SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ - માથુરી સાંભળતા હોય પરંતુ સૌ પોતપોતાના મનમાં પોતાના દોષોની આલોચના એક સમયે કરે તેને સામૂહિક કહેવું અને એ પ્રકારના સામૂહિક પ્રતિક્રમણમાં પ્રચલિત સામૂહિક પ્રતિક્રમણના દોષો આવવાનો સંભવ નથી. એ પ્રકારના સામૂહિક પ્રતિક્રમણમાં એવું નહિ બને કે એક બોલે અને બીજા સાંભળે. પ્રતિક્રમણમાં તો સૌએ પોતપોતના દોષો સંભારવાના હોય છે. જ્યારે અત્યારે તો એવું બને છે કે “જે ડેકનક્વીનની સ્પીડથી પ્રતિક્રમણ બોલી શકતો હોય તેને જ બોલવાનો હક્ક મળે છે તેથી દોષોનો વિચાર બોલાવનાર તો નથી જ કરી શકતો–અને એમ કરવાની ઇચ્છા પણ હોતી નથી તો તેને સાંભળનાર કે સાંભળવાનો ઢોંગ કરી ઊંઘનાર તો શું વિચારતા હશે? આપણે ઉપર જોયું કે અત્યારે જે પ્રચલિત પ્રતિક્રમણ છે તે વ્રતધારીઓ માટે જ રચાયું હતું. જો કે અત્યારે અવ્રતધારીઓ પણ તે કરે છે છતાં તેમને માટે તેનો કશો અર્થ નથી. ઊલટું આપણે આગળ જોઈશું તે પ્રમો એ અવ્રતધારી પ્રતિક્રમણ કરનારમાં જડતા તેમજ દંભ વધારે છે. તેથી એ પ્રચલિત પ્રતિક્રમણ અવ્રતધારીઓ માટે અનાવશ્યક છે. અને વ્રતધારીઓ માટે પણ તેટલું જ અનુપયુક્ત થઈ પડ્યું છે. કારણ કે અત્યારે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. તેથી એ પ્રતિક્રમણ out of date થઈ ગયું છે. તેથી તેને સમયને અનુકૂળ તદ્દન નવું રૂપ આપવું પડશે. આપણે ઉપર જોયું તે પ્રમાણે મહાવીરના શાસનમાં કેવળ વ્રતધારીઓ હતા તેથી તેમને અનુકૂળ એક જ પ્રતિક્રમણ ઘડાયું હતું પરંતુ હવે વર્તમાન જૈન શાસનમાં વ્રતધારી તથા અવ્રતધારી બને છે અને તે બન્ને ભૂલને પાત્ર તો છે જ તેથી બન્નેને માટે પ્રતિક્રમણની આવશ્યકતા છે. તેથી આપણે બે પ્રકારના પ્રતિક્રમણ જોઈએ: એક તો વ્રતધારીઓ માટે અને બીજું અવ્રતધારીઓ માટે. પ્રચલિત પ્રતિક્રમણ અવ્રતધારીઓ માટે અયોગ્ય કેમ? " આ વિષયની, લાંબી ચર્ચાની જરૂર હું જોતો નથી પરંતુ આપણે પ્રતિક્રમણમાં પહેલા વ્રત વિશેનો જે પાઠ છે તે લઈને જ જરા અહીં વિચારીએ તેથી જે કહેવાનું છે ટૂંકમાં જ પતી જાય, પહેલું અણુવ્રત, ૧. આ પાઠ મે સન ૧૯૨૯માં રાજકોટમાં છપાયેલી એક પ્રતમાંથી તેમાં જે રીતે છે તે જ રીતે ઉતાર્યો છે. મારા તરફથી તેમાં મેં જરા પણ સુધારો કર્યો નથી. તેથી ગુજરાતી અને પ્રાકૃતભાષા કેવી રીતે મેળવવામાં આવી છે તે જણાઈ જશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy