________________
શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતી
કરી લીધું હતું. આમ કરવામાં એને આશય યાત્રાએ આવતા જેનો પાસેથી તથા જૈન કેમ પાસેથી પિસા પડાવવાને હતો એ દેખીતું જ છે. દેશભરમાં કેટલાંક તીર્થધામો એવાં છે કે જેનો જે તે સ્થાનના શાસકોએ પોતાની કમાણીના એક સાધન તરીકે ઉપગ કરવામાં જરાય આંચકો અનુભો ન હતો !વિક્રમની ૧૯મી સદીના અંત અને વીસમી સદીના આરંભ વખતે ભદ્રેશ્વર-વસઈ તીર્થ જૈનેના હાથમાંથી એ ગામના ઠાકોરના હાથમાં ચાલ્યું ગયું. પછી તે એની નિયમિત પૂજાભક્તિ થવી તો દૂર રહી, એની સારસંભાળ લેવાની ચિંતા કરનાર પણ કોઈ ન રહ્યું ! પરિણામે જિનમંદિરની હાલત વધુ ને વધુ શોચનીય અને બિસ્માર બનતી ગઈ તે એટલે સુધી કે દેરાસરમાં અને એની દેરીઓમાં બકરાં-ઘેટાં પેસવા અને બેસવા તેમ જ મંદિરની આસપાસની જમીનમાં ચરવા લાગ્યાં, અને તીર્થની આશાતનાની કઈઅવધિ ન રહી. એક સમયના આ જાહેજલાલ તીર્થની આસપાસ નધણિયાતાપણુના અંધકારની કાલિમાં પ્રસરી રહી. અને જાણે આ તીર્થ જૈન સંઘની
સ્મૃતિમાંથી ભૂંસાઈ જવા પામશે એવી અતિચિંતાકારક બેહાલી ઊભી થઈ. કચ્છના જૈન સંઘને પોતાના આ તીર્થની આવી બેહાલી માટે કંઈ વેદના નહીં હોય, એમ તો કેવી રીતે કહી શકાય ? પણ તે સમયની રાજકીય સ્થિતિએ એવી લાચારી ઊભી કરી દીધી હશે કે જેથી આ માટે શું કરવું એની કઈ દિશા એને સૂઝતી નહીં હોય.
મહારાઓ શ્રી દેશળજી બીજા આ અંધકાર અને આવી કારમી બેહાલી વચ્ચે પણ આશાના પ્રકાશની તેજરેખાઓ સમી બે વ્યક્તિઓ દેખાતી હતી. આમાંના એક હતા કચ્છના તે વખતના પ્રજાકલ્યાણના હામી રાજવી અને બીજા હતા જૈન સંઘના આત્મસાધનાના ભેખધારી એક સંતપુરુષ.
તે વખતના કચ્છના રાજવી તે મહારાઓ શ્રી દેશળજી બાવા બીજા. એમના પિતા મહારાઓ શ્રી ભારમલજી બીજા રાજની લગામ બરાબર સાચવી ન શકયા, એટલે અંગ્રેજ રેસીડેન્ટે એમને કેદ કરાવીને કચ્છની ગાદી ઉપર માત્ર અઢી વરસની ઉંમરના રાજકુમાર દેશળજી બીજાને રાજ્યાભિષેક કરાવ્યો અને રાજ્યનો કારોબાર છ સભ્યોની બનેલી રજન્સી કાઉન્સીલને સુપરત કરવામાં આવ્યો. આ સમય હતો વિ.સં.૧૮૭૫ને, જ્યારે કચ્છમાં મોટા ધરતીકંપની હોનારત સરજાઈ હતી. (કારા ડુંગર કછજા, પૃ. ૧૯૭,૧૯૮,૨૦૬; કચ્છ કલાધર, ભાગ બીજે, પૃ. ૫૫૫.)
બાળરાજા દેશળજીનાં ઉછેર અને કેળવણી બે અંગ્રેજ ટયૂટોની દેખરેખ મુજબ થયાં હતાં. અને એમના પિતામાં પણ એક કુશળ અને લોકપ્રિય રાજવી બનવા માટેનાં બુદ્ધિ, તેજ અને ભલાઈની લાગણી હતાં, એટલે તેઓને કાબેલિયત મેળવતાં વાર ન લાગી; પરિણામે અંગ્રેજ સત્તાએ,
૭, “ શરૂઆતથી જ તેમની (મહારાઓ શ્રી દેશળજી બીજાની ) કેળવણીની વ્યવસ્થા સંભાળપૂર્વક રોબર્ટ બન્સના એક મિત્ર અને ભુજમાં રહેતા લશ્કરના પાદરી મિ. ની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી. મિ. એના મૃત્યુ બાદ,કેપ્ટન કોફટન-કિડ્ઝ સર્વિસના લશ્કરી અમલદારની દેખરેખ હેઠળ મહારાઓશ્રીની કેળવણીની વ્યવસ્થા ચાલુ રહી હતી. આ કેપ્ટન ક્રોટિનની પસંદગી પણ બહુ સારી નીવડી. ” ( કારા ડુંગર કરછજા, ૫૦ ૨૧૮ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org