SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખાષાના કરાર ૨૨૭ હતા ત્યારે, ભવિષ્યમાં આ કરાર કેવું રૂપ લેશે અને પાલીતાણા રાજ્ય તથા શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢી એટલે કે જૈન સંઘ વચ્ચેના સખા પણુ કેવુ રૂપ લેશે, એની ચિંતા વાતાવરણમાં ઠીક ઠીક પ્રસરેલી હતી. એક રીતે કહીએ તો, આ તખક્કો પેઢીના સ`ચાલકા માટે ક'ઈક અગ્નિપરીક્ષા જેવા થઈ રહેવાના હાય એવા આછોપાતળા અણુસાર મળ્યા કરતે હતા. કારણ કે, સને ૧૯૨૦ની સાલમાં, યુવરાજ બહાદુરસિંહજી ગાદીનશીન થઈ ને પાલીતાણા રાજ્યના રાજવી બન્યા, ત્યાર પછી જૈન કામ અને પાલીતાણા રાજ્ય વચ્ચેના સબધા ઠીક ઠીક પ્રમાણમાં વસવા લાગ્યા હતા. આવા અણીના વખતે, જાણે નજીકના ભવિષ્યમાં જ કુદરત સહાયરૂપ થવાની હાય એમ, શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના વહીવટદાર પ્રતિનિધિ તરીકે, તા. ૨૨-૧૧-૧૯૨૫ના રાજ, વરણી કરવામાં આવી. એ વખતે પેઢીનું પ્રમુખપદ તે નગરશેઠ શ્રી કસ્તુરભાઈ મણિભાઈ સંભાળતા હતા, પણ એમની નાદુરસ્ત તખિયત તથા બીજા કેટલાક અનિવાર્ય સંજોગોને કારણે, તેઓ પેઢીની મીટીગમાં નિયમિત હાજરી આપી શકતા ન હતા તેથી, માટે ભાગે, મીટીગનુ પ્રમુખપદ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ જ સભાળતા હતા. કાઠિયાવાડના પેાલિટિકલ એજન્ટને પાલીતાણાના દરખારશ્રીએ કરેલી તા. ૧૪-૯-૧૯૨૫ ની અરજીની નકલ પેઢીએ જે રીતે મેળવી તેની વિગતા પેઢી પેાતાના નાનામાં નાના હકની જાળવણી માટે પણ કેટલી સજાગ હતી, તેના ખ્યાલ આપે છે. પાલીતાણાના દરખારશ્રીએ અરજી કર્યા પછી એજન્સી તરફથી દરખારશ્રીને કોઈક પત્ર દ્વારા એવી સૂચના આપવામાં આવી હતી કે, દરખાર તરફથી કરવામાં આવેલ અરજીની જાણ પેઢીના પ્રતિનિધિઓ વતી પાલીતાણા શાખાના મુનીમને તે કરે. આ માટે પાલીતાણા રાજ્યના દફતરમાંથી એવી માહિતી મળે છે કે, પાલીતાણાના દીવાન શ્રી સી. જી. મહેતાએ, તા. ૨૧-૧૦-૧૯૨૫ના રાજ, શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢીની પાલીતાણા શાખાના મુનીમને, પાલીતાણા દરખારશ્રી તરફથી તા. ૧૪-૯-૧૯૨૫ ના રાજ એજન્સીને કરવામાં આવેલી અરજીની નકલ ખતાવી હતી. અને વધારામાં પેાલિટિકલ એજન્ટના હવાલા આપીને કહ્યું હતુ કે, આ અરજીના જવાખ પેઢીના પ્રતિનિધિઓ આપવા ઇચ્છતા હોય તે એમણે તે બે મહિનાની મુદ્દતની અંદર આપી દેવા. અને એમ નહી કરવામાં આવે તેા, બે મહિનાની મુદત પૂરી થયા પછી, સને ૧૮૮૬ના કરારની ખાખતમાં શા હુકમ ફરમાવવા તે એજન્ટ ટુ ધી ગવન ૨ નક્કી કરશે. વિશેષમાં, આ વખતે પેઢીના મુનીમને એમ પણ સૂચવવામાં આવ્યું હતુ કે, જો તમારે દરખારશ્રીએ કરેલ અરજીની નકલની જરૂર હાય ! એ માટે તમારે દરખારશ્રીને અરજી કરવી, અને એમ કરવાથી તમને આ અરજીની અધિકૃત નકલ આપવામાં આવશે.પપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy