________________
૨૨૬
શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ સ્વીકારવાની ફરજ પડી હતી.” આ અરજીમાં મુંડકાવેરે લેવાની પોતાની વાત રજૂ કરવાની સાથે સાથે પિતાને લાંબા વખતથી ખટકી રહેલી એ વાતની પણ એમણે રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો હતો કે, આવો કર ઉઘરાવો એ પાલીતાણા રાજ્યના અધિકારની બાબત છે. અને એને અંગ્રેજ સરકારની દરમિયાનગીરીથી શ્રાવક કેમ અને પાલીતાણા રાય વરચે થયેલ કરારરૂપે ઓળખાવે એ રાજ્યના સર્વોપરિ અધિકારને ઈન્કાર કરવા બરાબર છે.૫૩ કઈ પણ રીતે આ વાતનું પુનરાવર્તન નવો કરાર કરતી વખતે ન થવા પામે અને પિતાને અધિકાર સુરક્ષિત રહે એ માટે, પાણી પહેલાં પાળ બાંધવાની જેમ, દરબારશ્રીએ આ અરજી બહુ જ સમયસર કરી હતી. • દરબારશ્રીએ મુંડકાવેરાને સજીવન કરવાની માગણી કરતી આવી અરજી કાઠિયાવાડના પિોલિટિકલ એજન્ટને કરી હતી, એ બાબતનો તે પેઢીના પ્રતિનિધિઓને અણસાર સુધાં મળવા પામ્યો ન હતો, એટલે તા. ૯-૩-૧૯૨૬ના રોજ પેઢીને વહીવટદાર પ્રતિનિધિઓએ પિલિટિક્સ એજન્ટ મિ. સી. સી. ટસનની મુલાકાત લીધી તે વખતે, પિલિટિકલ એજન્ટ તરફથી, તા. ૨૫-૩-૧૯૨૬ સુધીમાં પિતાનો જવાબ રજૂ કરવાની પેઢીના પ્રતિનિધિઓને સૂચના કરવામાં આવી તેનો એમણે સ્વીકાર કરી લીધું હતું. પણ ત્યાર પછી જ્યારે, પાલીતાણાના દરબાર ગોહેલ શ્રી બહાદુરસિંહજીએ પોલિટિકલ એજન્ટને તા. ૧૪-૯-૧૯૨૫ ના રોજ કરેલી અરજીની નકલ એમના જોવામાં આવી ત્યારે જ એમને દરબારશ્રીએ રખોપાની ઊચક રકમના બદલે મુંડકાવેર લેવાની મંજૂરી આપવાની કરેલી માગણીને ખ્યાલ આવ્યો હતે. આ જાણીને પેઢીના પ્રતિનિધિઓ સારી એવી ચિંતા અને વિમાસણમાં મુકાઈ ગયા હતા. કારણ કે, સને ૧૮૮૬ના કરારની ત્રીજી કલમ જોતાં, દરબારશ્રી તરફથી આવી માગણી કરવામાં આવશે એની તે તેઓને કલ્પના પણ ન હતી. દરબારશ્રીની આ અરજીના લીધે રખોપાની બાબતમાં તદ્દન અણુધારી અને નવી જ પરિસ્થિતિ ઊભી થઈ હતી. એટલે એને જવાબ, કઈ પણ રીતે ઉતાવળે અને પિતે સ્વીકારેલી મુદતમાં, પેિઢી તરફથી આપી શકાય એ શક્ય જ ન હતું.
દરબારશ્રીની આ અરજીને મુદ્દાસર, સચોટ અને મુખ્યત્વે એમની મુંડકાવેરાને સજીવન કરવાની માગણીને પાકે રદિયો આપી શકે એ પ્રકારનો જવાબ તૈયાર કરવા માટે, તેમ જ એ અરજીમાંની બીજી પણ કેટલીયે વિવાદાસ્પદ રજૂઆતેને પ્રમાણભૂત જવાબ આપવા માટે, ઘણું ઘણું સામગ્રીની તપાસ કરવાની અને એને એકત્રિત કરવાની જરૂર હતી. આ માટે પેઢી તરફથી એક મહિનાની મુદતની, એટલે કે પચીસમી માર્ચને બદલે પચીસમી એપ્રિલના રોજ પિતાને જવાબ રજૂ કરી શકાય એટલી મુદતની, માગણી કરવામાં આવી હતી. અને એજન્સી દ્વારા તે મંજૂર રાખવામાં આવી હતી.૫૪
જ્યારે પાલીતાણા રાજ્ય સાથેના રખેપાના કરારને સમય પૂરો થવાની તૈયારીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org