SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ દસમા પ્રકરણની પાદધો ૧. તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની યાત્રાએ જતાં ભાવિક યાત્રિ પાસેથી, રાજ્ય તરફથી, મનફાવે તે રીતે. મંડકાવેરા તરીકે કે કરરૂપે કેટલી રકમ વસૂલ કરવામાં આવતી હતી, તેની કેટલીક માહિતી, આ પુસ્તકના પાંચમા પ્રકરણ (પૃ. ૫૩)માં તથા એ પ્રકરણની ૧૦ મા નંબરની પાદનોંધ (પૃ. ૮૩-૮૪)માં આપવામાં આવી છે. નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીએ અમદાવાદમાં બીબીપુરામાં બંધાવેલ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના ભવ્ય, વિશાળ અને શિલ્પકળાના એક ઉત્તમ અને સુંદર નમૂના સમા જિનાલયની, શાહજાદા ઔરંગઝેબે એને ખંડિત કર્યું એની, વિદેશી પ્રવાસીઓએ કરેલી એની પ્રશંસાની, એ માટે રચાયેલ પ્રશસ્તિની અને એને રાજ્યના ખરચે સમું કરાવીને શ્રી શાંતિદાસ શેઠને પાછું સુપ્રત કરવા માટે બાદશાહ શાહજહાંએ આપેલ ફરમાનની સવિસ્તર માહિતી આ ગ્રંથના પાંચમા પ્રકરણની ૧૬ મા નંબરની પાદનોંધમાં (પૃ. ૯૦ થી ૯૪ સુધીમાં) આપી છે. આ મંદિરના શિલ્પકામની ભવ્યતાનું જે વર્ણન મંદિર ખંડિત થયું તે પહેલાં જર્મન પ્રવાસી આલ્બર્ટ ડી. મેન્ડેલએ અને મંદિર ખંડિત થયા પછી ફેંચ પ્રવાસી એમ. ડી. થેનેટે કર્યું છે, તે ઉપર સૂચવેલ પાદને ધમાં આપવામાં આવ્યું છે. એ જ રીતે ફ્રાન્સના એક જાણીતા ઝવેરી અને પ્રવાસી, કે જેમણે અમદાવાદની મુલાકાતો ઘણી વાર લીધી હતી, તે એમ. ટેવરનિયરે (M. Tavernier) પણ પિતાના “ટ્રાવેલ્સ ઈન ઈન્ડિયા” નામે પુસ્તકમાં એક ખંડિત મંદિરનું જે વર્ણન લખ્યું છે, તે પણ આ મંદિરને લગતું જ હેવાનું છે. કેમિસેરિયેટ માને છે, જે આ પ્રમાણે છે “There was a Pagoda in this place which the Muhammadans took possession of in order to turn it into a mosque. Before entering it you traverse three great courts paved with marble, and surrounded by galleries, and you are not allowed to place foot in the third without removing your shoes. The exterior of the mosque is ornamented with mosaic, the greater part of which consists of agates of different colours, obtained from the mountains of Cambay, only two days' journey from thence.” અર્થ “આ સ્થાનમાં (અમદાવાદમાં) એક પેગડા–પવિત્ર ઈમારત (જિનમંદિર)છે, જેને મુસલમાનેએ કબજે લઈને એને મજિદમાં ફેરવી નાખી હતી. એમાં પ્રવેશ કરતાં પહેલાં તમારે આરસ જડેલા અને ચારે કેર રસ (ગેલરી) ધરાવતા ત્રણ મંડપ (courts)માંથી પસાર થવું પડે છે; અને, તમારા જેવા કાઢયા વગર, ત્રીજ મંડપમાં પ્રવેશ કરવાની ૩૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy