SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વમાન્ય શ્રાવક પ્રતિક્રમણ - ૧૭૭ શૂલાઓ પાણાઈ વાયાઓ વેરમણ” ત્રસજીવ / બેઈન્દ્રિય છે તેઈન્દ્રિય છે. ચઉરિન્દ્રિય / પંચેન્દ્રિયજીવ ને જાણીપ્રીછી આકુટ્ટિ હણવા નિમિત્તે હણવાનાં પચ્ચખ્ખાણ // તથા સૂક્ષ્મ એકેન્દ્રિય હણવાના પચ્ચખાણ / અન્નત્ય સવ સંબંધી શરીર માંહેલા પીડાકારી અને વિગલેન્દ્રિય વિનાના સઅપરાધી છે. જાવજીવાએ !! દુવિહં / તિવિહેણ | નકરેમિ કે નકારવેમિ | મણસા || વયસા / કાયસા છે એવા પહેલા /ગૂલ-પ્રાણાતિપાત વેરમણ વ્રતના || પંચઅઈયારા ! પાયાલા છે જાણિયબા ને નસમાયરિયલ્વ | તંજહા ! તે આલોઉં | બંધ વહે |રાા છવી છેએ ૩ અઇભારે જો ભત્તરાણવો છેએ પા તસ્સ મિચ્છા દુક્કડ ના વ્રતીએ જે સ્કૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત જેટલી મર્યાદામાં લીધું છે તેની યાદિ માટે શરૂઆતમાં તે પોતાનો વ્રતોચ્ચાર-“જીવીશ ત્યાં સુધી મન વચન અને કાયાથી કરીશ નહિ, કરાવીશ નહી” ત્યાં સુધી બોલીને-કરે છે. અને પછી એવા વ્રતમાં નીચેના પાંચ અતિચારો આવ્યા હોય તેની આ લોચના કરું છું એમ બોલે છે. તેનો અર્થ એ થાય છે કે તેને એ વ્રત છે અને તેમાં એ અતિચાર આવ્યા હોય તો તેની આલોચના કરે છે. પરંતુ અવ્રતી અર્થાત જેણે વ્રત લીધું નથી તે એમ બોલે કે એ પ્રકારના મારા વ્રતમાં દોષ આવ્યા હોય તો આલોઉં છું, તો તે યથાર્થ કેવી રીતે કહી શકાય? તેણે તો વ્રત સ્વીકાર્યું જ નથી અને જાણે વ્રત સ્વીકાર્યું હોય એવો ઢોંગ કરીને તે બોલે છે, તે પોતાને છેતરવા જેવું છે. અર્થાત્ પ્રતિક્રમણના પાઠોની રચના જ એવા પ્રકારની છે કે તે વ્રતીને બંધ બેસે તેવી છે પરંતુ અવ્રતીને નહિ જ અને છતાં અવ્રતી એ પાઠોનો પોતાના પ્રતિક્રમણ માટે ઉપયોગ કરે તો તે દંભ જેવું જ થાય. અથવા તો તેનો અર્થ એ થાય કે પ્રતિક્રમણ કરતી વખતે તે વ્રત સ્વીકારે છે કારણ કે તે બોલે છે કે અમુક અમુક નહિ કરું વગેરે. પરંતુ પ્રતિક્રમણ પૂરું થયું કે તે બંધન છૂટી જાય છે. કારણ કે તે પોતાને વતી માનતો નથી. આતો જેમ નાટકમાં પાત્રો રાજા વગેરેને પાઠ ભજવવા થોડીવાર રાજા વગેરે થઈ જાય છે પરંતુ પછી તો સાધારણ સ્થિતિમાં જ હોય છે. તેમને રાજા કોઈ કહેતું નથી તેમ પોતે પણ પોતાને રાજા માનવાની હિંમત કરી શકતો નથી. તેમ પ્રતિક્રમણ વખતે આપણે વ્રતીનો પાઠ ભજવીએ છીએ પરંતુ પ્રતિક્રમણ પૂરું થયું કે પાછા હતા તેવા જ. આ આપણે વિચારીએ તો જણાશે કે આ રીતે આપણે પ્રતિક્રમણનું મહત્ત્વ તદ્દન ઘટાડી દીધું છે. આ રીતે આપણે જોયું કે પ્રચલિત પ્રતિક્રમણ અવતીઓ માટે તદ્દન અયોગ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy