________________
૨૩૮
શેઠ આ૦ કરની પેઢીને ઈતિહાસ પાલીતાણાના દરબારશ્રી બહાદુરસિંહજી પણ સિમલા પહોંચ્યા હતા. આ બાબતની વાટાઘાટને અંતે, તા. ૨૬-૫-૧૯૨૮ ના રોજ, જૈન અને પાલીતાણું રાજ્ય વચ્ચે, ૨૦ કલમે જેટલું વિસ્તૃત કરારનામું થયું હતું અને તે બંને પક્ષે મંજૂર કર્યું હતું. તેમ જ નામદાર વાઈસરોય લોર્ડ ઈરવિને પણ એના ઉપર, હિંદી સરકારની વતી, મંજૂરીની સહી કરી હતી. આ કરારનામું આ પ્રમાણે છે
કરારનામું ૧. શંત્રુજયને ડુંગર પાલીતાણા રાજયની સરહદમાં અને, ઈ. સ. ૧૮૭૭ માર્ચ તા. ૧૬ મીના સરકારી ઠરાવ નં. ૧૬૪૧માં જણાવેલ જેનોના હકકો અને મર્યાદાઓને બાધ ન આવે તે રીતે, તે રાજ્યની હકુમત નીચે આવેલો છે.
૨. ગઢની અંદર આવેલ સર્વ જમીન, વૃક્ષો, મકાનો તેમ જ બાંધકામને ધાર્મિક તેમ જ તેને લગતા હેતુઓ માટે ઉપગ કરવાને જ કુલ મુખત્યાર છે, અને ફેજદારી કારણ બાદ કરતાં દરબાર તરફથી કઈ પણ જાતની દરમિયાનગીરી કે દખલગીરી સિવાય ઉક્ત ધાર્મિક મિલ્કતને વહીવટ કરવાને જૈનો હક્કદાર છે.
“૩. જેનોને જ્યારે જરૂર જણાય ત્યારે ગઢની દિવાલે અત્યારે જ્યાં છે તેમાં જરા પણ સ્થાનાન્તર ન થાય એ રીતે, દરબારની મંજુરીની અપેક્ષા સિવાય, ફરીથી બાંધવાની, સમરવાની તેમ જ સંભાળવાની જેનેને સત્તા રહેશે. ગઢની કઈ દિવાલ જે કઈ મંદિરના વિભાગરૂપે હશે તે મંદિરની ઊંચાઈ જેટલી વધારવી હોય તેટલી તે ગઢની ભીંતને ઉંચી લેવાની જૈનોને છુટ રહેશે અને ગઢની બાકીની ભીતિ વધારેમાં વધારે પચીશ ફીટ સુધી ઉંચી લઈ શકાશે.
૪. ડુંગર ઉપરના અને ગઢની બહારના મંદિરોને વહીવટ નો દરબારની કશી દખલગીરી સિવાય કરી શકશે.
પ. ડુંગર ઉપર અને ગઢ બહાર આવેલાં પગલાં, દેરીઓ, કુંડ તથા વિસામા – આ સર્વ જૈનોની માલીકીના ગણાશે અને તેનું સમારકામ દરબારી રજાની અપેક્ષા સિવાય જેને કરી શકશે. કુંડ અને વિસામા ઉપગ જૈન જૈનેતર સર્વ માટે ખુલ્લું રહેશે.
૬. તે તે કુંડામાં પાણી પુરૂ પાડતી નહેર કે નીકે પાલીતાણા દરબાર સંભાળશે તથા વખતોવખત સમરાવતા રહેશે.
૭. ડુંગરની તળાટીથી ગઢ સુધી જવાનો અને છુટીછવાઈ દિવાલ તથા પગથીયાં બાંધેલ માટે રસ્ત, જાહેરના ઉપગ માટે હંમેશાં ખુલ્લો રહે એ શરતે જેનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org