________________
પાલીતાણા રાજ્ય સાથે થયેલા રપાન કરાશે
૨૩૮ દરબારની કશી રજાની અપેક્ષા સિવાય પિતાના ખર્ચે સંભાળશે તથા સમરાવશે. “૮. પાલીતાણ દરબાર પોતાને ખર્ચે નીચેના રસ્તા સંભાળશે તથા સમરાવશે–
(ક) શ્રી પૂજ્યની ટુકે જવાને માટે રસ્તે. (બ) ઘેટીની પાગ. (ગ) રેહશાળાની કેડી.
(ઘ) છ ગાઉન રતે. () શેત્રુંજી નદીની કેડી.
(ચ) દેઢ ગાઉને રસ્તે. (છ) છ ગાઉ અને રોહીશાળાના રસ્તાઓને વચગાળે મળતા ઉપમાર્ગો. જેનોને આ રસ્તાઓને મફત ઉપગ કરવાની પૂર્ણ સત્તા રહેશે.
૯ કેન્ડીના રિપોર્ટમાં જણાવેલ અન્યધમીઓને જે દેવસ્થાનો શત્રુંજય ઉપર આવેલા છે, તેમાંથી મહાદેવનું મંદિર બાદ કરતાં ઈગારશા પીર વિગેરે સર્વ દેવસ્થાને ઉપર સત્તા અને હકુમત જેનોની રહેશે. ઉક્ત મહાદેવના મંદિરની આસપાસ ભીતે ચણી લઈને તેને ગઢથી છુટું પાડવામાં આવશે અને ત્યાં જવા આવવા માટે ગઢ બહાર ઈલાયદે રસ્તો કાઢવામાં આવશે અને એમ કરવામાં ભીમકુંડ અને સુરજકુંડને મહાદેવના મંદિરથી બહાર રાખવામાં આવશે.
૧૦. ગઢની અંદરના મંદિરો તેમ જ ડુંગર ઉપરના દેવસ્થાનો જેવા આવનાર બહારના માણસોએ કેમ વર્તવું? તે વિષે યોગ્ય નિયમ કરવાની જેનોને સત્તા રહેશે, પણ જૈનેતર દેવસ્થાન સંબંધી તેની રીતસર પૂજા કરવામાં આવે ન આવે તેવા નિયમો કરવાની સંભાળ લેવામાં આવશે.
૧૧. મેટા રસ્તાની કેડી તેમ જ ગઢ બહાર અને ડુંગર ઉપર આવેલાં મંદિરે, પગલાં, દેરીઓ, છત્રીઓ, કુડો તથા વિસામાઓનાં પ્રત્યેક સ્થાનને બરોબર સૂચવનાર નકશે તૈયાર કરવામાં આવશે. આ નકશે આ કરારનામાના એક અંગ તરીકે ગણાશે અને તેની બરાબર ચેકસી કરવામાં આવશે.
૧૨. જૈન મંદિરમાંની મૂર્તિઓના શણગાર માટે બનેલાં જે કાંઈ ઘરેણાં તથા ઝવેરાત આણંદજી કલ્યાણજી તરફથી લાવવામાં આવે તે ઉપર કશી જગાત લેવામાં નહિ આવે. જે વસ્તુઓ ઉક્ત ઉપયોગ માટે છે એમ આણંદજી કલ્યાણજીની પેઢીને મુનિમ જણાવશે તેના ઉપર જગાત માફ કરવામાં આવશે.
૧૩. આ કરારનામામાં જણાવેલ જેનોના હક્કો સંબંધમાં અને આ કરારનામાની શરતે પાળવાના સંબંધમાં જ્યારે કાંઈ પણ તકરાર પડે ત્યારે જેનોએ પાલીતાણ ઠાકરની હજુરમાં અરજી કરવી અને તે બાબતમાં પાલીતાણા ઠાકરને ચુકાદે જેનોને પસંદ ન આવે તે તેઓ એજન્ટ ટુ ધી ગવર્નર જનરલની પાસે રજુઆત કરે. અને એજન્ટ બને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org