SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થાધિરાજ શ્રી શત્રુ ંજય (૨) વહીવટ અને વિસ્તાર પાટણના સંધ ભેગા કરી પૂછ્યું કે, મહામત્રી વસ્તુપાળે આવી પ્રતિમા બનાવવા માટે મેળવેલી આરસની મેાટી શિલા ( લહી) ભેાંયરામાં સાચવી રાખવામાં આવી છે, તેના ઉપયાગ નવી પ્રતિમા ઘડાવવામાં કરવા કે નવી શિલા લાવવી ? સંઘે નવી શિલા મેળવવાને આદેશ આપ્યા; અને સમરિસંહે એ માન્ય રાખ્યા. આ પ્રસંગ ઉપરથી પણ એમ નક્કી થાય છે કે, શ્રી શત્રુંજયના વહીવટ એ સમયમાં પાટણના સધના હાથમાં જ હતા. પછી એમણે એવી કુનેહ અને ઝડપથી આ કામ કર્યું કે ફક્ત બે વર્ષ પછી જ, વિ॰ સ’૦ ૧૩૭૧માં, આ જિનપ્રાસાદ નવેસરથી 'ધાઈ ને તૈયાર થઈ ગયા, એટલે પછી શ્રેષ્ઠી દેશળશા, આચાર્ય મહારાજ શ્રી સિદ્ધસૂરિની નિશ્રામાં, મેાટો સંઘ લઈને પાલીતાણા પહેાંચ્યા અને ત્યાં ખૂબ માટા ઉત્સવ સાથે, વિ॰ સ૦ ૧૩૭૧ના માહ સુદ ૧૪ ને સામવારના રાજ, આ તીર્થની પ્રતિષ્ઠા કરવામાં આવી, જે પંદરમા ઉદ્ધાર તરીકે વિખ્યાત અનેલ છે. આ ઉપરથી પણ લાગે છે કે, જોકે આ તીર્થ પ્રત્યે ઊંડી ભક્તિ તા આખા દેશના જૈન સઘ ધરાવતા હતા, પણ એની રક્ષા કરવાની અને વ્યવસ્થા સાચવવાની જવાબદારી તા તે કાળે પાટણના સધ જ નિભાવતા હતા. વળી ભાવનગરથી પ્રગટ થતા ‘જૈન ’ સાપ્તાહિકના કાર્યાલય તરફથી વિ॰ સ ૧૯૮૫માં પ્રગટ કરવામાં આવેલ · શ્રી શત્રુજય પ્રકાશ ' નામે પુસ્તકમાં આ અરસાના શ્રી શત્રુ ંજય તીર્થીના વહીવટ સ`ખધમાં જણાવવામાં આવ્યુ છે કે— “ સવત ૧૩૬૯માં મ્લેચ્છ સેના ડુઇંગર ઉપર અઢળક લક્ષ્મી પથરાયેલી છે તેમ સાંભળી ચઢી, પરંતુ કઈ ન મળવાથી ખાલી ઊભેલાં દેશની છૂટીછવાઈ ભાંગફાડ કરીને ચાલી ગઈ. શ્રી સિદ્ધાચળની મુખ્ય દેખરેખ અણુહીલપુરના સંધમાં હોવાથી ત્યાં આ ખબર મળતાં અણુહીલપુરમાં બિરાજતા આચાર્ય શ્રી સિદ્ધસૂરિએ ત્યાંના શેઠ દેસલશાને આ વાતથી વાકેફ કર્યા. દેસલશાહ વૃદ્ધાવસ્થાને લીધે અણહીલપુરમાં રહેતા; જ્યારે તેના પુત્ર સમરાશા (સમરસિ') દિલ્લીમાં રહેતા (પૃ૦ ૮૩), ....સમરાશાના ઉદ્ધાર પછી તીર્થની વ્યવસ્થા દેશલશાને સાંપાણી. તેઓ અણુહીલપુરમાં રહીને તી વ્યવસ્થા સભાળવા ઉપરાંત સંઘસહવત માન યાત્રાર્થે આવીને જાતે તપાસ કરી જતા (પૃ૦ ૮૭). “સમરાશાના ઉદ્ધાર પછીના આ આખા સકામાં દિલ્લીની ગાદી ઉપર અનેક રાજ પલટા થવાથી મારે તેની તલવાર ' જેવું ચાલતું હતું. . આ અશાંતિયુગ વચ્ચે તીની વ્યવસ્થા સમરાશાના વંશજો સંભાળતા હતા. પરંતુ તે પછી સ’૦ ૧૪૬૮માં અહમદશાહ સુલતાને અમદાવાદ વસાવી ગુજરાતનું પાયતખ્ત ત્યાં સ્થાપ્યું, એટલે પાટણના વ્યાપાર પડી ભાંગવાથી વસ્તીનેા માટો ભાગ અમદાવાદ તથા ખંભાત વસવાટ માટે જવા લાગ્યા, તેમ જ સમરાશાના વંશજ સાજણુશાને પણ પાતાની પેઢી ખભાત ફેરવવા ઇચ્છા થઈ, Jain Education International ܕ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy