SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯. ‘આત્મરીપો ભવ' - આત્મદીપ બનો ભગવાન મહાવીર અને પ્રથમ ગણધર ઇન્દ્રભૂતિ ગૌતમનો સંબંધ બહુ જ મીઠો હતો અને લાંબો પણ હતો. આ બાબતનો ઉલ્લેખ શ્રી ભગવતી સૂત્રના એક સંવાદમાં આવે છે. ગૌતમ સ્વામીને ભગવાન્ કહે છે કે, “હે ગૌતમ ! તું મારી સાથે ઘણા કાળથી સ્નેહથી બંધાયેલ છે. હે ગૌતમ ! તેં ઘણા લાંબા કાળથી મારી પ્રશંસા કરી છે. હે ગૌતમ ! તારો મારી સાથે ઘણા લાંબા કાળથી પરિચય છે. હે ગૌતમ ! તેં ઘણા લાંબા કાળથી મારી સેવા કરી છે. હે ગૌતમ ! તું ઘણા લાંબા કાળથી મને અનુસર્યો છે. હે ગૌતમ ! તું ઘણા લાંબા કાળથી મારી સાથે અનુકૂળપણે વર્તો છે. હે ગૌતમ ! અનન્તર (તુરતના) દેવભવમાં અને તુરતના મનુષ્યભવમાં એ પ્રમાણે મારો સંબંધ છે. વધારે શું ? પણ મરણ પછી શરીરનો નાશ થયા બાદ અહીંથી ચ્યવી આપણે બન્ને સરખા એકાર્થ (એક પ્રયોજનવાળા અથવા એક સિદ્ધિક્ષેત્રમાં રહેવાવાળા) વિશેષતા અને ભેદરહિત થઈશું.”-ભગવતીસૂત્ર ૧૪-૭ પૃ॰ ૩૫૪ ભા. ૩ આ પ્રસંગ વિશે ટીકાકાર અભયદેવનો ખુલાસો છે કે પોતાના શિષ્યો કેવળજ્ઞાન પામ્યા છતાં ગૌતમને કેવળજ્ઞાન થયું નહિ તેથી તેઓ ખિન્ન હતા એટલે ભગવાને તેમને આ પ્રમાણે આશ્વાસન આપ્યું હતું. ભગવાન્ મહાવીરનો અંતિમ સંદેશ કયો એ જાણવું તેમના નિર્વાણાદિનને અવસરે જરૂરી છે. ઉત્તરાધ્યયન સૂત્રને તેમનો અંતિમ સંદેશ કોઈ કહે છે તો કોઈ કહે છે કે, કેટલાક અણપૂછ્યા પ્રશ્નોના ઉત્તર તેમણે અંતિમ કાળમાં આપ્યા, એ ગમે તેમ હો પણ એક વાત નક્કી છે કે, તેમણે ગૌતમને જે રીતે ઉપદેશ આપ્યો અને ગૌતમનો જે પ્રકારે મોહ નષ્ટ થયો એ આપણે જાણીએ તો તેમના અંતિમ ઉપદેશનું રહસ્ય મળી રહે છે. ભગવાન્ મહાવી૨ને સમગ્ર ઉપદેશનો સાર ‘મૂર્છાત્યાગમાં’ સમાયો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy