________________
પ૪
શેઠ આ૦ કરની પઢીને ઇતિહાસ શત્રુંજયને ઉદ્ધાર કરવાની અનુમતિ આપતું બાદશાહી ફરમાન પણ મેળવ્યું. તે પછી એમણે આ ઉદ્ધાર કરવાની અનુજ્ઞા કઈ શહેરના સંઘ પાસેથી મેળવ્યાને ઉલ્લેખ નથી મળતો, કે જે સંઘ ગિરિરાજ શ્રી શત્રુંજયને વહીવટ સંભાળતે હેય. શ્રેષ્ઠી કર્મશાહ ચાંપાનેરથી ખંભાત જઈને પિતાના ગુરુ ઉપાધ્યાય શ્રી વિનયમંડન પાઠકને શત્રુંજયના ઉદ્ધારની બાદશાહી અનુમતિ મળ્યાની વાત કરે છે અને, એમની પાસેથી આ કામ જલદી શરૂ કરવાને આદેશ મેળવીને, પાલીતાણું પહોંચીને ઉદ્ધારના કામની શરૂઆત કરાવે છે.
બાદશાહ બહાદુરશાહ વિ. સં. ૧૫૮૩ના ભાદ્રપદ માસમાં ગાદીએ બેઠે હતે અને કર્માશાહે કરાવેલા ૧૬મા ઉદ્ધારની પ્રતિષ્ઠા વિ. સં. ૧૫૮૭માં વૈશાખ વદિ ૬ ને રવિવારના રોજ કરાવવામાં આવી હતી;૧૧ એ ઉપરથી લાગે છે કે, મંત્રી કમશાહે આ ઉદ્ધારનું કામ, શ્રેષ્ઠીવર્ય સમરાશાહના પંદરમો ઉદ્ધારની જેમ, ખૂબ ઝડપથી, બે-ત્રણ વર્ષમાં જ પૂરું કરાવ્યું તેવું જોઈએ.૧૨
આ દરમિયાનમાં, આ ઉદ્ધારથી એક સિકા કરતાં પણ વધુ સમય પહેલાં, બાદશાહ અહમ્મદશાહ વિ. સં. ૧૪૫૪માં ગુજરાતની ગાદી પર બેઠે હતો અને એણે વિ. સં. ૧૮૬૮માં ૧૩ પિતાના નામથી, સાબરમતી નદીને કિનારે, નવું નગર અમદાવાદ વસાવીને, અણહિલપુર પાટણના બદલે, એને ગુજરાતની રાજધાની બનાવ્યું હતું. આમ છતાં, અમદાવાદની સ્થાપના અને શ્રેષ્ઠી કમ્મશાહના ઉદ્ધાર વચ્ચેના ૧૧૯ વર્ષ જેટલા લાંબા સમય દરમિયાન શત્રુંજયને વહીવટ અમદાવાદના જૈન સંઘે કે બીજા કયા શહેરના સંઘે સંભાળ્યું હતું, એની ચોક્કસ માહિતી ઉપલબ્ધ થતી નથી.
આ પછીને સમય એટલે કે કર્મશાહના ઉદ્ધારના સે ળમી સદીના અંત ભાગથી શરૂ કરીને તે અઢારમી સદીના દેઢેક દસકા સુધીને આશરે સવા વર્ષ જેટલો સમય, ભારતવર્ષના ઈતિહાસમાં, એકંદરે સુખ-શાંતિને ગણી શકાય એ સમય હતે ૧૪ અને ધર્મઝનૂની ઔરંગજેબ દિલ્લીની ગાદીએ બેઠે તે પછી ફરી પાછી પ્રજાની સુખ-શાંતિને ભંગ થયો હતો. સુખ-શાંતિના આ સમય દરમ્યાન, જૈન સંઘના પ્રભાવક આચાર્ય જગદગુરુ શ્રી હીરવિજયસૂરિજી વગેરે શ્રમણભગવતે, અન્ય ધર્મોના ગુરુઓ, દેશના વગદાર અગ્રણીઓ તથા ભારતસમ્રાટ અકબર વગેરે બાદશાહો વચ્ચેના સારા સંબંધને લીધે, જૈન શાસનની વિશેષ પ્રભાવના થઈ હતી તથા પ્રજાની ભલાઈનાં અનેક કાર્યો પણ થયાં હતાં. આ અરસામાં જેમ શ્રી શત્રુંજય વગેરે જૈન તીર્થોનાં માલિકી-હક્કોનાં અનેક બાદશાહી ફરમાને જૈન સંઘને મળ્યાં હતાં તથા અહિંસા-અમારિ-પ્રવર્તનનું ધર્મકાર્ય સારા પ્રમાણમાં થયું હતું, તેમ દેશની હિંદુ પ્રજાને અન્યાય અને પીડા કરનાર જજિયાવેરી પણ નાબૂદ થયો હતો. ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org