________________
૨૨૮
શેઠ આ કદની પેઢીને ઇતિહાસ પણ પિઢીની નીતિ શરૂઆતથી જ એજન્સી સાથેની કોઈ પણ બાબતમાં દરબારશ્રીને સીધી અરજી ન કરવાની હતી, એટલે દરબારશ્રીએ એજન્સીને કરેલી અરજી વગેરેની નકલ મેળવવા માટે પાલીતાણા રાજ્યને અરજી કરવા પેઢી તૈયાર ન હતી. એણે, એકાદ સો વર્ષથી ચાલી આવતી પ્રથા પ્રમાણે, પાલીતાણું રાજ્ય સાથે કઈ પણ આંતરિક બાબતમાં વાંધે પડે તે પહેલાં પાલીતાણા રાજ્ય પાસે સીધેસીધે ન્યાય માગવાની અને એ ન્યાયથી જે પિતાને સંતોષ ન થાય તે એજન્સીને, એથી આગળ વધીને મુંબઈ સરકારને, ત્યાર પછી ક્યારેક ભારત સરકારને અને અંતે વિલાયતની સરકારને (સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા એટલે કે પ્રિવી કાઉન્સિલને) અરજીઓ કરવાને શિરસ્તો રાખ્યો હતો. અને આ શિરસ્તાનો ક્યારેય ભંગ થવા ન પામે એ માટે પેઢી તરફથી
ય કાયદેસરનાં પગલાં ભરવામાં આવતાં હતાં.
' રખોપા અંગેની બાબત એવી હતી કે, એને પાલીતાણા રાજ્ય સાથે સીધેસીધે સંબંધ ન હતો અને સને ૧૮૨૧, ૧૮૬૩ અને ૧૮૮૬ ના એમ ત્રણેય રખોપાના કરાર અંગ્રેજ હકૂમતની દરમિયાનગીરીથી જ થયા હતા. એટલે એમાં કોઈ પણ પક્ષે, કઈ પણ જાતનો ફેરફાર કરવો હોય તે, તે અંગ્રેજ હકૂમતને વચમાં રાખીને જ કરવામાં આવતા હતા. તેમાંય સને ૧૮૮૬ ના કરારની ત્રીજી કલમમાં તે એ સ્પષ્ટ નિર્દેશ થયેલું હતું કે, બંને પક્ષકારોમાંથી કોઈને પણ, એ કરારની મુદત પૂરી થયા પછી,
ખેપાની રકમમાં કઈ પણ જાતને ફેરફાર કરાવી હોય તો, તે માટે અંગ્રેજ હકુમતને અરજી કરવી અને એ જે કંઈ નિર્ણય આપે તેને સ્વીકારી લેવો.
વાસ્તવિક સ્થિતિ આવી હોવાથી, અને સને ૧૯૨૫ માં ઊભું થયેલું પ્રકરણ રખેપાના કરારને લગતું જ હોવાથી, પેિઢીના પ્રતિનિધિઓ, કેઈ પણ સંજોગોમાં, દરબારશ્રીએ એજન્સીને કરેલી અરજીની નકલ મેળવવા માટે, દરબારશ્રીને અરજી કરવા તેમ જ એ અરજીને પિતાને જવાબ દરબારશ્રી મારફત એજન્સીને પહોંચતું કરવા હરગિજ તૈયાર ન હતા. આને કારણે, દરબારશ્રીએ કરેલી અરજીની નકલ મેળવવાની બાબતમાં એક જાતની મડાગાંઠ જેવી સ્થિતિ ઊભી થવા પામી હતી. આની કેટલીક વિગતે આ પ્રમાણે છે–
- પાલીતાણાના દીવાનશ્રી તરફથી પેઢીની પાલીતાણા શાખાના મુનીમને ઉપર મુજબ સૂચના આપ્યાની જાણ પિતાને થયા પછી, પેઢીના પ્રતિનિધિઓએ, તા. ૫-૧૧-૧૯૨૫ ના રેજ, કાઠિયાવાડના પિોલિટિકલ એજન્ટ મિ. સી. સી. વોટસનને એક અરજી કરીને આ રખોપા પ્રકરણ અંગેના કાગળોની આપ-લે પાલીતાણા દરબાર મારફત જ કરવાના એજન્સીને વલણનો વિરોધ કરીને સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે, એજન્સીએ અખત્યાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org