________________
છેલ્લા છદ્ધાર રાજસત્તા દાખલ થઈ લગભગ તે અરસાથી તે વિસં. ૧૮૮૬ સુધી અંગ્રેજ અમલદારો આ તીર્થનું ધ્યાન રાખતા હતા, તો પછી સવાલ એ થાય છે કે, આ તીર્થની સાચવણી અને મરામત બાબતમાં આવી સારી અને રાજ્યાશ્રયવાળી વ્યવસ્થા હોવા છતાં, આ તીર્થ ભદ્રેશ્વરના ઠાકોરના હાથમાં કેવી રીતે ગયું અને એની હાલત પંદરેક વર્ષ જેવા ટૂંકા ગાળામાં-વિ.સં. ૧૯૦૧ની આસપાસમાં –એટલી બધી બિસ્માર કેવી રીતે થઈ ગઈ કે જેથી એના ઉદ્ધાર માટે યતિ શ્રી ખાંતિવિજયજીને આટલી બધી ચિંતા સેવવી પડી અને તપસ્યા જેવી જહેમત ઉઠાવવી પડી? જે વિ. સં. ૧૮૮૬ સુધી અંગ્રેજ સત્તાધીશો એની ચિંતા રાખતા હતા, તે ત્યાર પછીના સમયમાં એવી ચિંતા કરવાનું એમણે સાવ બંધ કરી દીધું હોય એમ કેમ માની શકાય ?
વળી, કેપ્ટન મેકમન્ડે, સર ચાર્સ વૅટર વગેરેએ આ તીર્થ પ્રત્યે સક્રિય સહાનુભૂતિ બતાવીને એની સાચવણી માટે સહાય આપ્યાની વાતનું સમર્થન બીજા આધારેથી પણ થાય છે, એટલે એની ઉપેક્ષા પણ થઈ શકે એમ નથી. તે પછી યતિ શ્રી ખાંતિવિજયજીએ નજરે જાયેલી આ તીર્થની શોચનીય સ્થિતિ અને પેલા કોઈ અજ્ઞાત યતિજીના પત્રમાં નેધવામાં આવેલ આ તીર્થ પ્રત્યેની અંગ્રેજ અમલદારોની સહાનુભૂતિ અને સહાય એ બે વચ્ચે મેળ કેવી રીતે બેસારો?
શંકાને ખુલાસે આ સવાલને આધારભૂત કહી શકાય એ બીજો ખુલાસે ભલે ન આપી શકાય, પણ એને એક ખુલાસે તે એવો છે કે જે આપણને કંઈક સંતોષ આપી શકે છે. આ ખુલાસો તે યતિ શ્રી ખાંતિવિજયજીને આ તીર્થના ઉદ્ધાર માટે વર્ષો સુધી સતત સેવવી પડેલી ચિંતા અને ઉઠાવવી પડેલી જહેમત. વિક્રમની વીસમી સદીની શરૂઆતના વખતમાં જ આ તીર્થની સ્થિતિ એવી વેરવિખેર થઈ ગઈ હતી કે જે જોઈને યતિ શ્રી ખાંતિવિજયજી ખૂબ દુઃખિત અને એના ઉદ્ધાર માટે ખૂબ ચિંતિત થઈ ગયા હતા, એ એક હકીકત છે. આ ધમ તીર્થની આવી શોચનીય સ્થિતિ માટે માત્ર આંસુ સારીને નિષ્ક્રિય બેસી રહે એવા એ જીવ ન હતા. એટલે તેઓ તે, પોતાની શક્તિ અને સૂઝ પ્રમાણે, એ માટે અખંડ પુરુષાર્થની ધૂણી ધખાવીને બેસી ગયા. છેવટે એનું એવું સારું પરિણામ આવ્યું કે જેથી આ તીર્થ સંબંધી પ્રાચીન-અર્વાચીન માહિતીનું તથા છેલ્લા જીર્ણોદ્ધારની વિગતોનું આલેખન કરતા દેરાસરના રંગમંડપમાં ચોડવામાં આવેલ સંસ્કૃત ભાષાના સવિસ્તર શિલાલેખમાં તેમ જ જૂના-જીર્ણ પત્રમાં પણ યતિ શ્રી ખાંતિવિજયજીની કામગીરીની નોંધ લેવામાં આવી છે.
મૂળનાયકની ફેરબદલી આ શિલાલેખમાં (પંક્તિ ૨૩-૨૪) જણાવ્યા પ્રમાણે આ તીર્થને આ રીતે વિ. સં. ૧૯૨૦માં ઉદ્ધાર થયે ત્યાં સુધી તો એમાં મૂળનાયક તરીકે શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા જ બિરાજમાન હતી; અને વિ. સં. ૧૯૨૦માં આ ઉદ્ધાર વખતે શ્રી પાર્શ્વનાથ ભગવાનના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org