SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ છેલ્લા છોદ્ધાર ૫૧ હતા. વિક્રમની ૧૯મી સદીના પૂર્વાધ પૂરો થયા પછી તેા કચ્છ જાણે આક્તાના વાસ જેવું ખની ગયુ' હાય એમ લાગે છે. વિ॰સ૦૧૮૬૮ (સને ૧૮૧૨)માં કચ્છમાં પહેલવહેલાં પ્લેગે પ્રવેશ કર્યાં. આ જીવલેણુ રાગ એવું વિકરાળ રૂપ લઈને આબ્યા હતા કે કચ્છની પ્રજાને લગભગ અડધા ભાગ એના શિકાર બની ગયા ! કચ્છના રાજકારણના એક સમર્થ અને બહાદુર રાજપુરુષ જમાદાર ફતેમામદ′′ આ રોગને ભાગ ખનીને વિસ૦૧૮૬૯ (સને ૧૮૧૩)માં ગુજરી ગયા ! ૫ આ કારમા ઘા જાણે છે. હાય એમ, ત્યાર પછી તરત જ, વિસ′૦૧૮૬૯માં, આખા કચ્છ વ્યાપક દુષ્કાળના પજામાં સપડાઈ ગયેા. અને આ સ`કટની કળ વળી-ન વળી અને વિસ૰૧૮૭૫માં કચ્છની મેાટાભાગની ધરતીને ઘેરી લેતા ભયંકર ધરતીકંપ થયા. આ ધરતીકંપને લીધે માનવીએ અને મકાનેાની મેાટી તારાજી થઈ; તે ઉપરાંત કાયમી નુકસાન તે। એ થયુ· કે એથી સિંધુ નદીના પ્રવાહ એવા બદલાઈ ગયા કે જેથી એનું પાણી કચ્છ સુધી પહેાંચતુ` હતુ` તે સદંતર બંધ થઈ ગયુ. અને વધારામાં અત્યારના રણના પશ્ચિમના ભાગ નવા રચાઈ ગયા. આ ધરતીક'પથી ભુજનગરને એટલી બધી અસર પહેાંચી કે જેથી આ ધરતીકંપ ‘ભુજ-ભૂકપ” તરીકે ગવાઈ ગયા !F એકંદર જોઈ એ તા, આ સમય કુદરતી આફ્તાના અને રાજકીય અસ્થિરતાના હતા. આ અ‘ધાધૂ ધીના લાભ લઈને ભદ્રેશ્વર ગામના ઠાકારે વસઈ તીર્થના જિનમદિર ઉપર પેાતાને કમજો ૪. કચ્છના વિખવાદભર્યા અને ડહેાળાયેલા રાજકારણને સ્થિરતા આપી હતી પ્રજાની ચાહના મેળવાર બહાદુર વિચક્ષણુ નર જમાદાર ફતેહ મહંમદે. એણે છેક મૈસુર જેટલે દૂર વસનાર અને ઉદીયમાન અંગ્રેજી રાજસત્તાને આંખના કણાની માફક ખટકતા, કાળપુરુષ સમા ટીપુ સુલતાન સાથે દાસ્તીના નાતા ખાંધ્યા હતા, તે જ બતાવે છે કે એ પુરુષમાં કેટલી ઊંડી રાજકારણી વિચક્ષણતા, કા*સૂઝ અને શક્તિ હતી. જુએ : ‘ ફત્તેહ મહમદે પેાતાની તથા કચ્છની પ્રતિષ્ઠા દૂર દેશામાં ફેલાવી હતો. હૈસૂરના ટીપુ સુલતાન સાથે તેને મિત્રાચારીભર્યા ગાઢ સંબંધ હતા. તેમની વચ્ચે પત્રવ્યવહાર હતા અને અવારનવાર તે પરસ્પર ભેટ-સેગાદાની આપલે કરતા. ફત્તેહ મહમદને શેરેદીન સુલતાન ટીપુએ એ રીતે પુરસ્કાર તરીકે શ્રીરંગ પટ્ટમની બનાવટની એક તાપ અંજાર મેાકલી હતી. ” ' (કચ્છનું સંસ્કૃતિદર્શન, પૃ૦ ૧૮૩) ૫. “ જમાદાર ≠તેડુ મહમ્મદ આ પત્રના ( અ ંગ્રેજ ક ́પની સરકારના તા. ૧૩-૮-૧૮૧૩ના પત્રને) જવાબ વાળી શકે તે પહેલાં જ ઈ॰ સ૦ ૧૮૧૩ના (વિ॰ સં૦ ૧૮૬૯ના) એકટાબરની તારીખ પાંચમીના રાજ તે પ્લેગની ગાંઠ નીકળવાને કારણે, જિન્નતનશીન થયા.’” ( કારા ડુંગર કચ્છજા, પૃ૦ ૧૮૪) ૬. જુએ, પહેલા પ્રકરણુની ૧૫મી પાદનોંધ; તથા “ આપત્તિ શરૂઆતમાં આપવામાં આવેલી માહિતી. અને જીર્ણોદ્વારા ’’ નામે સાતમા પ્રકરણુની કચ્છના રણુની ઉત્પત્તિને લગતી એક લાકવાયકા “ કચ્છનું સૌંસ્કૃતિદર્શન ’’માં (પૃ॰ ૨૪૩) આપવામાં આવી છે, તે આ પ્રમાણે છે : “ ધીણાધરના ઉચ્ચ શિખર પર બાર બાર વર્ષથી તપ કરતા દાદા ધારમનાથની તપશ્ચર્યાંમાં વિક્ષેપ પડે છે. દાદાની નજર ઉત્તર તરફ વિસ્તરેલા જળપ્રદેશ તરફ દોરાય છે. ત્યાંનું બધું પાણી ખળખળાટ કરતુ સમુદ્રમાં ઠલવાઈ જાય છે. ધીણાધરના પહાડ પર નજર નાખતાં પહાડ ફાટે છે. પૃથ્વીના પાપભાર હળવેા થાય છે અને કચ્છ પર શાપ વરસાવતા એ પ્રદેશ કચ્છનું રણુ બની જાય છે, "" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy