________________
૨૫૦
શેઠ આ૦ કરની પેઢીનો ઇતિહાસ તમને છૂટ મળતી નથી. મસ્જિદ (મંદિર)ને બહાર ભાગ રંગીન કાંકરીથી બનાવેલ ચિત્રકામથી શણગારવામાં આવેલ છે; અને એને વધુ મોટો ભાગ, જુદા જુદા રંગના અકીકના પથ્થરથી જડેલો છે. આ પથ્થરો ખંભાતના પહાડોમાંથી મળી આવે છે. ખંભાતથી અમદાવાદ બે દિવસની મુસાફરી જેટલે દૂર જ આવેલ છે.”
વરનિયરના આ વર્ણનમાંના “તમારા જેડા કાઢયા વગર ત્રીજા મંડપમાં પ્રવેશ કરવાની તમને છૂટ મળતી નથી”—એ શબ્દ કઈક એમ સૂચવતા હોય એમ લાગે છે કે, બાદશાહ શાહજહાંના ફરમાન મુજબ, આ મંદિરને કબજે નગરશેઠ શાંતિદાસ ઝવેરીને મળી ગયા પછી, એ જિનમંદિર સાવ ઉપેક્ષિત અને અરક્ષિત થઈ ગયું હોવા છતાં, એના ત્રીજા મંડપ એટલે કે ગભારામાં કંઈક એવી પવિત્રતાની ભાવના સાચવી રાખવામાં (અથવા તો એકાદ જિનપ્રતિમા ત્યાં મૂકી રાખવામાં) આવી હશે કે જેથી એમાં જેડા પહેરીને પ્રવેશ કરવાની મનાઈ કરવામાં આવતી હોય.
ટેવરનિયરે અમદાવાદને આ પ્રવાસ કઈ સાલમાં કર્યો હતો, તે જાણી શકાયું નથી; તે જાણી શકાયું હોત તો, સને ૧૬૪૮માં એટલે કે વિ. સં. ૧૭૦૪માં એ મંદિર પાછું મળ્યા પછી, એની આવી સ્થિતિ ક્યાં સુધી ચાલુ રહી હતી, તે જાણી શકાત.
ન
આ હકીક્તના અનુસંધાનમાં એક વાત તરફ સહજપણે જ ધ્યાન ગયા વગર નથી ૨હતું કે, કાન્સના આવા મેટ ઝવેરાતના વેપારીએ, પિતાના વેપાર નિમિત્તે, અમદાવાદની અનેક વાર મુલાકાત લીધી હોવા છતાં, એમણે કોઈ પણ વખત નગરશેઠ શાંતિદાસ જેવા શાહી ઝવેરી તરીકેનું બિરુદ ધરાવતા અગ્રણીની મુલાકાત ન લીધી હોય, એ બનવાજોગ નથી. આમ છતાં એ બેની વચ્ચે મુલાકાત થઈ હોવાની નોંધ મળતી નથી એ હકીકત છે. આને એક અર્થ, કદાચ, એ થઈ શકે કે મિ. ટેવરનિયર, પિતાના ઝવેરાતના ધંધા નિમિત્તે, અમદાવાદની મુલાકાત લેવાની શરૂઆત કરી હશે, તે પહેલાં (સને ૧૬૫૯ એટલે કે વિ. સં૧૭૧પમાં) નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને સ્વર્ગવાસ થઈ ગયો હોય. એ બનવાજોગ છે. (આમ છતાં આ અંગે વિશેષ શોધ કરવા જેવી છે ખરી.)
૩. ગોહેલ સાથે રખોપાને આ પહેલે કરાર નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી વગેરેએ, શા કારણે,
કેવા સંજોગમાં અને કયા સ્થાનમાં કર્યો હતો, તેની કેટલીક વિગત, ભાવનગરથી પ્રગટ થતા “જૈનસાપ્તાહિકની ભેટરૂપે, વિ. સં. ૧૯૮૫–સને ૧૯૨૮–માં, પ્રકાશિત થયેલ અને એ પત્રના તંત્રી શ્રી દેવચંદ દામજી શેઠે સંપાદિત કરેલ “શ્રી શત્રુંજય પ્રકાશ” નામે પુસ્તક (પૃ૦ ૧૦૦-૧૦૧)માં આપવામાં આવી છે, જે અહીં સાભાર રજૂ કરવામાં આવે છે
“ શાંતિદાસ શેઠે તીર્થને વહીવટ સંભાળ્યો ત્યારે તીર્થાધિરાજ ઉપર આવેલ બહેળા ચૈત્ર ( ચિત્ય) પરિવાર તથા પવિત્ર સ્થાનના દર્શનાર્થે યાત્રિકોનું આગમન વિશેષ રહેવાથી યાત્રિકોના જાનમાલના રક્ષણાર્થે આસપાસથી કાઠી-ગરાસીયા આવી રહેતા. તેને તેની કામગીરીના બદલામાં એકબીજાની ખુશી પ્રમાણે ઇનામ મળતું. દરમિયાન એક વખત નાડલાઈનો સંધ આવતાં લે–દે સંબંધમાં ભાંજઘડ થવાથી ભવિષ્યમાં આડમાર્ગ અગવડ ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org