SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ એને છોદ્ધાર જવામાં આવ્યા હતા, એવી ઘટનાઓનું પુનરાવત ન થતું અટકી ગયુ હતું અને આવી પ્રાચીન ઇમારતા માનવીના પેાતાના હાથે અથવા માનવીની ઉપેક્ષાવૃત્તિથી કાળના કાળિયા બનીને નામશેષ થતી ખચી જાય એવી આવકારદાયક સ્થિતિ સર્જાઈ હતી. કુલ મેકમાં અને બીજા અંગ્રેજોની ભદ્રેશ્વર પ્રત્યે લાગણી પુરાતત્ત્વીય સામગ્રીના સશેાધનની અને રક્ષણની આ નવી દ્રષ્ટિના કેટલાક લાભ ભદ્રેશ્વરના વસઈ તીને પણ મળ્યા હતા, અને એમાં કચ્છના કેટલાક અંગ્રેજ અમલદારાના પણુ નાંધપાત્ર ફાળા હતા. આવા લાભ આપનાર અંગ્રેજ મહાનુભાવામાં પહેલુ' નામ આવે છે લેફ્ટનન્ટ કર્નલ મેકમાવું, લેફ્ટનન્ટ મેકમાઁ ( વિ॰સ૦ ૧૮૬૮માં ) અગ્રેજ સરકારના રાજદૂત તરીકે કચ્છમાં વસી ગયા હતા. જાણે પૂર્વના કોઈ અદુદ્ભુત ઋણાનુબંધ અદા કરવા જ આવ્યા હોય તેમ, આ અંગ્રેજ અમલદાર કચ્છની પ્રજા, કચ્છની ધરતી અને કચ્છની સસ્કૃતિ સાથે એકરસ અને બધાના સુખદુઃખના સાથી બનીને રહ્યો. અને છેલ્લી પથારી પણ એણે, તા. ૨૮-૪-૧૮૨૦ના રાજ, કચ્છની ભામકા ઉપર જ કરી હતી ! મેકમૉના જીવનની કેટલીય વાતા હજી પણ લેાકજીભે રમી રહી છે અને સાહિત્યમાં પણ સગ્રહાઈ છે. એ જાણે કચ્છના ઇતિહાસના એક ઊજળા પ્રકરણના ઘડવૈચા જ બની ગયા હતા ! ખરે વખતે શ્રી ભદ્રેશ્વર તીથની સાચવણીને થાડાક યશ એને ફાળે પણ જાય છે. કચ્છને દોસ્ત ખની ગયેલા આ અંગ્રેજ અમલદાર સને ૧૯૧૨થી ૧૯૨૦ સુધી, આઠ વર્ષ લગી, કચ્છ તથા કાઠિયાવાડમાં ભારે યશસ્વી કામગીરી ખાવી અને ઘણી ચાહના મેળવી, માત્ર ૩૩ વષઁની ભરયુવાનવયે, સને ૧૯૨૦માં, કચ્છમાં, વરણુ ગામમાં, કોલેરાની બીમારીથી સ્વર્ગવાસ પામ્યા હતા!૧૧ ૧૧. કલ મેકમડૅના વસવાટના અંજારમાંના અને મહેલ અને વરણુ ગામે એની કબર ઉપર ચણુવામાં આવેલી છત્રી આજે પણ એની યાદને સાચવી રહ્યાં છે અને “ભૂરિયા ખાવા”ના છૂપા નામથી સને ૧૯૧૨ની સાલમાં અજારમાં રહીને એણે કચ્છની ધરતીની, પ્રજાની અને ભાષાની મેળવેલ માહિતીની તા કચ્છમાં દંતકથાએ રચાઈ છે! આ અંગ્રેજ અમલદારના જે પરિચય મુંબઈથી પ્રગટ થતા · સ્વદેશ’ પત્રના વિ॰ સં૦ ૧૯૮૩ના દીપોત્સવી અંકમાં, પૃ૦ ૫ થી ૧૪માં, એ પત્રના કાર્યાલય તરફથી, પ્રગટ થયા છે, તે ખૂબ માહિતીવાળા અને વિસ્તૃત છે. એ જ રીતે કચ્છનું સંસ્કૃતિદર્શન’’માં (પૃ૦ ૧૮૪-૧૮૮) પણ એના જીવનની ઘણી માહિતી આપવામાં આવી છે. વળી, “કારા ડુ ંગર કચ્છજા’માં પણ આ અમલદારની મર્દાનગીભરી અને યશનામી કામગીરીની છૂટક છૂટક ઘણી વિગતા આપવામાં આવી છે. એમ લાગે છે કે મેકમર્ઝાનાં ઉછેર અને ઘડતર એક લશ્કરી યોદ્ધા અને અમલદાર તરીકે થયેલ હેાવા છતાં સંસ્કારિતા, સારમાણુસાઈ, હમદર્દી, પરગજી વૃત્તિ, આનંદી અને મિલનસાર પ્રકૃતિ જેવા ગુણી સહજરૂપે એના જીવન સાથે વણાઈ ગયા હતા. એણે પોતાના ૩૩ વર્ષ જેટલા ટૂંકા જીવનમાં જે સફળતા અને લેાકચાહના મેળવી હતી, એમાં આ સદ્ગુણેના પણુફાળા મેાટા હતા એમ કહેવુ ોઈએ. ‘સ્વદેશ’ના ઉપયુક્ત અંકમાં અ`તિમ વખતની એના મનની સ્થિતિનું જે વર્ણન કરવામાં આવ્યું છે, તે એની જીવનજાગૃતિ માટે એના પ્રત્યે વિશેષ માન ઉત્પન્ન કરે એવું છે. એ વર્ણનમાં સૂચવવામાં આવ્યું છે કે— “ મેકમઽને પાતાને તે ના આરંભથી જ એવું લાગી આવ્યું હતું કે આમાંથી બચી શકાશે નહી”, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy