________________
A
શેઠ આ કરની પેઢીને ઇતિહાસ જૈન સંઘ હસ્તક લેવાની વાતનું જ સમર્થન કરે છે.
આ તીર્થને વહીવટ પાટણ સંઘના હાથમાં હતો અને એક બીજે પણ વધારે સબળ પુરાવે મળે છે.
બાહડ મંત્રીએ વિસં. ૧૨૧૧માં શ્રી શત્રુંજય તીર્થને ચૌદમો ઉદ્ધાર કરાવ્યું તે પછી, બે દાયકા બાદ જ, ગુજરાત એવી ઘેરી રાજદ્વારી અનિશ્ચિતતામાં અટવાઈ ગયું કે, એની શક્તિ ઉત્તરોત્તર વધુ ને વધુ ક્ષીણ થતી ગઈ, એટલું જ નહીં, કેટલાક દાયકા માટે સત્તાનું કેન્દ્ર પાટણના બદલે ધોળકા બન્યું. આ પછી ડાક દાયકા બાદ પિતાની લેહીતરસી જેહાદને લીધે “ખૂની” તરીકેની અપકીતિ પામેલા, અલ્લાઉદ્દીન ખીલજીના સિન્થ ગુજરાત-સૌરાષ્ટ્ર ઉપર મોટું આક્રમણ કર્યું અને ગિરિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થ પણ આ આક્રમણમાંથી બચવા ન પામ્યું. એનાં મંદિર અને મૂર્તિ બને ખંડિત થયાં. આ દુર્ઘટનાથી જૈન સંઘમાં હાહાકાર પ્રવતી ગયે. આ દુર્ઘટના વિ. સં. ૧૩૬લ્માં બની; એટલે બાહડ મંત્રીના ઉદ્ધાર પછી, ૧૫૮ વર્ષ બાદ જ શત્રુંજય તીર્થને ફરી ઉદ્ધાર કરાવવાની જરૂર ઊભી થઈ. - શ્રી શત્રુંજય તીર્થને ભંગ થયાની આ વાત છે, પવનવેગે, ગુજરાત-સૌરાષ્ટ્રમાં તથા ગુજરાતની બહારના જૈન સંઘેમાં પણ પહોંચી ગઈ હતી; છતાં એને તરત જ ઉદ્ધાર કરાવીને અને વહેલામાં વહેલી તકે એની ફરી પ્રતિષ્ઠાને ઉત્સવ ઊજવીને તીર્થોધિરાજની યાત્રા ફરી શરૂ કરાવવા પ્રયત્ન કરવાની ભાવના તે તે વખતના પાટણના ઓસવાળ વંશના શ્રેષ્ઠી દેશળશાના અંતરમાં જ જાગી હતી. અથવા એમ કહેવું જોઈએ કે, આ તીર્થને સત્વર ઉદ્ધાર કરવાની સમસ્ત શ્રીસંઘની ભાવનાને ચરિતાર્થ કરવાનું પુણ્ય સાધન બનવાનું સૌભાગ્ય શ્રેષ્ઠી દેશળશાને લાધ્યું હતું. દેશળશાના પુત્ર સમરસિંહ ભારે કુશળ, સાહસી અને સુલતાન–બાદશાહના રાજ્યશાસનમાં પણ ઘણી લાગવગ ધરાવનાર બાહોશ રાજપુરુષ હતા, અને ધાર્યું કામ પાર પાડવાની શક્તિ અને સૂઝ એમનામાં હતી. ઉપરાંત દિલ્હીના બાદશાહના ગુજરાતના સૂબા અલપખાન સાથે સમરસિંહને દસ્તીને ગાઢ સંબંધ હતો અને એ એની પાસે ધાર્યું કામ કરાવી શકે એમ હતા. એટલે એમને શત્રુંજયના ઉદ્ધારના કાર્યમાં કઈ પણ જાતની મુશ્કેલી ઊભી થાય એવો ભય લાગતે ન હતો. શ્રેષ્ઠી દેશળશાને તો શત્રુંજય તીર્થનો ભંગ થયાની વાત જાણીને પ્રાણુત કષ્ટ જેવી વેદના થઈ. એમણે તે વખતે પાટણમાં બિરાજતા આચાર્ય શ્રી સિદ્ધસૂરિજીને શ્રી શત્રુંજય ગિરિને ઉદ્ધાર કરાવવાની પોતની ભાવના દર્શાવીને એ માટે અનુજ્ઞા માગી. આ પછી તીર્થને ઉદ્ધાર કરાવવાની બધી જવાબદારી સમરસિંહે ઉલ્લાસથી સંભાળી લીધી, અને એ માટેનું બાદશાહી ફરમાન પણ અલપખાન મારફત મેળવી લીધું. આ પ્રસંગે શ્રી યુગાદિદેવ આદીશ્વર ભગવાનની નવી પ્રતિમા ઘડાવવાની વાત આવી ત્યારે સમરસિંહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org