SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ભદ્રાવતી નગરી ભદ્રાવતી નગરી કેટલી પ્રાચીન છે, એની સ્થાપના ક્યારે થઈ હતી અને એની ચડતી-પડતી ક્યારે અને કયાં કારણોસર થઈ તેમ જ એના નામનું પણ પરિવર્તન ક્યારે થયું વગેરે બાબતને વિચાર કરવા માટે એ સ્થાનના ઇતિહાસ તથા એની ભૂગોળ એ બન્ને બાબતોને લગતી હકીકતો કે સામગ્રી તપાસવાની રહે છે; કારણ કે સમગ્ર ધરતી અને એના ઉત્થાન-પતન સાથે ભૂગોળ અને ઇતિહાસ એ બંને સંકળાયેલાં જ હોય છે. સામાન્ય રીતે વિચારીએ તે, એમ કહી શકાય કે, ધરતીની પિતાની કથા તે ભૂગોળ અને માનવીની પિતાની કથા, એનું નામ ઇતિહાસ. આ બેમાંથી ગમે તેનો વિચાર કરવો હોય તે એમાં ધરતીને સંબંધ તો રહેવાને જ. ધરતીને છોડીને માનવી ન તો જીવી શકે છે કે ન પિતાની સત્તા કે સંપત્તિની લાલસાને અથવા તો પિતાના અહંકારને પોષી શકે છે; અને જીવનસાધના કરીને આત્માનું અને વિશ્વનું શ્રેય કરવાનો પુરુષાર્થ કરવો હોય તો, ત્યાં પણ, પહેલો આધાર ધરતીનો જ જોઈએ. એટલા માટે ધરતીને, સારાં-નરસાં બધાં સંતાન ઉપર વહાલ વરસાવનાર હેતાળ, સહનશીલ અને ક્ષમાશીલ માતાની ઉપમા આપવામાં આવી છે, ક્ષમા એ તે ધરતીનું જ બીજુ નામ છે. પણ ઉપર જેની સમજૂતી આપવામાં આવી છે, તે ઈતિહાસ અને ભૂગોળના વિભાગો, લોખંડી ચોકઠા જેવી પાકી કાબંધીવાળા, એકબીજાથી સાવ જુદાં અને સ્વતંત્ર ક્ષેત્રો જેવા નથી. માનવીની કથા અને ધરતીની કથા એ ખરી રીતે, એકબીજીની પૂરક કથાઓ છે; અને આ કથાઓના સંગમને કિનારે સંસ્કૃતિઓ જન્મ ધારણ કરે છે, વિકાસ કરે છે અને, સમય જતાં, ક્યારેક પતન અને વિનાશને પણ પામે છે. ટૂંકમાં, જેમ સુખ-દુઃખની ફૂલગૂંથણીનું નામ સંસાર, તેમ ભૂગોળ અને ઇતિહાસની ફૂલગૂંથણી એટલે દુનિયા. ઈતિહાસ” શબ્દનો પૂરેપૂરે અર્થ સમજવામાં આવે તે ઈતિહાસ જાણવાનું અને લખવાનું કામ સીધાં ચઢાણ ચઢવા કરતાંય વધારે અઘરું લાગ્યા વગર ન રહે. ઇતિહાસને અર્થ છે ભૂતકાળની ઘટનાઓનું યથાર્થ અને નિર્વિવાદ જ્ઞાન અને વર્ણન. ઇતિહાસની ઝાંખી કેડીઓ ભદ્રાવતી નગરીને તેમ જ એ નગરીમાં સ્થપાયેલ વસઈ જૈન તીર્થને ઈતિહાસ ૧. તિદાસ શબ્દ સંસ્કૃત ભાષાને છે, અને તે આ રીતે બને છે ત+હુક્કાસ. તિ એટલે એ પ્રમાણે; હૃએટલે “ખરેખર '; સ એટલે “હતું '. અર્થાત અમુક ઘટના કે વાત “ આ પ્રમાણે જ હતી. ” આ ઉપરથી જોઈ શકાય છે કે કોઈ પણ ઘટનાના નિર્વિવાદ સત્ય જ્ઞાન અથવા કથનને જ ઈતિહાસ કહી શકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy