________________
૨૧૮
શેઠ આઠ કની પેઢીને ઇતિહાસ આ લખાણ કાઠિયાવાડના આસિસ્ટન્ટ પિલિટિકલ એજન્ટ મિ. જે. એમ. હન્ટરે, તા. ૨૪-૮-૧૮૮૩ના રેજ આપેલ એક ફેંસલામાંનું છે. આ ફેંસલે યાત્રાવેરા (મુંડકાવેરા)ની માફી માટે શાંતિદાસ શેઠના વંશજો કેને ગણવા તે બાબતમાં પાલીતાણું દરબારે શ્રાવકેની વિરુદ્ધ ઉઠાવેલ વાંધા સંબંધમાં આપવામાં આવ્યું હતું. ૪૪ * *
આ ફેંસલામાંના નીચેના શબ્દોમાંથી જ એ અર્થ નીકળે છે કે, કર્નલ કટિંજના ફેંસલામાંની એક કલમ, જેમાં દસ વર્ષને અંતે યાત્રાળુઓની ગણતરી કરીને યાત્રિક દઢ રૂ. ૨/- (અને પાલીતાણાના જૈન વતની પાસેથી વાર્ષિક રૂ. ૫/-) લેવાની જોગવાઈ કરવામાં આવી હતી, તેને લાભ લઈને પાલીતાણાના દરબારશ્રીએ, સને ૧૮૮૦ થી, વ્યક્તિદીઠ. કર લેવાની હિલચાલ શરૂ કરી હતી. મજકૂર લખાણ આ પ્રમાણે છે :
આ ગણતરીના વખતમાં, સને ૧૮૮૦ની સાલમાં, એક હરીલાલ બાલાભાઈ નામને શ્રાવક જાત્રાળુ ડુંગરે આવેલ. તેણે શાંતિદાસના કુટુંબનો છું એમ કહી લીલી ટીકટ માગી, પણ પાલીતાણાના ઠાકોર સાહેબ તરફથી એ બાબત વધ લેવામાં આવ્યું હતું.”૪૫
ઉપર સને ૧૮૮૧ સુધી રોપાની રકમ દરબારશ્રીને આપવામાં આવી હોવાનું અને તે પછીના લખાણમાં સને ૧૮૮૦ ની સાલમાં યાત્રિકોની ગણતરી થતી હોવાનું લખ્યું છે, એને અર્થ એ છે કે, પાલીતાણા દરબારશ્રીને વિચાર સને ૧૮૮૦ થી રખોપાના કર તરીકે, વાર્ષિક રૂ.૧૦,૦૦૦ લેવાને બદલે, વ્યક્તિગત મુંડકાવેરે ઉઘરાવવાને થયું હતું અને એને કારણે આ ગણતરી શરૂ થઈ હતી. અને એ ગણતરીનું કામ પૂરું કરીને છેવટને આંક સને ૧૮૮૧ પહેલાં નક્કી નહોતો થઈ શક્યો, તેથી તેમણે ૧૮૮૧ ની સાલની રખેપાની રકમ પણ સ્વીકારી હતી એમ નીચેની માહિતી ઉપરથી લાગે છે?
૧૮૭૯ માં દરબારે કર્નલ કીટીજે રૂ. દસ હજારની રકમ નક્કી કરી હતી, તેમાં ફેરફાર કરવા માગણી કરી અને તેના ઠરાવ મુજબ ગણતરી માગી. દરબારની અરજ ઉપરથી, તે ગણતરી કેટલાક વખત સુધી ચાલ્યા બાદ “જાત્રાળુઓની સંખ્યા દબાવવામાં આવે છે” એવું દરબાર તરફથી કહેવામાં આવ્યાથી તે ગણતરીને વધારે વખત સુધી જારી રાખવા હુકમ થયે.
૧૮૮૧ માં એજન્સીએ રોપું જાત્રાળુ પાસેથી સીધું લેવાની રીત શરૂ કરી તેના પરિણામે જાત્રાળુને બહુ ત્રાસ થયો અને તેથી દરબાર અને જેનો વચ્ચે તકરાર થઈ૪૨
આ રીતે દરબારશ્રીએ, રખેપાની ઊચક રકમને બદલે, મુંડકાવેરે લેવાની મેજર કીટીંજના ફેંસલામાંની કલમને અમલ કરવાનું પગલું ભર્યું તેથી, સ્વાભાવિક રીતે જ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org