SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠ આ કની પેઢીના ઇતિહાસ આ પ્રકરણને કારણે તેમ જ અગાઉ બનેલ કેટલાક બનાવાને લીધે પશુ, પાલીતાણા રાજ્ય અને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તથા જૈન સ'ધ વચ્ચે કેટલી બધી કડવાશ અને કલેશ-દ્વેષની લાગણી ઊભી થવા પામી હતી, તે જગજાહેર હતું. આવી વેદના અને તીવ્રતાથી ઊભરાતી લાગણી, બે વર્ષ કરતાંય લાંબા સમય સુધી, ચાલુ રહી હાવા છતાં આ સમાધાન થયા પછીના પહેલા જ અઠવાડિયામાં, જાણે એ કડવાશ, વેદના અને કલેશ-દ્વેષની લાગણીની તીવ્રતાને જૈન સંઘ તરત જ ધોઈ નાખવા અથવા વીસરી જવા ઈચ્છતા હેય, અને પાલીતાણાના ઠાકાર સાહેબ સાથે શાંતિ-સુલેહ-સ'પથી રહી શકાય એવુ' એખલાસભર્યુ' વાતાવરણ સર્જવા માંગતા હાય, એવી ખેલદિલી, શાણપણ અને દૂરદેશીથી ભરેલી પેઢીની આ જાહેરાત હતી. અને એ પેઢીના સ'ચાલકામાં તથા જૈન સંઘના મુખ્ય મેવડીએમાં ટકી રહેલ મહાજન તરીકેની વિશિષ્ટ ઉદારતા, આવડત અને કુનેહની સાખ પૂરતી હતી. ૨૪૨ આ કરારનામાં ઉપરથી જોઈ શકાય છે કે, ગઢ, રસ્તા વગેરેના હક્કોની ખાખતમાં તથા એના સમારકામ વગેરેની ખાખતમાં તેમ જ જૈનેતર દેવસ્થાનાની માલિકી તથા સાચવણીના જૈન સંઘના અધિકારની બાબતમાં પાલીતાણા રાજ્ય સાથે પેઢીને કે જૈન સંઘને ભવિષ્યમાં ઘણુમાં ઊતરવું ન પડે એ જાતની પૂરેપૂરી ચાખવટ એમાં કરવામાં આવી હતી. ઉપરાંત જ્યારે આ કરારની ૩૫ વર્ષની સમયમર્યાદા પૂરી થાય ત્યાર પછી પણ રખાપાની રકમમાં ફેરફાર કરીને નિશ્ચિત રકમ જ નક્કી કરવાનું કરારમાં સ્પષ્ટ રૂપે જણાવવામાં આવ્યું હતું. આના અર્થ એ થયા કે, ભવિષ્યમાં કઈ પણ સજોગમાં પાલીતાણા રાજ્ય શ્રી શત્રુંજયના યાત્રિકા પાસેથી મુડકાવેરા ઉઘરાવવાની, પહેલાં કયારેક કયારેક ચાલુ રહેલી, પ્રથાને ફરી ચાલુ ન જ કરી શકે, એવી પાકી જોગવાઈ આ કરારમાં કરવામાં આવી હતી. આના લીધે યાત્રિકાને મુકાવેરા નિમિત્ત ભવિષ્યમાં કનડગત થવાની કેાઈ શકયતા રહેવા પામી ન હતી. જૈન સંધમાં વ્યાપેલ હર્ષ અને ઉત્સાહ આ કરાર થવાને લીધે જૈન સ`ઘમાં ખૂબ હર્ષ વ્યાપી ગયા હતા અને સહુએ આ કરારને ઉત્સાહથી વધાવી લીધા હતા. આ કરારને લીધે સઘમાં વ્યાપેલ ઉત્સાહના પ્રમાણુના ખ્યાલ ફક્ત એક જ દાખલા ઉપરથી પણ આવી શકશેઃ હુમલીના શ્રી કચ્છી દશા ઓશવાલ જૈન મહાજને આ પ્રસંગે જે ખુશાલી વ્યક્ત કરી હતી, અને એની ઉજવણી, જેવા ઉલ્લાસથી, મોટા પાયા ઉપર, કરી હતી, તે તેમના તા. ૭-૬-૧૯૨૮ના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy