________________
પાલીત્તાણા રાજ્ય સાથે થયેલા પાના કરાર
૨૫ રખેપાને છેલ્લો-પાંચમે રૂ. ૬૦,૦૦૦નો કરાર સને ૧૮૮૬ને વાર્ષિક રૂા. પંદર હજારને, ૪૦ વર્ષની મુદતને, રખોપા કરાર સને ૧૯૨૬ના એપ્રિલની ૧ લી તારીખના રોજ પૂરે થતો હત; એટલે, આગળ ઉપર આ બાબતમાં શું કરવું એ માટે, દરબાર પક્ષે તેમ જ શ્રાવક સંઘના એટલે કે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પક્ષે હિલચાલ શરૂ થઈ ગઈ હતી. શ્રાવક પક્ષે આ હિલચાલને શરૂઆતથી ઉગ્ર રૂપ નહિ આપવાનું એક સબળ કારણ આ કરારમાંની ત્રીજી કલમ હતું, જે આ પ્રમાણે છેઃ
- “ચાલીસ વરસની મુદત પૂરી થયે, આ કરારના પહેલા પેરેગ્રાફમાં ઠેરવેલી વાર્ષિક રકમમાં ફેરફાર કરાવવાને બંને પક્ષકાર પૈકી હરકોઈ પક્ષકારને છૂટ રહેશે. બંને તકરાર કરનારા પક્ષકારોની પોતપોતાની ગોઠવણોની તપાસ કરીને આ રકમમાં ફેરફાર મંજૂર કરે કે નહીં કરવો તેની સત્તા અંગ્રેજ સરકારના હાથમાં રાખવામાં આવી છે.”
આ કલમના આધારે, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી અર્થાત્ જેન સંઘે એવો મદાર બાંધી રાખ્યો હતો કે, આ બાબતમાં પાલીતાણા રાય, બહુ બહુ તો, રખેપાની રકમમાં તેમ જ મુદતમાં ફેરફાર કરવાની માગણી કરશે અને આવી માગને નિર્ણય અંગ્રેજ સરકારની દરમિયાનગીરીથી થવાનો હોવાથી આ કામ સહેલાઈથી પતી જશે અને એમાં કેઈ બહુ મોટી મુશ્કેલી ઊભી થવા નહીં પામે.
આની સામે, પાલીતાણાના દરબાર ગોહેલ શ્રી બહાદુરસિંહજી, કંઈક જુદી જ રીતે વિચારતા હતા તેઓ રખેપાની વાર્ષિક ઊચક રકમ લેવાને બદલે, કર્નલ કટિજે સૂચવેલ ધરણે (બહારના યાત્રિક દીઠ રૂ. ૨/- અને પાલીતાણાના જૈન વતની માટે વાર્ષિક રૂ. પ/-), મુંડકાવેરો ઉઘરાવવાનું શરૂ કરવા ઇરછતા હતા. એ માટે એમણે તે વખતના કાઠિયાવાડના પિલિટિકલ એજન્ટ મિ. સી. સી. વોટસનને, કરાર પૂરે થવાની તારીખથી છ મહિના કરતાં પણ વધુ સમય પહેલાં, તા. ૧૪-૯-૧૯૨૫ના રેજ, અરજી પણ કરી દીધી હતી. આ અરજીમાં પિતાની માગણીના સમર્થનમાં, એમણે જે અનેક બાબતની રજૂઆત કરી હતી, એમાં એક વિચિત્ર મુદ્દો એવો પણ રજૂ કર્યો હતો કે, “જ્યારે સને ૧૮૮૬માં, રૂ. ૧૫,૦૦૦)ને રખોપાને કરાર કરવામાં આવ્યો ત્યારે, મારા પિતા સ્વ. ઠાકોર સાહેબ શ્રી માનસિંહજી યુવાન અને બિનઅનુભવી હતા. અને તેઓ તરતમાં જ ગાદીએ બેઠા હતા. વળી, એમની પાસે કોઈ વિશ્વાસપાત્ર સલાહકાર પણ ન હતા. તેમ જ એમના ભાઈની સાથે એમને સખત દુશ્મનાવટ હેવાને લીધે તેઓ બહુ પરેશાન હતા. આવી હાલતમાં, અંગ્રેજ સરકારના દબાણને વશ થઈને, એમને આ કરાર ૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org