________________
શેઠ આ કરની પેઢીના ઇતિહાસ
આ દૃષ્ટિએ વિચારીએ તેા, જેમ બધી ગતિમાં માનવગતિ શ્રેષ્ઠ છે તેમ, માનવીએ કરેલી બધી શેાધામાં પેાતાની જાતને સમજવાની અને સુધારવાના ઉપાયાની શેાધ એટલે કે ધમ યા અધ્યાત્મમાર્ગની શેાધ એ મેટામાં માટી અને સર્વોચ્ચ કોટિની શેાધ છે. અને દુઃખ, ફ્લેશ અને કષાયાથી ભરેલી દુનિયા થાડા-ઘણા પ્રમાણમાં પણ સુખી અને વસવા ચેાગ્ય રહી શકી હેાય તે તે, મેાટે ભાગે, આ શેાધને પરિણામે.” પેાતાની જાતને સમજવા-સુધારવાની આ શેાધ કરવાનુ શ્રેય ધમને તથા ધર્મસાધકો અને ધર્મપ્રરૂપકોને ઘટે છે. આ ધર્મના આશ્રય લીધા વગર કોઈનું જીવન ચરિતાર્થ નથી થઈ શકતું અને વ્યાપક જનસમૂહમાં સંસ્કારિતા અને સંયમ-સમર્પણની ભાવનાની કેળવણી પણ નથી થઈ શકતી. એટલા માટે જ ધર્મને ધરતીના અમૃતની ઉપમા આપીને અનેક રૂપે એના મહિમા વવવામાં આવ્યે છે, તે યથાર્થ છે.પ
४
ધર્માંની આવી વિશેષતાને લીધે, માનવસમાજને એના હમેશાં લાભ મળતા રહે અને દુનિયામાં બંધુભાવની કે કુટુંબભાવનાની લાગણીને પ્રાત્સાહન મળતું રહે એટલા માટે, માનવીની જીવનપદ્ધતિના વિકાસની સાથે સાથે, ધર્મ એક પ્રભાવશાળી અને શક્તિશાળી તેમ જ સહૃદયતા અને ભાવનાશીલતાથી શે।ભતી સંસ્થાનું રૂપ ધારણ કર્યું.. અને સમય જતાં, ધર્મની ઉપકારકતાથી માનવી એટલા બધા પ્રભાવિત થયા કે એણે, ધર્મ ભાવનાની ભાગીરથી માનવસમાજને નિર ંતર પાવન કરતી રહે એટલા માટે, ધર્મને એક સુભગ અને સ કલ્યાણકારી સત્તાનું રૂપ આપ્યું.
પણ આ સત્તાનુ` કામ, કઠાર અનુશાસનથી કોઈની પણ કનડગત ન થાય એ માટે સતત જાગૃતિ રાખીને, જનસમુદાયમાં શુભ અને સ્વ-પર કલ્યાણકારી ભાવના તથા પ્રવૃત્તિનું સી'ચન કરવાનું, જ્યાં જ્યાં આવી મ'ગલ લાગણીએ પ્રવર્તતી હાય એની સાચવણી અને અભિવૃદ્ધિ કરવાનુ` અને ધર્મની પ્રભાવના થાય એ રીતે, ભાવનાશીલતા અને સુકુમારતાપૂર્વક, સ'ઘની વ્યવસ્થા કરવાનુ' રહ્યું છે. રાજસત્તા અને ધર્માંસત્તા વચ્ચે હંમેશાં આ પાયાનું અંતર ચાલતુ' આવ્યું છે. અને જેટલા પ્રમાણમાં ધસત્તા આ રીતે પાતાની ફરજ ખજાવી શકી છે, તેટલા પ્રમાણમાં માનવસમાજને અને, માનવસમાજની અહિં`સા અને કરુણાથી પ્રેરાયેલી પ્રવૃત્તિને લીધે, અખેલ જીવસૃષ્ટિને પણ લાભ મળતા રહ્યો છે. આ રીતે ધર્મોમાં સર્વ કલ્યાણકારીપણાનુ' તત્ત્વ રહેલુ હાઈ એને મહિમા શબ્દોથી ન વર્ણવી શકાય એટલા અસાધારણ છે. *
* આ ગ્રંથનાં બધાં પ્રકરણેાની પાદનોંધ, જે તે પ્રકરણની પાદનેાંધના અંકવાળા પૃષ્ઠની નીચે આપવાને બદલે, દરેક પ્રકરણને અંતે આપવામાં આવેલ છે.
! Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org