________________
४
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય
(૧)
પવિત્રતા અને પ્રાચીનતા
શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની અનેકમુખી કાર્યવાહીનો વિચાર કરતાં તીર્થાધિરાજ શ્રી શત્રુંજયના મહિમાના અને એના ધર્મ ભાવના-અભિમુખ વહીવટના વિચાર કરવાનુ` સહજપણે પ્રાપ્ત થાય છે; અને છેલ્લા ત્રણથી ચાર સૈકા દરમિયાન થયેલ આ મહાતીર્થના વિસ્તાર તથા વહીવટનો વિચાર કરતાં શેઠ આણુ‘દજી કલ્યાણુ જીની પેઢીની કામગીરીનુ` સહેજે સ્મરણ થઈ આવે છે. પેઢી અને આ તીથૅ વચ્ચે, છેલ્લા ત્રણ-ચાર સકા દરમિયાન, આવા નિકટના અને અભિન્ન સંબંધ ખધાઈ ગયા છે. અને એને લીધે પેઢીનાં નામ અને કામ દેશભરમાં ખૂબ જાણીતાં થઈ ગયાં છે.
Jain Education International
માનવીની ધર્મશીલતા પાંગરવા લાગે છે ત્યારે એ, શ્રદ્ધા, ભક્તિ અને સમર્પણની ભાવનાથી પ્રેરાઈને, પેાતાની સ'પત્તિના, ન કલ્પી શકાય એટલા મેાટા પ્રમાણમાં, કેવી ઉદારતાથી સદ્વ્યય કરે છે અને કેવાં કેવાં જાજરમાન દેવપ્રાસાદા તથા ધર્મતીર્થીનુ સર્જન અને રક્ષણ કરે છે, એના શ્રેષ્ઠ અને કદાચ અનન્ય કહી શકાય એવા દાખલે તીર્થાધિરાજ શ્રી શત્રુંજયમાં જોવા મળે છે. માનવીની ધર્મભાવના અને એની પોતાના આરાધ્ય દેવ પ્રત્યેની અખંડ ભક્તિના સુભગ સંગમ આવાં તીર્થ ધામેામાં જોવા મળે છે. શ્રી શત્રુંજય તી એમાં મુગટમણની જેમ શે।ભી રહ્યું છે, અને તેથી એનેા મહિમા અનેક ગ્રંથામાં, ભાવપૂર્ણાંક, વર્ણવવામાં આવેલ છે.૧ જૈન સંઘ ઉપર એનેા કેટલેા ધેા અસાધારણ પ્રભાવ છે! શ્રીસઘમાં સૌકેઈ એ તીની, છેવટે જીવનમાં એકાદ વાર પણુ, યાત્રા કરવાની કેવી ઉત્કટ તમન્ના સેવતા હાય છે અને એ મહાતીર્થની યાત્રા કરીને પોતાની જાતને કેટલી કૃતકૃત્ય થયેલી સમજે છે, તે સુવિદિત છે. માનવસ'સ્કૃતિના આદિ સ્થાપક ભગવાન ઋષભદેવ આ તીર્થસ્થાનમાં પૂર્વ ૯૯ વાર સમે સર્યા ( પધાર્યા) હતા,૨ એ પર પરાના પુણ્યસ્મરણ અને યથાશકય અનુકરણ નિમિત્તે, ગિરિરાજ ઉપર શાભતા આ મહાતીર્થની ૯૯ યાત્રા કરવી એ જીવનના મોટા લહાવા ગણાય છે. અને અનેક ભાવિક જના, શારીરિક કષ્ટો અને ખીજી અગવડોની ચિંતા કર્યાં વગર, તપ, વ્રતા અને ધર્મ ક્રિયાઓનુ` યથાશક્તિ પાલન કરીને, અંતરના ઉલ્લાસથી, નવાણું યાત્રા કરવામાં પોતાના જીવનની કૃતાતા અને આત્માની ઉન્નતિ સમજે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org