________________
તથધિરાજ શ્રી શત્રુંજય (૨) વહીવટ અને વિસ્તાર હશે; પણ આ વ્યવસ્થા કેટલે વખત ચાલુ રહી અને એમાં ક્યારે કેવી જાતને ફેરફાર થયે, એની ચોક્કસ માહિતી કે નેંધ મળતી નથી. એટલે તીર્થાધિરાજને વહીવટ સંભાળવાની આવી જ કેઈ વ્યવસ્થાથી તે વખતે કામ ચાલતું હશે એવું અનુમાન થઈ શકે છે.
પણ આ અરસામાં તીર્થની રક્ષા તથા સારસંભાળ અંગે જરૂરી ગોઠવણ તે કરવામાં આવી જ હશે, તે છતાં તીર્થના ખંડનને બનાવ બન્યો હતો. શ્રી સમરાશાહે વિ. સં. ૧૩૭૧માં તીર્થને ઉદ્ધાર કરાવ્યો, તે પછી ફરી પાછા કેઈક સમયે મુસલમાનેએ તીર્થ ઉપર આક્રમણ કરીને તીર્થને નુકસાન પહોંચાડ્યું અને મૂળનાયક ભગવાનની પ્રતિમાને પણ ખંડિત કરી. આ ભાંગફોડ ક્યા વર્ષમાં થઈ એ ચેકકસ જાણવા મળતું નથી. પણ આ નુકસાન એવું મોટું હતું કે જેથી મંદિરને (તીર્થને) ઉદ્ધાર કરાવીને ફરી પ્રતિષ્ઠા કરાવવી પડે. પણ આ સમય દરમિયાન મુસલમાન શાસકોએ, પિતાની જેહાદ જેવી રીત-રસમોથી, ભય અને બિનસલામતીની એવી લાગણી ઊભી કરી હતી કે જેથી જૈન સંઘ તરત જ શરૂ કરવા જેવું આ કાર્ય પણ સમયસર હાથ ધરી શક્યો ન હતો; અને કેટલાક ભાવિક યાત્રિકે, જોખમ ખેડીને પણ, એ તીર્થની યાત્રાએ છૂટાંછવાયાં જતાં અને ખંડિત પ્રતિમાનાં દર્શન કરીને યાત્રા કરવાની પિતાની ભાવના પૂરી કરતાં. આ રીતે જેઓ ધર્મભાવનાથી પ્રેરાઈને યાત્રા માટે સાહસ ખેડતાં એમની પાસેથી યાત્રા કરવા માટે ૧, ૨, ૫ કે ૧૦ રૂપિયા અને, ક્યારેક તે, સોનામહોર સુધ્ધાં વસૂલ કરવામાં આવતી અને યાત્રિકોને લાચાર બનીને એ આપવી પણ પડતી.૧૦
એક રીતે કહીએ તે, તીર્થાધિરાજનાં યાત્રિકે માટે (અને બીજાઓ માટે પણ) આ સમય આતંક, અરાજકતા અને ઘણી કનડગત વચ્ચે યાત્રા કરવાનું મુશ્કેલીભર્યો સમય હતો. આ રીતે સમરાશાહના ઉદ્ધાર પછી બે સિકા જેટલું લાંબે ગાળો અનિશ્ચિતતામાં નીકળી ગયો; તેમાંય આ સમયના છેલ્લા કેટલાક દસકા તે આ તીર્થ અને આ તીર્થનાં યાત્રિકો માટે વિશેષ કપરા હતા, અને હવે આ તીર્થના ઉદ્ધારને સમય પાકી ગયા હોય એમ લાગતું હતું.
વિક્રમના સોળમા સૈકા દરમિયાન કોઈક સમયે, આ તીર્થ ઉપર આક્રમણ કરીને, મુસલમાને એ ત્યાં ઘણી ભાંગફોડ કરી હતી, એટલું જ નહીં પણ, ઉપર સૂચવવામાં આવ્યું છે તેમ, મૂળનાયક ભગવાન ઋષભદેવની પ્રતિમાને પણ ખંડિત કરી હતી, તેથી શ્રીસંઘ ખૂબ ચિંતામાં મુકાઈ ગયો હતો. આવી ચિંતાકારક સ્થિતિમાં ચિત્તોડના શ્રેષ્ઠી કર્મશાહનું ધ્યાન આવી અતિ શોચનીય પરિસ્થિતિ તરફ ગયું એટલે એમને આ તીર્થને સત્વર ઉદ્ધાર કરાવવાની જરૂર લાગી. એમનું મરમ જાણે આ ચિંતાથી વ્યાપ્ત થઈ ગયું અને તેઓ આ કાર્ય પૂરું કરવાના પ્રયત્નમાં તન-મન-ધનથી પરોવાઈ ગયા. ગુજરાતના (ચાંપાનેરના) સુલતાન બહાદુરશાહ સાથેના સારા સંબંધને કારણે, એમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org