SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થ શબ્દનો ભાવાર્થ ૦ ૧૮૭ જ પડે છે પણ અંતે તો રોગમુક્તિ દ્વારા સુખ જ સુખ છે. તેમ ધર્મ વિશે પણ છે. આચાર અને તપસ્યાનાં અનેક કષ્ટો છતાં અંતે તો નિરાબાધ પરમ સુખ જ પમાય છે. આ રીતે દ્રવ્યતીર્થ, બાહ્યતીર્થ અને ભાવતીર્થ-આધ્યાત્મિક તીર્થ વિશેની વિચારણાનો સાર એ છે કે પારમાર્થિક તીર્થની ઉપાસના એ જ ખરી ઉપાસના છે. ઉપાસના જો મોક્ષ માટે જ હોય તો તે આધ્યાત્મિક જ હોવી જોઈએ. દ્રવ્યતીર્થ એ આધ્યાત્મિક ઉપાસનામાં જેટલા પ્રમાણમાં સહાયક બને તેટલું તેનું મહત્ત્વ છે. જો તેવી ઉપાસનામાં તે સહાયક ન બને તો માત્ર કષ્ટ જ ઉપાર્જિત થાય પણ એથી કાંઈ મોક્ષ મળે નહિ. વિશ્વ વિજ્ઞાન ૨૮-૧૦-૧૯૬૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy