________________
૪૯
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૨) વહીવટ અને વિસ્તાર ઝડપથી વધારો થવા લાગે, એટલે પછી એનું વ્યવસ્થાતંત્ર પણ ખૂબ કાબેલ, કુશળ અને કાર્યદક્ષ હોય એ જરૂરી થઈ પડ્યું.
ગુજરાતમાં સોલંકી રાજ્યશાસનની શરૂઆત થઈ તે પહેલાં શ્રી શત્રુંજય તીર્થને વહીવટ કોણ સંભાળતું હતું અને એ કેવી રીતે ચાલતું હતું, એની નિશ્ચિત માહિતી આપી શકે એવી આધારભૂત સામગ્રી ઉપલબ્ધ નથી. ફક્ત વિક્રમ સંવતના પહેલા-બીજા સૈકામાં પ્રાચીન મધુમતી (વર્તમાન મહુવા) નગરીના શ્રેષ્ઠી ભાવડશા અને એમના પુત્ર શ્રેષ્ઠી જાવડશા આ તીર્થને વહીવટ સંભાળતા હતા અને ઇતિહાસ-યુગમાં આ તીર્થને પહેલે ઉદ્ધાર (ઉદ્ધારના ક્રમ મુજબ તેરમે ઉદ્ધાર) શ્રેષ્ઠી જાવડશાએ કરાવ્યું હતા, એટલી કથારૂપ માહિતી જૈન સાહિત્યમાં (“શ્રી શત્રુંજય માહાસ્ય’, ‘સિત્તેજ કરું, વગેરે અનેક ગ્રંથોમાં) સચવાઈ રહી છે. આ કથા ચેથા પ્રકરણની ૧૫મી પાદોંધમાં વિસ્તારથી આપવામાં આવી છે.
સોલંકી યુગને ગુજરાતના ઈતિહાસના સુવર્ણયુગ તરીકેનું ગૌરવ અપાવનાર બે ગુર્જરપતિ મહારાજા જયસિંહ સિદ્ધરાજ અને મહારાજા કુમારપાળ તથા એ બને ઉપર પ્રભાવ પાડીને એમની પાસે પ્રજાકલ્યાણનાં અને ધર્મ પ્રભાવનાનાં અનેક સત્કાર્યો કરાવનાર કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનાં નામે ખૂબ જાણીતાં છે. ગુર્જર સામ્રાજ્યના સમ્રાટ કે ચક્રવર્તી સમા આ બન્ને રાજવીઓએ શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરી હતી, એટલું જ નહીં, એ મહાતીર્થના નિભાવ માટે સારી એવી ભેટ પણ ધરી હતી. ઉપરાંત, મહારાજા કુમારપાળે તો આ તીર્થની યાત્રા, સંધ સાથે, કરવાને લહાવે પણ લીધું હતું, અને ગિરિરાજ ઉપર જિનમંદિર પણ બનાવરાવ્યું હતું. આ બને ગૂર્જરપતિઓના શાસનકાળ દરમિયાન અનેક શક્તિશાળી જેન રાજપુરુષે તથા શ્રેષ્ઠીઓએ રાજ્યસંચાલનમાં ઘણું મહત્ત્વનો ફાળો આપ્યો હતો. અને એમને હાથે જિનમંદિર, ઉપાશ્રયે, યાત્રાસંઘે વગેરે ધર્મશાસનની પ્રભાવનાનાં અનેક કાર્યો થયાં હતાં, તેથી એમની કીતિ ચોમેર ફેલાઈ ગઈ હતી. આ ઉપરથી એમ જરૂર સમજી શકાય કે, આ સમયમાં શ્રી શત્રુંજય તીર્થને વહીવટ, ગુજરાતના તે સમયના પાટનગર પાટણના જૈન સંઘ અને પાટણના શ્રેષ્ઠીઓ હસ્તક હોવો જોઈએ.
શ્રેષ્ઠી જાવડશાએ ઈતિહાસકાળમાં, વિ. સં. ૧૦૮ના અરસામાં, આ તીર્થને તેરમે ઉદ્ધાર કરાવ્યો તે પછી લગભગ અગિયારસે વરસે, વિ. સં. ૧૨૧૧ની સાલમાં, વાવૃદ્ધ મંત્રીશ્વર ઉદયન મહેતાના મોટા પુત્ર બાહડ મંત્રીએ આ તીર્થને ૧૪ ઉદ્ધાર કરાવ્યું હતું એ વાતનો સામાન્ય નિર્દેશ ચેથા પ્રકરણમાં (પૃ. ૨૨) કરવામાં આવ્યું છે. આ પ્રસંગને લગતી એક કથા પણ, શ્રી શત્રુંજય તીર્થને વહીવટ તે કાળે પાટણના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org