________________
૭૪
શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ અને લખ હોય તે, અનેક પ્રકારની આધારભૂત સામગ્રીની જરૂર પડે. આવી સામગ્રીમાં સૌથી વધારે પ્રમાણભૂત અને નિર્વિવાદ સામગ્રી પુરાતત્વીય યાને શીલાલેખી અને બીજી સાહિત્યિક ઉલ્લેખ કે આધારો ગણાય. શીલાલેખી સામગ્રીમાં પાષાણ ઉપરના લેખે, પાષણની કે ધાતુની મૂર્તિઓ ઉપરના લેખે તેમ જ તામ્રપત્રોનો સમાવેશ થાય છે. ગ્રંથસ્થ તો અને હકીકત તે ઈતિહાસના આલેખનને પાયે જ બની રહે છે, અને તે પછી કંઈક ઓછા આધારરૂપ કહી શકાય એવી અને ઈતિહાસના આલેખનમાં વિવેક અને ઝીણવટપૂર્વક ઉપયોગ કરવા જેવી સામગ્રી તે પુરાણકથાઓ, લોકકથાઓ, દંતકથાઓ તેમ જ અનુશ્રુતિઓ લખી શકાય.
આમ જોઈએ તો, ભદ્રાવતી નગરી અને ભદ્રેશ્વર-વસઈ જૈન તીર્થની બાબતમાં આવી દરેક પ્રકારની સામગ્રી અધિક કે ઓછા પ્રમાણમાં ઉપલબ્ધ તો થાય જ છે; અને છતાં, આ બધી સામગ્રીનું યથાશય અધ્યયન-અવલોકન કરતાં, આ નગરીનો અને આ તીર્થનો શુદ્ધ અને નિઃશંક કહી શકાય એવો ઈતિહાસ લખવામાં યથાર્થ માર્ગદર્શન કરાવી શકે એવી વિશેષ આધારરૂપ અન્ય સામગ્રીની અપેક્ષા રહે જ છે. અત્યાર સુધીમાં આ બંને બાબતોમાં (તેમ જ આ તીર્થના ઉદય અને અસ્તને ખ્યાલ આપતી ઘટનાઓની બાબતમાં પણ), જે સામગ્રી ઉપલબ્ધ થઈ છે, તેને ઇતિહાસની આછી-પાતળી અને ઝાંખી કેડીઓ જ કહી શકાય એવી છે. એટલે એને આધારે આ બન્નેના ઇતિહાસને શોધી કાઢવાનું કામ, ડગલે ને પગલે, મુસીબત અને મૂંઝવણથી ભરેલું લાગ્યા કરે છે. પણ આ નગરી અને આ તીર્થના ઈતિહાસની શોધની બાબતમાં જ આવી સ્થિતિ પ્રવર્તે છે, એવું નથી; ભૂતકાળની બધી ઘટનાઓ ઉપર ચડી ગયેલાં સમયનાં પડ–પોપડાને ઉખેળીને એની અંદર છુપાઈ રહેલ એના સાચા સ્વરૂપને પામવાનું કામ હમેશાં આવું જ કપરું હોય છે. એટલે આ બન્ને બાબતમાં જે કંઈ સામગ્રી ઉપલબ્ધ છે, એનો વિવેકપૂર્વક ઉપયોગ કરીને એના ઈતિહાસનું નિરૂપણ કરવાનો યથાશક્ય પ્રયત્ન કરે એ જ મુખ્ય વાત છે.
નગરીની વાત નગરીની પ્રાચીનતા–આ નગરી કેટલી પ્રાચીન છે એ બાબતમાં નિશ્ચિત જવાબ આપી શકાય એવી સામગ્રી હજી ઉપલબ્ધ થવી બાકી છે. નામના સરખાપણને લીધે, એકાદ સિકા પહેલાં, આ નગરીને હિંદુ ધર્મની માન્યતા મુજબના મહાભારતયુગમાં મૂકીને એ ચાર-પાંચ હજાર વર્ષ કરતાં પણ વધુ પ્રાચીન હોવાનું સૂચન શ્રી આત્મારામ કેશવજી દ્વિવેદીએ સને ૧૮૭૬માં રચેલ એમના “કચ્છ દેશનો ઇતિહાસ” નામે પુસ્તકમાં (પૃ. ૨-૩) કર્યું છે, જે આ પ્રમાણે છે –
“ભદ્રાવતી નગરી જેનાં હાલ ભદ્રેશ્વર પાસે ખંડેર છે તે ભારતમાં લખેલા યુવનાશ્વ રાજાની નગરી હતી, . ૨. જેન કાળગણના પ્રમાણે મહાભારતનો સમય ૮૪-૮૫ હજાર વર્ષ જેટલો જૂને છે.
૩. જે મંથ સમય જતાં “મહાભારત” નામે ઓળખાતે થયે, તે શરૂઆતમાં “ભારત” તરીકે જાણીતા હતા અને એ એક લાખ લેક જેટલો મોટે નહીં પણ આશરે દશ હજાર કલાક જેટલો જ હતો. પછી, સમયના વહેવા સાથે, એને વિસ્તાર વધતો ગયો અને છેવટે એ ગ્રંથ એક લાખ શ્લેકપ્રમાણુ બની ગયે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org