SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ બદલે શ્રી મહાવીરસ્વામીની પ્રતિમાને મૂળનાયક તરીકે બિરાજમાન કરીને શ્રી પાર્શ્વનાથની પ્રતિમાને પાછળની દેરીમાં પધરાવવામાં આવી હતી.૧૨ મૂળનાયકની ફેરબદલીની બાબતમાં બીજે મત એ છે કે આ ફેરફાર વિસં. ૧૯૨૨માં કરવામાં આવ્યું હતું. આ બને અભિપ્રાયની વિચારણા-મીમાંસા કરી શકાય એવી કેટલીક સામગ્રી ઉપલબ્ધ છે.૧૩ તીર્થની છેલ્લી બેહાલીને સંભવિત સમય ભદ્રેશ્વરના ઠાકોરે આ તીર્થને કબજે ક્યારે લીધો અને કેટલા વખત સુધી ચાલુ રાખ્યું એની ચોક્કસ માહિતી નથી મળતી, પણ કેટલાંક વર્ષ માટે આ તીર્થ જૈનોના હાથમાંથી આ ઠાકરના હાથમાં ગયું હતું એટલું તો લાગે જ છે. વળી, વિ. સં. ૧૮૮૬માં સર ચાર્લ્સ લિટરે ૧૨. આ શિલાલેખમાંનું આ બાબતને લગતું લખાણ આ પ્રમાણે છેઃ “તવૈવ પૂર્વ બીર્ષ નાથstતમા મૂત્રनायकत्वेनाभूत् तां च पावें संस्थाप्य मूलनायकपदे श्रीमहावीरजिनप्रतिमा रक्षते इत्थं इतः परमिदं ત્યે શ્રીમઠ્ઠાવીરગિસર સકાતમિત્કર્વાચીનતારીને [] નિતિઢTH: 1 ” (તેમ જ પહેલાં મૂળનાયક તરીકે શ્રી પાર્શ્વનાથની પ્રતિમા હતી; અને તેને પાછળ પધરાવીને મૂળનાયકપદે શ્રી મહાવીર જિનની પ્રતિમા રક્ષણ કરે છે.આ રીતે આ પછી ચૈત્ય શ્રી મહાવીર જિનનું થયું. આ (આ તીર્થને) અર્વાચીન સમયને ઈતિહાસ છે.) આ શિલાલેખમાં જણાવ્યા મુજબ, યતિ શ્રી ખાંતિવિજયજી તથા રાઓ શ્રી દેશળજી બાવા બીજાના સહકારથી આ તીર્થનું જે કંઈ સમારકામ થયું તે શ્રી દેશળજી બાવા બીજાના વિ. સં૧૯૧૭માં થયેલ સ્વર્ગવાસ પછીના થોડાંક (૨-૩) વર્ષમાં જ એટલે કે વિ. સં. ૧૯૨૦ આસપાસ થયું હોવું જોઈએ; એટલે નવા મૂળનાયક તરીકે શ્રી મહાવીર સ્વામીની ગભારામાં પ્રતિષ્ઠા અને જૂના મૂળનાયક શ્રી શામળિયા પાર્શ્વનાથની પાછળની દેરીમાં પધરામણું પણ આ જ અરસામાં થઇ હતી. પણ આ મંદિરનું આવું સમારકામ થયા પછી તેમ જ યતિ શ્રી ખાંતિવિજયજીના સ્વર્ગવાસ પછી, વિ. સં. ૧૯૩૦ની સાલમાં (સને ૧૮૭૪માં) જ્યારે ડે, જેમ્સ બજેસે આ તીર્થની મુલાકાત લીધી હતી ત્યારે શામળિયા પાર્શ્વનાથની શ્યામ મૂર્તિ એમણે ગમારાના જમણી બાજુના ખૂણામાં જોઈ હતી, એમ એમની નોંધ ઉપરથી સ્પષ્ટ જાણી શકાય છે. આનો અર્થ એ થાય છે કે શ્રી શામળિયા પાશ્વનાથની પ્રતિમા છેલા જીર્ણોદ્ધારની પ્રતિષ્ઠા વખતે-વિ. સં. ૧૯૩૯ની સાલમાં–મંદિરની ભમતીની પાછળની ૨૫મા નંબરની મધ્યવતી મોટી દેરીમાં પધરાવવામાં આવી હોવી જોઈએ. વળી, “સ્વદેશ”ના વિ. સં. ૧૯૮૦ દીપોત્સવી અંકમાં છપાયેલ શ્રી ભદ્રેશ્વર તીર્થ સંબંધી લેખમાં (પૃ. ૭૮) શ્રી વ્રજલાલભાઈ છાયાએ આ બાબતમાં લખ્યું છે કે “ સૌથી છેલ્લી શામળા પાર્શ્વનાથની મૂતિ હતી; પણ સંવત ૧૯૫૦ના વૈશાખ માસમાં જ્યારે બાવન દેરીઓની સ્થાપના થઈ ત્યારે આ મૂર્તિને મૂળ સ્થાનથી ઉત્થાપન કરી, પાછળની વચલી દહેરીઓમાંની એકમાં સ્થાપવામાં આવી.” આ પ્રમાણે શ્રી પાર્શ્વનાથની પ્રતિમા વિ. સં. ૧૯૨૦ પછીના ગમે તે સમયે દેરાસરના પાછળના ભાગમાં પધરાવવામાં આવી હોય તો પણ, તે પહેલાંના સમયથી આ તીર્થ ભગવાન મહાવીરસ્વામીના તીર્થ તરીકે ઓળખાવા લાગ્યું હતું એ હકીકતમાં કશે બાધ નથી આવતો. ૧૩, જૂના મૂળનાયક શ્રી શામળિયા પાર્શ્વનાથ અને નવા મૂળનાયક શ્રી મહાવીર સ્વામીની વિ. સં. ૧૬૨૨. ની સાલમાં ફેરબદલી થઈ હતી એ બાબતની ચર્ચા “આપત્તિઓ અને જીર્ણોદ્ધાર” નામના સાતમાં પ્રકરણમાં “વિત્ર સં. ૧૬૨૨ને શ્રીસંઘને ઉદ્ધાર” એ મથાળે નીચે આપવામાં આવેલી વિગતોમાં કરવામાં આવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy