________________
૫
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય
(૨)
વહીવટ અને વિસ્તાર તીર્થધામની પ્રભાવના અને જાહોજલાલીમાં આંતરિક અને બાહા એમ બંને પ્રકારનાં નિમિત્તોથી અભિવૃદ્ધિ થવા પામે છે. આંતરિક કારણું તે, જનસમૂહની જે તે તીર્થધામ પ્રત્યેની આસ્થા અને ભક્તિ; અને બાહ્ય કારણ છે, જે તે તીર્થસ્થાનની સાચવણુ માટેની વ્યવસ્થા તથા યાત્રાળુઓની સારી રીતે રક્ષા કરી શકે અને સગવડ સાચવી શકે એ વહીવટ. બીજાં બીજાં કાર્યો કે ક્ષેત્રેની વ્યવસ્થા કરતાં તીર્થસ્થાનને તેમ જ કોઈ પણ ધાર્મિક ક્ષેત્રને વહીવટ સંભાળતા વ્યવસ્થાતંત્રમાં મોટા અને પાયાને તફાવત એ હોય છે કે, ધાર્મિક બાબતોને લગતું વ્યવસ્થાતંત્ર ભાવનાશીલતા, ભક્તિપરાયણતા અને ધર્માનુરાગથી સુરભિત હેવું જોઈએ. આવું ગુણિયલ વ્યવસ્થાતંત્ર જ યાત્રાળુ ભાઈઓ-બહેનની ધર્મભાવનાને સરખી રીતે ન્યાય આપીને એમને વધારે પ્રમાણમાં આકર્ષી શકે અને તીર્થના મહિનામાં વધારો કરી શકે.
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય તરફની જેન સંઘની શ્રદ્ધા-ભક્તિ તે એક પ્રાચીન કાળથી જીવતરૂપે ચાલી આવે છે. કેઈ અઘારણ સંકટને કારણે ક્યારેક આ મહાતીર્થની યાત્રા કરવાનું, અમુક વખત માટે, સ્થગિત કરી દેવું પડ્યું હોય તેવા સમયમાં પણ શ્રીસંઘની ભાવના તે આ તીર્થની યાત્રા કરવાની જ હોય છે; અને યાત્રા કરવાના સગે વહેલામાં વહેલા ઊભા થાય એ માટે દરેક પ્રકારના પ્રયત્ન પૂરી નિષ્ઠાથી કરવામાં આવે છે.'
પ્રાચીન કાળમાં આ તીર્થની યાત્રાએ નાના-મોટા અનેક સંછે તેમ જ એકલવાયાં ધર્માનુરાગી ભાઈઓ-બહેને દૂરથી તથા નજીકથી આવતાં રહેતાં હતાં. પણ વાહનવ્યવહારની ઓછી સગવડવાળા અને ચેર-ડાકુઓના વધારે ભયવાળા એ યુગમાં યાત્રા કરવા નીકળવું એ બહુ મુશ્કેલ લેખાતું, તેથી યાત્રાળુઓની સંખ્યા મર્યાદિત રહેતી. વળી, સેંલકી યુગ પહેલાં શ્રી શત્રુંજય તીર્થ ઉપરનાં સ્થાપત્યોની સંખ્યા પણ મર્યાદિત હતી, એટલે એ તીર્થની સંભાળ અને એના યાત્રાળુઓની સગવડ માટે મર્યાદિત વ્યવસ્થાતંત્રથી પણ કામ ચાલી રહેતું હતું. પણ ત્યારબાદ સોલંકી યુગમાં અને તે પછીના સમયમાં ગિરિરાજ ઉપર નાનાં-મોટાં દેવમંદિરની તેમ જ યાત્રાળુઓની સંખ્યામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org