________________
૪૭
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૧) પવિત્રતા અને પ્રાચીનતા
(૩) વિક્રમની સોળમી સદીના ઉત્તરાર્ધમાં થયેલ કવિ ખીમાએ રચેલ “શત્રુંજયચૈત્ય-પરિપાટી ની આઠમી ચોપાઈમાં આ વાતનો નિર્દેશ આ રીતે કરવામાં આવ્યું છે—
તિહાં ડાઈ અનેપમશર અછઈ સ્વર્ગારોહણ વંદૂ પછઈ; વાધિણિ ખૂિ હિલઈ બારિ આગલિ પુહતુ પેલિ પગારિ. ૮.
આ ત્રણેય ઉલેખ પ્રમાણે, વાઘણપોળની બહારના ભાગમાં, અનેપમાં સરોવરના કિનારા પાસે જ, સ્વરહિણપ્રાસાદ બનાવવામાં આવ્યો હતો, જે તે વખતે નેમિનાથની ચેરીના દેરાસરની નજીક જ હશે.
વળી, શ્રી દેવવિમલ ગણિએ સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં રચેલ “હીરસૌભાગ્ય” કાવ્યમાં જ્યાં જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજીએ શ્રી શત્રુંજયનાં દેરાસરનાં દર્શન કર્યાનું લખ્યું છે, એમાં (સર્ગ ૧૬, શ્લેક ૪૬માં) પણ સ્વર્ગારોહણપ્રાસાદનું નામ મળે છે.
ઉપર ટાલ શ્રી દેવચંદ્રજીની પરિપાટીની કડીમાં તથા અજ્ઞાતકર્તક પરિપાટીની કડીમાં ભગવાન ઋષભદેવની પ્રતિમાનું “ત્રિહુરૂપે”—ત્રણ રૂપમાં-દર્શન કર્યાનું લખ્યું છે, તેની કથા આનંદ અને ભક્તિભાવ ઉપજાવે એવી છે. આ કથાને ભાવ સંક્ષેપમાં એ છે કે, રાજા ઋષભદેવે દીક્ષા લેવાની પૂર્વતૈયારી રૂપે, એક બાજુ વાર્ષિક દાન આપ્યું અને બીજી બાજુ પિતાનું રાજ્ય પિતાના એક પુત્રને વહેંચી આપ્યું; તે પહેલાં કચ્છ અને મહાકરછના પુત્રો નમિ અને વિનમિ, રાજા ઋષભદેવની આજ્ઞાથી. પરદેશ ગયા હતા એટલે એમને રાજ ઋષભદેવ પાસેથી કશી જ સંપત્તિ કે જમીન ભેટ મળી ન હતી.
તેઓ પરદેશથી પાછા આવ્યા, ત્યારે એમણે જાણ્યું કે રાજા ઋષભદેવ તે, પિતાના સર્વસ્વ ત્યાગ કરીને, આત્મસાધનામાં લીન થઈ ગયા છે. પણ સાવ ભેળા સ્વભાવના નમિ-વિનમિને તે ભગવાન પાસેથી પિતાને ભાગ મેળવવો જ હતું, એટલે તેઓ ધ્યાનમૌનમાં રહેલ ભગવાનની પાસે જઈને યાચના કરવા લાગ્યા. પણ ભગવાન તે ન કશું બેલે કે ન ચાલે. પણ એ બેય જણા તે, તલવારની ધારની જેમ, પૂરા ભક્તિભાવથી ભગવાનની સેવા કરવા લાગ્યા. આથી ભગવાને તે પ્રસન્ન ન થયા, પણ પ્રભુના સેવક નાગરાજ ધરણેન્દ્ર એમના ઉપર પ્રસન્ન થઈને, એમને ખેચરી વિદ્ય: આપીને, એમને વિદ્યાધરની ઋદ્ધિ-સિદ્ધિ આપી.
નમિ-વિનમિની તલવારની ધાર જેવી સેવાની યાદમાં જ્યાં પણ ભગવાન ઋષભદેવની પ્રતિમાની આસપાસ નમિ-વિનમિ વિદ્યાધરની મૂર્તિઓ મૂકવામાં આવે છે, ત્યાં ભગવાનની બને બાજુ તલવારનું શિ૯૫ કાતરવામાં આવે છે. આ તલવારનું પાનું એટલુ ચકચકિત કલ્પવામાં આવે છે કે એ બન્નેમાં ભગવાનની પ્રતિમાનાં પ્રતિબિંબ પડે છે; અને તેથી ભગવાનનાં ત્રણ રૂપ જોવા મળે છે. “ત્રિહરૂપ ”ને આ ભાવ છે.
(“જૈન ધર્મ પ્રકાશ”ના ઉપર ટાંકવામાં આવેલ લખાણમાં રાયણુપગલાં પાસેની દેરીમાં નમિવિનમિની મૂર્તિઓ યુક્ત ભગવાન ઋષભદેવની ઊભી પ્રતિમા હોવાનું લખ્યું છે, એમાં બે ઊભી તલવારોનું શિલ્પ પણ કરવામાં આવ્યું છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org