SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩. સર્વમાન્ય શ્રાવક પ્રતિક્રમણ પ્રતિક્રમણ કાર્ય છે? કાર્યાકાર્યની કસોટી આપણા પોતાના વ્યક્તિગત વિકાસના આધારે કરવી જોઈએ. વ્યક્તિગત વિકાસ પ્રત્યે દૃષ્ટિ રાખતા સાથે સાથે એ પણ ભાન રાખવું જોઈએ કે વ્યક્તિ એ બૃહદ્ સમાજનું અંગ છે, તેથી આપણું કૃત્ય એવું હોવું જોઈએ કે જેથી વ્યક્તિગત જીવનનો વિકાસ થાય અને તે એવી રીતે થાય કે બીજી વ્યક્તિઓના વિકાસના ભોગે તો નહિ જ. આ એક દષ્ટિબિન્દુ ધ્યાનમાં રાખીને આપણે પ્રતિક્રમણ પર વિચાર કરીએ. પ્રતિક્રમણ તેના પ્રાથમિક અર્થમાં–અર્થાત્ ગુણમાંથી મ્યુતિ થયે પાછા ગુણમાં આવવું–વ્યક્તિના જીવનવિકાસની સાધકક્રિયા નથી પરંતુ જે કાંઈ વિકાસ થયો હોય તેમાંથી પતન ન થવા દે. અને એ રીતે વિકાસમાં બાધાઓને દૂર કરનાર કારણ હોવાથી ઉપચારથી વિકાસ સાધક પણ છે. અને તેથી પડાવશ્યક–જોકે ખરી રીતે ચોથો આવશ્યક જ પ્રતિક્રમણ છે – વિકાસ સાધક મનાય છે ! એટલે પ્રતિક્રમણ વ્યક્તિના જીવનવિકાસમાં ઉપયોગી છે જ અને તેથી કાર્ય છે. પ્રશ્ન થાય છે કે જો કાર્ય હોય તો કેવી રીતે કરવાથી આપણે એ ક્રિયાનો પૂરેપૂરો લાભ પ્રાપ્ત કરી શકીએ ? એ પ્રશ્નનો જવાબ દેતા પહેલાં પ્રતિક્રમણ શા માટે કરવું પડે છે તે જરા વિચારી લઈએ. પ્રતિક્રમણ શા માટે કરવું? આપણામાં કહેવત છે કે મનુષ્યમાત્ર ભૂલને પાત્ર. એ ભૂલો વ્યક્તિગત હોવાથી અનેકવિધ હોય. એ સૌ કોઈ સ્વીકારે તેવી સહજ વાત છે. અને એકની ભૂલો બીજાની ભૂલોને મળતી હોય પણ ખરી અને ન પણ હોય. ભૂલો થવાનું કારણ વ્યક્તિની આસપાસની પરિસ્થિતિ તથા તેનું માનસ છે. આજથી પચાસ વર્ષ પહેલાં જે પરિસ્થિતિ હતી તે આજ બદલાઈ ગઈ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy