________________
શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ (પૃ. ૧૮૪-૧૮૫) આપવામાં આવેલી આ સંઘને લગતી નીચેની માહિતી ઉપરથી પણ જાણી શકાય છે–
“ લગભગ ૩૨૫ સાધુ-સાદવી, ૫૮૫ ગાડીવાળા, ૪૨૮ નેકર-ચાકરો, ૨૦ ૫ખાલી તથા હજામ, ૮૦ ચોકિયાત, ૨૫૦ છરી પાળતું માણસ, ૨૬૦૦ યાત્રાળુઓ, ૪૮૦ ગાડીઓ [ ૫ સીગરામ, ૨ ઘોડાગાડી, ૧ ડોકિયાત, ૨ મેટર ૨ મેટરલેરી–આ બધાંને સમાવેશ ૪૮૦માં થતો હતો; આ ૪૮૦ ગાડાંઓમાં સીધા-સામાન તેમ જ પરચૂરણ માલ ઉપાડનારાં હતાં અને બાકીનાં ગાડાંઓ યાત્રાળુઓનાં હતાં. ], યાત્રાળુઓના પાલ ૨૧૭, સાધુ-સાધવીના ૩૯, જેમાં ૩ મોટા તબેલા હતા કે જેની અંદર ૪૦-૪૦ ઠાણુઓને સમાવેશ થઈ શકે, ૬ પાલ કચેરી સાથેના, ૧૨ રાવટી કંતાનની રજસ્વલા બહેને માટે, આ પ્રમાણે તંબુ-પાલ હતા. આ સિવાય સંઘવી-મંદિર તેમ જ દેરાસરની સામગ્રી પુષ્કળ હતી.”
રાજકોટથી આ સંઘ જામનગર થઈને યાત્રાના અંતિમ તીર્થક્ષેત્ર શ્રી ગિરનાર તીર્થ માં ચૈત્ર વદ ૧૩ના રોજ પહોંચ્યો અને ત્યાં અક્ષયતૃતીયા (વૈશાખ સુદિ ૩) સુધી છ દિવસની સ્થિરતા કરીને સંઘે ભાવ-ભક્તિથી તીર્થની યાત્રા કરી; તેમ જ વણથલી, વેરાવળ અને પ્રભાસપાટણની યાત્રાને પણ લાભ લીધે. ગિરનાર તીર્થમાં આનંદ ઉલ્લાસ અને મહોત્સવપૂર્વક સંઘપતિઓને સંઘપતિની માળા પહેરાવવામાં આવી.
આ રીતે સુખરૂપ યાત્રા કરીને અને સ્થાન સ્થાનમાં શાસનપ્રભાવના કરીને અને બહુમાન મેળવીને, સવાચાર મહિને (આશરે ૧૨૫ દિવસે), જૂનાગઢથી સ્પેશિયલ રેલવે ટ્રેનમાં રવાના થઈને સંઘ શિાખ સુદિ પાંચમના રેજ, સુખરૂપ, પાટણ પાછો આવી ગયો. આખા નગરે સંઘનું અને સંઘપતિઓનું હાર્દિક સ્વાગત કર્યું. ૨૦
આ મહાસંઘ કચ્છ-ભદ્રેશ્વરની યાત્રાના ઈતિહાસમાં, યાત્રા-ઉદ્ધારક સંઘરૂપે, ચિરસ્મરણીય બની ગયો. પિતાશ્રીનું નામ મુનિરાજ શ્રી દીપવિજયજી રાખવામાં આવ્યું હતું અને તેઓને પંન્યાસજી શ્રી ખાંતિવિજયજી મહારાજના શિષ્ય બનાવવામાં આવ્યા હતા. અમારાં પૂજ્ય લહેરી ફઈબાનું નામ સાધ્વીજી શ્રી લબ્ધિશ્રીજી રાખીને તેઓને મહુવાવાળાં સાધ્વીજી શ્રી આણંદશ્રીજીના શિષ્યા સાધ્વીજી શ્રી કમળપ્રભાશ્રીનાં શિષ્યા બનાવવામાં આવ્યાં. પૂ. મુનિ શ્રી દીપવિજયજી મહારાજ શેઠ જીવતલાલ પરતાપસિંહના સંધમાં પાલીતાણું ગયા અને ત્યાં, બે વર્ષ કરતાં પણ ઓછા સમયમાં, વિ.સં. ૧૯૮૫ના ફાગણ સુદિ બીજના રોજ, કાળધર્મ પામ્યા. અને પૂ. સાધ્વીજી શ્રી લબ્ધિશ્રીજી વિસં. ૨૦૧૭ ના વૈશાખ સુદિ ૫ના રોજ ખંભાતમાં કાળધર્મ પામ્યાં. આ દીક્ષાઉત્સવની નોંધ “શ્રી કરછ ગિરનારની મહાયાત્રા” નામે વૈદ્યરાજ શ્રી મોહનલાલ ચુનીલાલ ધામીએ લખેલ પુસ્તક (પૃ. ૧૬૭)માં આ પ્રમાણે કરવામાં આવી છે: “આ સિવાય સંઘમાંથી એક ભાઈ બહેનના ડલાએ ૫, ખાંતિવિજયજી મહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરી હતી. અને દીક્ષા મહોત્સવને પ્રસંગ ઘણુ જ આનંદથી ઉજવાય હતે. હજારો માણસ ભેગું થયું હતું અને સંઘરીશ્રી તરફથી નાળિયેરની પ્રભાવના થઈ હતી.”
૨૦. આ મહાન યાત્રાસંધની વિગતવાર અને સચિત્ર માહિતી સુપ્રસિદ્ધ નવલકથાકાર અને લેખક વૈદ્યરાજ શ્રી મેહનલાલ ચુનીલાલ ધામીએ લખેલ અને ભાવનગરની શ્રી જૈન સસ્તી વાચનમાળાએ પ્રગટ કરેલ “શ્રી કરછ ગિરનારની મહાયાત્રા " નામે પુસ્તકમાં આપવામાં આવેલ છે. આ યાત્રાસંઘની અહીં જે કંઈ થોડી માહિ આપવામાં આવી છે, તે આ પુસ્તકને આધારે, આભાર સાથે, આપવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org