SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬. તીર્થોના સંઘર્ષ મિટાવવાનો ઉચિત માર્ગ તીર્થોની માલિકી અથવા અધિકારો માટે ઝઘડતાં જૈનો સમક્ષ લાઓસની પ્રજાએ એક અનુકરણીય ઉદાહરણ રજૂ કર્યું છે. જુલાઈઑગસ્ટનાં “મહાબોધિ'ના અંકમાં બલદુન ધીંગરાનો લેખ વાંચ્યો. લાઓસની બૌદ્ધ જનતા પ્રસન્નચિત્ત છે અને દાન તથા ઉત્સવોને કેવું પ્રાધાન્ય આપે છે તેનું એમાં સુંદર વર્ણન છે. એ લેખમાં લેખકે બતાવ્યું છે કે જનતા સાચા અર્થમાં ધાર્મિક છે. તેમનામાં બીજા પ્રતિ અનાદર કે તિરસ્કાર માટે સ્થાન નથી. થાઈલેન્ડ લાઓસ પર વિજય પ્રાપ્ત કર્યો ત્યારે તેઓ સ્ફટિકની બૌદ્ધમૂર્તિ લાઓસથી બેંકોક લેતા આવ્યાં અને તે ત્યારથી આજ સુધી ત્યાં જ છે. શ્રી ધીંગરાએ લાઓસવાસીઓને પૂછ્યું “શું આપ એ મૂર્તિ પાછી લાવવાનો પ્રયત્ન કરશો ?' આનો ઉત્તર જે લાઓસવાસીઓએ આપ્યો તે તીર્થોના માલિકીપણા માટે ઝઘડનારાઓ માટે બોધપ્રદ છે. એમણે કહ્યું કે, "What does it matter whether it is here or there, it is there for all to pay homage and Herall and tell } 4th અમારે ત્યાં હોય કે એને ત્યાં. જયાં હોય ત્યાં અમારે માટે પૂજનીય છે. સાચા ધાર્મિક પુરુષ–જેના હૃદયમાં ભગવાનની પૂજાનું મહત્ત્વ છે, એનો આ જ ઉત્તર હોઈ શકે જે લાઓસના સાચા ધાર્મિકોએ આપ્યો છે ! પરંતુ ખેદની વાત એ છે કે આપણે આપણી જાતને સાચા ધાર્મિક કહેવડાવવાવાળા આપણે સૌ ધાર્મિકતાથી કેટલા દૂર છીએ ! અગર જો એમ ન હોય તો આ તીર્થો માટેના ઝઘડા કેમ હોઈ શકે? જે વીતરાગ ભગવાને આપણને અપરિગ્રહનો પાઠ ભણાવ્યો છે, આપણે એને જ પરિગ્રહની વસ્તુ બનાવી, આપસમાં એ માટે લડીને સંસાર સમક્ષ આપણી સંકુચિતતા અને અધાર્મિકતાને પ્રકટ કરી છે. મૈત્રીનો પાઠ પઢાવતા પર્યુષણ પર્વ પર આપણે એ નિર્ણય ન કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy