SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૨) વહીવટ અને વિસ્તાર | વિક્રમની સત્તરમી સદીના ઉત્તરાર્થના પહેલા દસકા આસપાસથી અમદાવાદના નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રભાવ દિલ્લી અને ગુજરાતના શાસકે ઉપર, જેના સંઘમાં તેમ જ પ્રજામાં, ધીમે ધીમે, વિસ્તરવા લાગ્યો હતે; અને એમની ધર્મ માટેની ધગશ, કાર્યકુશળતા, બાહોશી અને રાજદ્વારી કુનેહને લીધે તેઓ ભારતના જૈન સંઘના મુખ્ય અગ્રણી બન્યા હતા. અને મુગલ રાજશાસક પાસે પણ એમનું ઘણું ચલણ હતું. એ રીતે અમદાવાદના જૈન સંઘનું સ્થાન જૈન શાસનમાં આગળ પડતું થતું જતું હતું અને એની ખ્યાતિ “જૈનપુરી” અને “રાજનગર તરીકે વિસ્તરવા લાગી હતી. એટલે, જગદગુરુ શ્રી હીરવિજયસૂરિજી વગેરે શ્રમણ ભગવંતના જ્ઞાન અને ચારિત્રથી પ્રભાવિત થઈને, સમ્રાટ અકબર તથા બીજા મુગલ સમ્રાટે એ જૈન સંઘને કરી આપેલ શ્રી શત્રુંજય વગેરે તિર્થોનાં માલિકી-હક્કોનાં ફરમાનેની સાચવણી અને એના અમલની દેખભાળ કરતાં રહેવાની જવાબદારી અમદાવાદના શ્રીસંઘે તથા મુખ્યત્વે નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીએ તેમ જ એમના ઉત્તરાધિકારીઓએ સંભાળી લીધી હતી.૧૭ આ રીતે, કેમે ક્રમે, સમય જતાં, શ્રી શત્રુંજય તીર્થને વહીવટ પણ અમદાવાદ શહેરના શ્રીસંઘના હસ્તક આવત ગયે. આ સમય દરમિયાન અમદાવાદ ગુજરાતનું પાટનગર બન્યાને બેએક સિકા વીતી ગયા હતા. આ બાબતમાં વિશેષ નોંધપાત્ર બીના એ છે કે, શ્રી શત્રુંજય તીર્થને વહીવટ અમદાવાદના સંઘના હાથમાં આવી ગયા પછી એ વ્યવસ્થિત, સ્થિર અને વહીવટનું સ્થાન બદલાવવાની ચિંતાથી સર્વથા મુક્ત બન્યા હત; અને આમ થવાનું કારણ નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી, એમના ધર્મપ્રભાવક ઉત્તરાધિકારીઓ અને અમદાવાદના સંઘના ધર્મસેવા-પરાયણ અગ્રણીઓની તીર્થરક્ષા માટેની ધગશ અને નિષ્ઠાભરી કામગીરી જ કહી શકાય. અલબત્ત, આમાં ભારતના જૈન સંઘે અને એમના અગ્રણીઓના વિશ્વાસ અને ઉદાર સહકારને ફાળ પણ સેંધપાત્ર કહી શકાય એવો છે જ, એમાં શક નથી. - આ બધી માહિતી ઉપરથી, સોલંકીયુગથી શરૂ કરીને તે અત્યાર સુધી, શ્રી શત્રુંજય તીર્થને વહીવટ કયાં કયાં શહેરેએ સંભાળે, એનું તારણ કાઢીએ તો, કંઈક એવું અનુમાન થઈ શકે છે કે, છેલ્લાં આશરે એક હજાર વર્ષ દરમિયાન, જે શહેર ગુજરાતનું પાટનગર બનવાનું ગૌરવ ધરાવતું હતું એ, મોટે ભાગે, ગિરિરાજ શત્રુંજયના વહીવટની જવાબદારી સંભાળતું હતું. જે અરસામાં, અર્થાત્ વિક્રમની સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં, શ્રી શત્રુંજય તીર્થની સંભાળ રાખવાની તથા તીર્થના યાત્રિકો માટે પાલીતાણા શહેરમાં જરૂરી સગવડ કરી આપવાની જવાબદારી અમદાવાદ શહેરના જૈન સંઘના અગ્રણીઓના હાથમાં આવવાની શરૂઆત થઈ, તેના કેટલાંક વર્ષ પહેલાં સૌરાષ્ટ્રના ગોહિલવાડ વિભાગના ગારિયાધાર-પાલીતાણા પરગણા ઉપર ગોહિલ વંશના રાજવીઓનું શાસન સ્થિર થવા લાગ્યું હતું. આમ થવાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy