SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠ આ૦ ક0ની પેઢીને ઇતિહાસ આ તીર્થની ખ્યાતિ “પ્રાયઃ શાશ્વત તીર્થ તરીકેની હોવાના કારણે એની કીતિગાથા ઈતિહાસકાળ અને તે પહેલાંના સુદીર્ઘ પ્રાચીન સમય સુધી વિસ્તરેલી જોવા મળે છે. આ તીર્થ સાથે ભગવાન ઋષભદેવનું નામ જે રીતે સંકળાયેલું છે, તેથી એ ભગવાન ઋષભદેવના તીર્થ તરીકે વિખ્યાત બનેલું છે. વળી, ભગવાન ઋષભદેવને પ્રથમ ગણધર શ્રી પુંડરીકસ્વામી આ ગિરિ ઉપર જ મોક્ષે પધાર્યા હતા, આ બીને પણ આ તીર્થની પવિત્રતા અને પ્રાચીનતાની સાક્ષી પૂરે છે. આ તીર્થ શ્રી પુંડરીક ગણધરની નિર્વાણભૂમિ હોવાથી પુંડરીક ગિરિ તરીકે ઓળખાય છે. વળી, અસંખ્ય આત્માઓ અહીં આત્મસાધના કરીને મોક્ષે ગયેલા એટલે કે સિદ્ધિપદને પામેલા હોવાથી સિદ્ધક્ષેત્ર કે સિદ્ધાચલ તરીકે પણ આ તીર્થ વિખ્યાત બનેલ છે. આ રીતે આ તીર્થભૂમિના અણુઅણુમાં પવિત્રતાને વાસ હોવાથી એને પરમ પવિત્ર માનવામાં આવે છે. આ મહાતીર્થની પવિત્રતાની ભાવના એ, છેક પ્રાચીન સમયથી લઈને તે વર્તમાન સમય સુધી, જૈન સંઘ ઉપર કેટલે બધે પ્રભાવ વિસ્તાર્યો છે, તે સુવિદિત છે. ઈતિહાસ કહે છે કે, આ પ્રભાવ ઉત્તરોત્તર વધતો જ રહ્યો છે અને જ્યારે પણ, રાજકીય ઝંઝાવાત કે એવા જ કેઈ બાહ્ય કે આંતરિક કારણે, આ તીર્થની આશાતના થઈ છે, એના ઉપર આક્રમણ થયું છે અથવા આ તીર્થની યાત્રા કરવાનું મેકૂફ રાખવાને દુઃખદ વખત આવે છે, ત્યારે સમસ્ત શ્રીસંઘે વજપાત જે આઘાત અને અંગવિ છેદ જેવી કારમી વેદનાને અનુભવ કર્યો છે. અને આ મહાન તીર્થ ઉપર આવી પડેલા સંકટના નિવારણ માટે શ્રીસંઘે તન-મન-ધનના સમર્પણભાવથી કામ કરવામાં લેશ પણ વિલંબ ન થાય કે કચાશ ન રહે એની પૂરેપૂરી જાગૃતિ રાખી છે; અને જ્યારે એવી આપત્તિ દૂર થવા પામી છે ત્યારે જ એણે નિરાંતનો શ્વાસ લીધે છે. આ દૃષ્ટિએ જોતાં આ મહાતીર્થ જૈન સંઘને પિતાના પ્રાણ કરતાં પણ અધિક વહાલું છે એમ વિના અતિશયોક્તિએ કહી શકાય. આ તીર્થને મહિમા જે રીતે વિસ્તરતું જાય છે, તે જોઈને ભવિષ્યમાં પણ આ મહિનામાં કશી ખામી નથી આવવાની એવી આસ્થા જરૂર રાખી શકાય–જાણે આ તીર્થને મહિમા શાશ્વતપણાના દિવ્ય રસાયણથી સિંચાયે ન હોય, એમ જ લાગે છે. આ તીર્થના અપૂર્વ મહિમાથી પ્રેરાઈને તથા એને પાપનું પ્રક્ષાલન કરવાનું ઉત્તમ અને નિર્મળ સાધન અને મોક્ષપદને પ્રાપ્ત કરવાનું પવિત્ર પગથિયું માનીને, દર વરસે, ચતુર્વિધ સંઘની હજારો ભાવિક વ્યક્તિઓ, એ તીર્થની યાત્રા કરવા આવે છે, એ તે ખરું; ઉપરાંત, નાના-મોટા અનેક સંઘો પણ, દૂરથી તેમ જ નજીકથી, છેક પ્રાચીન કાળથી, આ મહાતીર્થની યાત્રાએ આવતા રહ્યા છે અને અત્યારે પણ આવતા રહે છે. આ રીતે આ તીર્થ તન-મન-ધનને કૃતાર્થ કરીને આત્માને નિર્મળ અને ઉન્નત કરવાનું અપૂર્વ નિમિત્ત બની રહે છે. આત્માને અંતર્મુખ બનવાની, ચિત્તના ચંચળતાનો ત્યાગ કરીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy