SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ • માથુરી સુખાવતાર-દુરુસ્તાર એટલે કે જેમાં પ્રવેશ સરલ છે પણ પારગમન કઠણ છે; ૩-દુઃખાવતાર-સુખોત્તાર એટલે કે પ્રવેશ જેમાં સુગમ નથી પણ પ્રવેશ્યા પછી પાર પામવો સરલ છે તેવું; અને ૪-દુઃખાવતાર-દુઃખોરાર એટલે કે જેમાં પ્રવેશ કઠિન અને પાર પામવો પણ કઠણ હોય તેવું–આ ચાર પ્રકારો છે. તેમ આધ્યાત્મિક તીર્થો–ધર્મો પણ એવા જ પ્રકારોમાં વહેંચાઈ જાય છે. ભક્તિપ્રધાન ધર્મોનો સમાવેશ તીર્થોમાં પ્રથમ પ્રકારમાં છે. કારણ એ માર્ગમાં પ્રવેશ સરલ છે અને ભક્તિમાર્ગમાં આકરાં અનુષ્ઠાનો અનાવશ્યક હોઈ નિમાર મોક્ષ પણ સરળતાથી થાય છે એમ મનાય છે. બૌદ્ધ ધર્મમાં આચારમાર્ગની સરલતા હોઈ તે સુખાવતાર છે. પણ મોક્ષ માટે ધ્યાનમાર્ગનું પ્રાધાન્ય હોઈ એ સૌ કોઈ માટે કઠણ અનુષ્ઠાન લેખાયું છે. આથી આવા ધ્યાનમાર્ગી ધર્મનો સમાવેશ તીર્થના બીજા પ્રકારમાં છે. પ્રારંભમાં જ નગ્ન થઈ વિચારવાનું અનિવાર્ય ગણાવતાં દિગંબર પંથમાં સૌ કોઈ માટે પ્રવેશ સરલ નથી પણ પ્રવેશ્યા પછી મોક્ષનો સરલ માર્ગ છે; કારણ તેમનામાં ભિક્ષા લેવા વિશેના અત્યંત કડક નિયમો નથી. આથી આચારમાં સરલતા હોઈ તે પ્રકારના ધર્મનો સમાવેશ તીર્થોના ત્રીજા પ્રકારમાં છે. પણ તીર્થોનો ચોથો પ્રકાર એવો છે જેમાં આચારના નિયમો એટલા બધા કઠોર છે કે તે કારણે સૌને એ માર્ગે જવું સરલ નથી બનતું અને ગયા પછી પણ એ કઠોર નિયમનું પાલન કરી પાર ઊતરવું અત્યંત કઠણ છે. આથી કઠોર અનુષ્ઠાનોનો આગ્રહ સેવનાર જૈન ધર્મ જેવાં ધર્મતીર્થો ચોથા પ્રકારમાં સમાવિષ્ટ છે. પણ અહીં સહજ પ્રશ્ન થાય છે કે લોકો તે સુગમ માર્ગને શોધે છે. તો આવો કઠણ માર્ગ ઉપદેશનાર ધર્મતીર્થ લોકોમાં આદરણીય કેવી રીતે બને ? આનો ઉત્તર આચાર્યે આપ્યો છે કે, દ્રવ્યતીર્થ એટલે કે નદી ઉપર રહેલ તરવાનો માર્ગ સુગમ હોવો જોઈએ એટલે એમાં સુગમતા શોધવી એ જરૂરી છે. પણ ભાવતીર્થમાં સુગમતા શોધવા જતાં એટલે કે ધર્મ પણ સુગમ હોવો જોઈએ, એવો આગ્રહ રાખીએ તો ધર્મને નામે ભળતા જ માર્ગ ઉપર ચડી જઈએ અને અનાદિ કાળના બાઝેલા અજ્ઞાન અને મોહના સંસ્કારો પર વિજય કરવાને બદલે તે સંસ્કારોને જ પુષ્ટ કરી બેસીએ. આથી ધર્મમાર્ગ તો કઠણ જ હોવો જોઈએ. ખરી વાત એવી છે કે અનેક જન્મની કષ્ટપૂર્વકની સાધનાથી ધર્મતીર્થની પ્રગતિ થાય છે અને થયા પછી પણ તેમાં સ્થિરતા માટે અનેક કષ્ટો સહવા પડે છે. તે સહીને પણ પુરુષ માર્ગને છોડતો નથી; કારણ તેને તેની દુર્લભતાની પ્રતીતિ થઈ હોય છે. રોગીને કડવું ઔષધ પીવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy