________________
પર
શેઠ આ કરની પેઢીના ઇતિહાસ
તેથી તેમના પાસે રહેલા શ્રી શત્રુંજય તીર્થને વહીવટ અણુહીલપુર પાટણના શ્રીસ`ઘને સભાળી લેવા જણાવ્યું. એટલે આચાર્ય શ્રી વિજયરાજસૂરિના નેતૃત્વ નીચે સ`ઘે મળીને પાટણ, રાધનપુર અને ખંભાતના આગેવાનાની એક કમિટી ફૂટીને તેને વહીવટની સાંપણી કરી અને સ્થાનિક સભાળ માટે અણુહીલપુરથી આચાર્યશ્રીએ પાતાના શિષ્યને પાલીતાણા રાકવા. (પૃ૦ ૮૮, ૮૯).”
આ ઉપરથી જોઈ શકાય છે કે, બાહય મંત્રીએ શ્રી શત્રુંજય ગિરિના ઉદ્ધાર કરાવ્યા ત્યારે, શ્રી સમરાશા ઓસવાલે કરાવેલા ઉદ્ધાર વખતે અને ત્યાર પછી લગભગ એક સકા સુધી શ્રી શત્રુ...જય તીર્થના વહીવટ પાટણના સંઘના હાથમાં એટલે કે પાટણના શ્રેષ્ઠીઓના હાથમાં હતા.
બાહુડ મંત્રીએ, તીર્થાધિરાજના ચૌદમા ઉદ્ધાર વિ॰ સં૦ ૧૨૧૧માં (મહારાજા કુમારપાળ અને કલિકાલસĆજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના અસ્તિત્વકાળમાં) કરાવ્યા હતા અને સમરાશાએ કરાવેલ પંદરમા ઉદ્ધારની પ્રતિષ્ઠા વિ॰ સ૦ ૧૩૭૧માં થઈ હતી.
આ બે ઉદ્ધારાની વચ્ચેનું સમય-અંતર ૧૬૦ વર્ષ જેટલું છે. અને કલિકાલસર્વજ્ઞ હેમચ‘દ્રાચાયના વિ॰ સ૦ ૧૨૨૯માં અને મહારાજા કુમારપાળના વિ॰ સ૦ ૧૨૩૦માં સ્વર્ગવાસ થયા પછી ગુજરાત ઉપરની સાલ'કી યુગની સત્તા કેવળ નબળી પડવા લાગી હતી, એટલું જ નહીં, એ આથમવા પણ લાગી હતી. અને ત્રણેક દાયકા માટે ગુજરાતના પાટનગર તરીકેનું કેન્દ્ર અણહીલપુર પાટણથી હટીને, વાઘેલાએના રાજ્ય-શાસનમાં, ધોળકા નગરમાં બદલાઈ ગયુ. હતું; અને ગુજરાતના મહામંત્રી તરીકેની જવાબદારી વસ્તુપાળ સભાળતા હતા. આ અરસાની એક કથા જૈન સાહિત્યમાં સચવાઈ રહી છે, તે ઉપરથી કંઈક એવા અણુસાર મળે છે કે, ધેાળકાના શાસન દરમિયાન, શ્રી શત્રુ જય ગિરિના વહીવટની જવાબદારી મહામંત્રી વસ્તુપાળ ( અર્થાત્ ધાળકાના શ્રીસંઘ ) સંભાળતા હતા. આ પછી વળી પાછેા શત્રુજયના વહીવટ એકાદ સૈકા માટે પાટણના સઘ કે શ્રેષ્ઠી દેશળશાના વંશજો સભાળતા હતા. પછી, ઉપર સૂચવ્યુ. તેમ, એ વહીવટ સ‘ભાળવાની જવાખદારી પાટણ, ખ’ભાત અને રાધનપુરના સાના આગેવાનાની કમિટીને સોંપવામાં આવી હતી.
· જૈન પર‘પરાના ઇતિહાસ' ભાગ ત્રીજા (પૃ૦ ૨૫૭)માં જણાવ્યા પ્રમાણે શ્રી શત્રુજયના વહીવટ, કેટલાક વખત માટે, રાધનપુરના મસાલિયા કુટુંબ હસ્તક પણ રહ્યો હતા. આ કુટુબની એક ધર્મશાળા પણ પાલીતાણામાં છે.
શ્રી સમરાશાહના (પંદરમા) ઉદ્ધાર વિ॰ સ૦ ૧૩૭૧માં થયા તે પછી શ્રી શત્રુ જયને વહીવટ તા, ઉપર જણાવ્યા મુજખ, ત્રણ શહેરાના સ`ઘા દ્વારા સયુક્તપણે ચાલતા રહ્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org