SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થાધિરાજ શ્રી શત્ર‘જય (૨) વહીવટ અને વિસ્તાર એક ખુલાસા “ટોડ રાજસ્થાન ” ( Annals of Rajasthan ) નામે ઐતિહાસિક ગ્રંથના વિખ્યાત લેખક અને રાજસ્થાનના પોલિટિકલ એજન્ટ ક લ જેમ્સ ટોડે “ Travels in Western India ' (પશ્ચિમ ભારતનો પ્રવાસ) નામે ગ્રંથ લખ્યા છે.૨૦ એમાં તેએએ શ્રી શત્રુંજય તી અને પાલીતાણા શહેરનો પ્રવાસ કરેલા તેનુ' વર્ણન ૧૪મા પ્રકરણમાં (પૃ૦ ૨૭૪-૩૦૨) કર્યું" છે. આ વનમાં (પૃ૦ ૨૯૩-૨૯૪) તેઓએ એ વખતે શ્રી શત્રુંજય તીર્થનો વહીવટ કાણુ સભાળતુ હતુ, એ અંગેની જે માહિતી આપી છે, તે આ પ્રમાણે છે— "The temporalities of Adnath are managed by a committee of wealthy lay-votaries from the chief cities, as Ahmedabad, Baroda, Puttun, Surat etc. These nominate resident and ambulatory agents, who receive the offerings of the devout, carry them to account, and note the disbursements for repairs, daily oblations of frankincense or saffron, the feeding of the sacred pigeons, the animals whose lives have been redeemed from sacrifice, or worn-out kine, which find pension and pasture within the holy precincts." અર્થાત્ “ આદિનાથનાં દેરાસરાની મિલકતની વ્યવસ્થા અમદાવાદ, વડોદરા, પાટણ, સૂરત વગેરે મુખ્ય શહેરાના ધનવાન ગૃહસ્થ ભક્તોની કમિટી સ'ભાળે છે. આ કમિટી માણસાની નિમણૂક કરે છે, જે સ્થાનિક અને સમયે સમયે બદલાતા રહેતા ભક્તોએ આપેલી ભેટા સ્વીકારે છે, તેની ચાપડામાં નોંધ કરાવે છે, અને સમારકામના, ધૂપના અને કેસરના ખર્ચની ચુકવણીની નાંધ રાખે છે; પવિત્ર કબૂતરાને ચણ નાખે છે, ખલિદાન થતાં બચાવી લેવામાં આવેલ પશુઓને, ઘરડી ગાયાને ખવરાવે છે અને એ પવિત્ર સ્થળની હદમાં એમને સાચવવાની અને ચરાવવાની વ્યવસ્થા કરે છે.” ૧૭ કલ જેમ્સ ટોડે પોતાના પ્રવાસ તા. ૧-૬-૧૮૨૨ના રાજ શરૂ કર્યાં હતા અને શ્રી શત્રુંજય તી અને પાલીતાણા શહેરની મુલાકાત એમણે તા. ૧૭-૧૧-૧૮૨૨ના રાજ લીધી હતી. આ વખતે તે શ્રી શત્રુ'જય તીથને વહીવટ શેઠ આણુંદજી કલ્યાણુજીની પેઢીના નામથી જ ચાલતા હતા, એટલું જ નહીં, કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ કેપ્ટન આર. ખાનવેલની દરમિયાનગીરીથી, પાલીતાણા રાજ્યને, રખેાપાના, વાર્ષિક રૂ. ૪૫૦૦/-આપવાના દસ વર્ષના ખીને કરાર, તા. ૮-૧૨-૧૮૨૧ના રાજ, જૈન સંઘની વતી શેઠ આણંદજી કલ્યાણજીએ જ કર્યાં હતા. વસ્તુસ્થિતિ આવી હાવા છતાં, કર્નલ જેમ્સ ટોડને શ્રી શત્રુ ંજય તીના વહીવટ, ઉપર નાંધ્યું' તેમ, “ અમદાવાદ, વડાદરા, પાટણ, સૂરત વગેરે મુખ્ય શહેરાના ધનવાન ગૃહસ્થ ભક્તો સભાળે છે” એવી < Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy