SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ આ પહેલાંના સમયમાં આ વિભાગ ઉપર ગાયકવાડની રાજસત્તાનું કેટલુંક આધિપત્ય હતું, તેમ જ ભાવનગરના ગોહિલ રાજવીઓનું જે કંઈ ચલણ હતું, એને પણ અંત આવ્યું હતું. આમ છતાં પાલીતાણા રાજ્ય ગાયકવાડ સરકારનું ખંડિયા રાજ્ય હતું.૮ અને તેથી એને ગાયકવાડ સરકારને, ઘણું કરીને, દર વર્ષે આઠેક હજાર રૂપિયા ખંડણી તરીકે, ઈસ્વી સનની ઓગણીસમી સદીના પૂર્વાર્ધ સુધી, આપવા પડતા હતા, એવા પુરાવા મળે છે. વસ્તુસ્થિતિ આવી હોવા છતાં એકંદર રીતે શ્રી શત્રુંજય તીર્થ અને પાલીતાણા શહેર અંગે ઊભી થતી મુશ્કેલીને નિકાલ લાવવાની બાબતમાં, એક જ રાજસત્તાની સાથે વાતચીત અને વાટાઘાટ કરવાની જરૂર રહેવાથી, જૈન સંઘને માટે, એ કામ કંઈક સરળતાવાળું બની ગયું હતું. એટલે જ્યારે જ્યારે આવો કોઈ પણ પ્રશ્ન કે પ્રસંગ ઊભે. થતા ત્યારે શ્રી રાજનગર-અમદાવાદના શ્રીસંઘના આગેવાને, અન્ય સ્થાનના શ્રીસંઘે અને વગદાર અગ્રણીઓનો સહકાર લઈને, શરૂઆતમાં ગારિયાધારમાં રહેતા અને પછીથી પાલીતાણા આવીને વસેલા ગોહેલ રાજવીઓ સાથે વાટાઘાટ કરીને એનો નિકાલ કરવા પ્રયત્ન કરતા; અને એમાં એમને એકંદરે સફળતા પણ મળતી. - શ્રી શત્રુંજય તીર્થ અને એ તીર્થનાં યાત્રાળુઓની રક્ષા કરવાના પાલીતાણું રાજ્ય અને જૈન સંઘ વચ્ચે થયેલ રખોપાના કરારના જે દસ્તાવેજો સચવાઈ રહ્યા છે, તેમાં સૌથી જૂની દસ્તાવેજ વિસં. ૧૭૦૭નો એટલે આજથી (વિ. સં. ૨૦૩૬માં) આશરે સવા ત્રણ વર્ષ જેટલો જૂનો છે. આ કરાર એક બાજુ તે વખતની રાજધાની ગારિયાધારમાં રહેતા પાલીતાણુના રાજવી ગોહેલ કાંધાજી અને બીજી બાજુ સમસ્ત જૈન સંઘ વતી નગરશેઠ શ્રી શાંતિદાસ સેસકરણ ઝવેરી અને શેઠશ્રી રતન તથા સૂરા નામે બે ભાઈઓ વચ્ચે વિ. સં. ૧૭૦૭ના કારતક વદિ ૧૩ ને મંગળવારના રોજ થયે હતો.૧૯ આ દસ્તાવેજ ઉપરથી પણ એ સ્પષ્ટ થાય છે કે, વિક્રમની સત્તરમી સદીના ઉત્તરાર્ધ અને અઢારમી સદીના પૂર્વાર્ધમાં શ્રી શત્રુંજય તીર્થનો વહીવટ અમદાવાદના જૈન સંઘના અગ્રણીઓ હસ્તક આવી ગયે હ; અને એમાં નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને ફાળો ઘણું મહત્ત્વનો હતો. આ પછી, જેમ જેમ સમય વીતતે ગમે તેમ તેમ, શ્રી શત્રુંજય તીર્થના વહીવટની જવાબદારી, બીજા કેઈ સ્થાનના જૈન સંઘ પાસે જવાને બદલે, અમદાવાદના સંઘના અગ્રણીઓ પાસે જ વધારે સ્થિર અને દઢ થતી ગઈ; અને સમય જતાં, આ વહીવટ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના નામથી ચાલવા લાગ્યો, જે અત્યારે પણ એ નામથી જ ચાલી રહ્યો છે. આની વિગતો હવે પછીના (છઠ્ઠા) પ્રકરણમાં આપવામાં આવી છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy