ભદ્રાવતી એમ કનીંગહામ કહે છે (ભીલસાના સ્તૂપ, પાનું ૩૬૪; જ. એ. સેબેં૦, ૧૮૪૭, પા. ૭૪૫). પંજાબમાં ઝેલમ જિલ્લામાં પિંડદાદનખાનની પાસે આવેલી બુઆરી નામની એક જૂની જગા તે પ્રાચીન ભદ્રાવતી છે એમ કેટલાક કહે છે. એ જગાએ ઘણું ખંડિએરો આવેલાં છે ( જ એ સો બેં, પા. ૫૩૭). ભદ્રાવતી સરસ્વતીને કિનારે આવ્યાનું પદ્મપુરાણના ઉત્તરાખંડના ૩૦મા અધ્યાયમાં કહ્યું છે. ભદ્રાવતી હસ્તિનાપુરથી ૨૦ જોજન દૂર છે એવું જૈમિનિએ ભારતના છઠ્ઠા અધ્યાયમાં કહ્યું છે. ટોલેમીએ ઉલેખ કરેલી બારદાતીસ તે ભદ્રાવતી–એ ભદ્રાવતી વિંધ્ય પર્વતમાળાની પૂર્વે આવ્યાનું કહે છે (મેકકન્ડલનું ટોલેમી, પા. ૧૬૨ ). એણે ભારહુતને ભદ્રાવતી એમ ઓળખાવ્યું છે. (આ૦િ સ૦ રીપોર્ટ ૨૧, પા૦ ૯૨).”
ભદ્રાવતી નામની નગરી ક્યાં ક્યાં આવેલી છે, એને લગતાં અનેક સ્થાનોને નિર્દેશ ઉપર કરવામાં આવ્યા છે, પણ એમાં કચ્છમાં આવેલી ભદ્રાવતી નગરીનો અને એ નગરી મહાભારતયુગની હોવાને કઈ ઉલ્લેખ કરવામાં આવ્યું નથી, એ સ્પષ્ટ રૂપે જોઈ શકાય છે.
કચ્છના ઇતિહાસવિદ અને કેળવણીખાતાના અધિકારી રાવ સાહેબ શ્રી દલપતરામ પ્રાણજીવન ખખરને કચ્છની ભદ્રાવતી નગરી એ જ મહાભારતકાળની યુવનાશ્વ રાજાની ભદ્રાવતી નગરી, એવી ખાતરી નહીં હોવાથી એમણે, સને ૧૮૭૫માં રચેલ “કચ્છની ભૂગોળ વિદ્યા” નામે પુસ્તકમાં (આવૃત્તિ પહેલી, પૃ. ૪૬) આ અંગે લખ્યું છે કે –
અહીંના લેકે એવું કહે છે કે મહાભારતમાં કહેલી યુવનાશ્વ રાજાની ભદ્રાવતી નગરી તે આ ભદ્રેસર છે, અને પાંડવોએ અશ્વમેધને ઘોડો આ ઠેકાણે બાંધ્યો હતો, પરંતુ મહાભારતમાં જોતાં એવું માલુમ પડે છે કે અશ્વમેધ સારુ ઘડો ભદ્રાવતી નગરીમાંથી લાવ્યા હતા અને તે એ ભદ્રેસર કે નહીં તે નક્કી થઈ શકતું નથી.”
કચ્છની ભદ્રાવતી એ જ મહાભારતના સમયની ભદ્રાવતી એવું “કચ્છદેશને ઈતિહાસ” નામે પુસ્તકમાં વિધાન કરનાર શ્રી આત્મારામ કેશવજી દ્વિવેદીનું પુસ્તક પ્રગટ થયું તેની એક વર્ષ પહેલાં શ્રી દલપતરામ અખરનું પુસ્તક પ્રગટ થયું હતું. આ રીતે લગભગ એક જ સમયમાં પ્રગટ થયેલાં બે પુસ્તકમાં આ અંગે જુદે જુદે મત દર્શાવવામાં આવ્યો છે, પણ ઉપર આપેલાં
પૌરાણિક કથાકોષ” અને “ભૌગોલિક કષ” નાં ઉદાહરણો ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે શ્રી દલપતરામ ખખરને મત સાચે છે."
આ બધી ચર્ચાનો સાર એ થયો કે કચ્છની ભદ્રાવતી નગરી અને મહાભારતમાં વર્ણવેલી ભદ્રાવતી નગરી એક જ નહીં પણ બે જુદી જુદી નગરીઓ છે. તો પછી સવાલ થાય છે કે કચ્છની ભદ્રાવતી નગરી કેટલી પ્રાચીન હશે ?
૫. કરછની ભદ્રાવતી નગરી મહાભારતની ભદ્રાવતી નગરી કરતાં જુદી હોવાને શ્રી દલપતરામ ખખરને મત આવો સ્પષ્ટ હોવા છતાં એમના વિદ્વાન પુત્ર શ્રી મગનલાલ ખખ્ખરે સને ૧૮૯૬માં સંપાદિત કરેલ “શ્રી જગદ્ગુચરિત”ની પ્રસ્તાવનામાં (પૃ. ૧૧) એ બને નગરી એક હોવા અંગે “મહાભારતમાં કહેલી યુવનાશ્વ રાજાની ભદ્રાવતી નગરી તે આ ભદ્રેશ્વર છે; અને પાંડવોએ અશ્વમેધને ઘેડો આ ઠેકાણે બાંધે હતો એમ કેટલાક માને છે.” એમ શા ઉપરથી લખ્યું હશે ? શું, એમણે એમના પિતાશ્રીનું વજૂદવાળું લખાણ નહીં જોયું હોય ?–એવો સવાલ થયા વગર રહેતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org