________________
શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ કરતા અને કહેતા કે હું હવે મરવા બેઠો છું. કેણ જાણે મારું ક્યારે શું થશે, તે કહેવાય નહીં. મારા જીવતાં આવતાં આ તીર્થનું કંઈક થઈ જાય એવી મરતાં પહેલાં મારી જિંદગીની છેલી મુરાદ છે. “ભલે, કંઈક કરશું” એમ કહી બધા ચાલ્યા જતા, પણ તીર્થનું કાંઈ થતું નહીં.
“એટલામાં ભગવાન શ્રી પાર્શ્વનાથ દેવના અતિશય અને એના શાસનદેવની પ્રેરણાથી દેશરા પરમેશ્વરા "નું મહાન બિરુદ ધરાવનાર, પરમ ન્યાયી, પ્રજાવત્સલ મહારાઓ શ્રી દેશલજી બાવા સંવત ૧૯૨૧માં ક્યાંક જતાં આ તીથે આવી ચડવા. યતિ શ્રી ખાંતિવિજયજીના દિલમાં, અવાજમાં, તીર્થંનિષ્ઠામાં, દેશના ધણીને આ તીર્થમાં જોઈ, બળ પુરાયું ને આ ભલા યતિએ પુણ્યક દેશલજી બાવા સમક્ષ તીર્થવિકાસની જૂની તવારીખ રજૂ કરી, બાવાની ધમનિષ્ઠાની તારીફ કરી ને આ તીર્થના ઉદ્ધાર માટે આરજૂ કરી. બાવાએ બનતું કરવાનું અમોઘ વચન આપીને આ અવધૂત યતિના આશીર્વાદ લીધા.
“કર૭ ભૂપાલ દેશલજી બાવાએ, ભુજ જવાની સાથે, કચ્છભરના જૈન આગેવાનોને બોલાવી આ તીર્થની બિસ્માર હાલત સમજાવી અને આ દિશામાં કોઈ જૈને કાંઈ નથી કરતા એ માટે બધાને ઠપકે આપ્યો અને એના ઉદ્ધાર ને વિકાસ માટે મેટી રકમ કાઢી આપી. હાજર જૈન શરમાયા, ઝંખવાયા અને બનતું કરવા બાવાને વચન આપ્યું. બધાએ યથાશક્તિ ફાળો આપ્યો અને સદ્દગત દેશળજી બાવાના મેટા કાળા અને અન્ય સહાયથી તીર્થની મરામત શરૂ થઈ અને યતિ અંતવિજયને ( એમને કયાંક ક્યાંક આ નામથી પણ ઉલ્લેખ મળે છે. ) આત્માનંદને સંતોષ હીંડોળે ચડ્યો.”
ઉપરની માહિતીમાં દેશળજી બાવા વિસં. ૧૯૨૧માં ભદ્રેશ્વર તીર્થમાં ગયાનું નોંધવામાં આવ્યું છે, તે સમય વિસં. ૧૯૧૭ પહેલાંને હવે જોઈએ, કારણ કે દેશળજી બાવા વિ.સં. ૧૯૧૭માં વિદેહ થયા હતા.
આ માહિતી કયા આધારે રજૂ કરવામાં આવી છે તે અંગે એની શરૂઆતમાં આ પ્રમાણે નોંધ મૂકવામાં આવી છેઃ “હવે આપણે આપણા નજીકના પૂર્વજોના શ્રીમુખે જે સાંભળ્યું છે, તેમાં થોડા આગળ વધીએ.” અર્થાત્ આ માહિતી કર્ણોપકર્ણ સચવાયેલી અનુકૃતિઓને આધારે નોંધવામાં આવી છે. અને એમાં મુખ્યત્વે દેશળજી બાવાની ભદ્રેશ્વરની મુલાકાતની સંવત સિવાયની માહિતી આગળ ઉપર આપવામાં આવેલી માહિતીને મળતી આવે છે.
અંગ્રેજોના સંપર્કને લાભઃ પુરાતત્ત્વનું રક્ષણ આગળ સૂચવ્યું તેમ,વિ.સં.૧૮૬૫થી કચ્છના રાજ્યસંચાલનમાં અંગ્રેજ સરકારની દખલગીરી શરૂ થઈ ચૂકી હતી. આની અસર કચ્છના રાજ્યકારેબાર ઉપર ગમે તેવી સારી કે માઠી પડી હોય, તે વાત જુદી છે, પણ ઇતિહાસના સંશોધન અને પુરાતત્ત્વના-પ્રાચીન શિલ્પ-સ્થાપત્યનાસંરક્ષણની બાબતમાં તો એ અવશ્ય લાભકારક થઈ પડી હતી, એટલું સ્વીકારવું જોઈએ. એમણે સમજાવેલ ઇતિહાસ અને પુરાતત્ત્વની સામગ્રીના મહત્વને લીધે, આખા હિંદુસ્તાનની જેમ, કચ્છમાં પણ એક નવીન દષ્ટિ ખૂલી હતી અને એને લીધે અનેક પ્રાચીન, ઐતિહાસિક અને કળ ના ઉત્તમ નમૂનારૂપ ઈમારતોની રક્ષા અને શોધ કરવાની અભિનવ પ્રવૃત્તિ શરૂ થઈ હતી. આને લીધે, ભદ્રેશ્વરના જમીનદોસ્ત થયેલા કિલ્લાના અને જિનમંદિરના પણ કેટલાક પુરાતન અવશેષો કેવળ નષ્ટ થયા હતા, એટલું જ નહીં, એના પથ્થર સુધ્ધાં મુંદ્રા શહેર અને બંદરના બાંધકામને માટે ઉપાડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org