________________
પાલીતાણા રાજ્ય સાથે થયેલા પાના કરાશે
ર૧૮ જૈન સંઘની કનડગત વધી ગઈ અને એની સામે રોષની લાગણી પણ જન્મવા પામી. આ ગણતરી દરમ્યાન યાત્રિકના બે વિભાગ પાડવામાં આવ્યા હતા ?
(૧) ચાલુ જાત્રાળુઓ, જેમાં પાલીતાણાના જૈનોને પણ સમાવેશ થતો હતો. અને (૨) શેઠ શાંતિદાસના વંશજો. - આ બે વિભાગો જુદા તારવી શકાય એટલા માટે ચાલુ યાત્રિકોને સફેદ પાસ અને શેઠ શાંતિદાસના વંશજોને લીલો પાસ આપવાની ગોઠવણ દરબારશ્રી તરફથી કરવામાં આવી હતી. આ બાબત કેવી વિવાદાસ્પદ બની હતી અને મમતે ચડી ગઈ હતી, તે એક જ દાખલાથી પણ જાણી શકાય છે. શેઠશ્રી પ્રેમાભાઈ હીમાભાઈ તે વખતના જૈન સંઘના અગ્રણી હતા, અમદાવાદના નગરશેઠ હતા અને, આ અરસામાં ઘડાયેલ પેઢીના બંધારણ મુજબ, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના, શેઠશ્રી શાંતિદાસ ઝવેરીના વંશજ તરીકે, પ્રમુખ પણ બન્યા હતા. ઉપરાંત શેઠશ્રી શાંતિદાસના વારસ તરીકે એમને રાજા અને પ્રજામાં ઘણી મોભે હતે. આ બધું જગજાહેર હોવા છતાં, યાત્રિકોની ગણતરી દરમિયાન, પાલીતાણું રાજ્ય તરફથી એમને શરૂઆતમાં શેઠશ્રી શાંતિદાસના વંશજ તરીકે લીલી ટિકિટ આપવામાં આવ્યા પછી, તેઓ એમના વંશજ છે કે કેમ એ બાબતમાં શંકા ઉઠાવીને એમને સફેદ ટિકિટ આપવામાં આવી હતી. આ વિચિત્ર બનાવ અંગ્રેજી હકૂમતની પાસે રજૂ ન થાય એ બનવા જોગ ન હતું. પરિણામે બ્રિટિશ સરકારને પાલીતાણા દરબારને એ જણાવવાની ફરજ પડી હતી કે, તેઓ નગરશેઠ શાંતિદાસના કાયદેસરના વંશજ છે. - આ રીતે દરબારશ્રીએ, રખેપાની ઊચક રકમ લેવાનું બંધ કરીને, મુંડકાવેરે લેવાનું શરૂ કર્યું, એના લીધે યાત્રિકોની કનડગત અને અશાંતિ ખૂબ વધી જવા પામ્યાં હશે એમાં કોઈ શક નથી. એટલે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી અને જૈન સંઘના અગ્રણીઓ સતત એ વાતની ચિંતા સેવતા રહેતા હતા તેમ જ એ માટે પૂરેપૂરે પ્રયત્ન પણ કરતા રહેતા હતા કે, જેથી આ તીર્થની યાત્રાએ ઘણું મોટી સંખ્યામાં આવતા યાત્રિકોને હમેશાં વેઠવી પડતી આ મુસીબતને, માનભરી અને યોગ્ય રીતે, જલદી અંત આવે. અને આમ ત્યારે જ બની શકે કે, જ્યારે આ સવાલને વહેલામાં વહેલે ઉકેલ લાવવામાં આવે. પણ મળતી માહિતી ઉપરથી લાગે છે કે, આ ઉકેલ શોધતાં શોધતાં પાંચેક વર્ષ જેટલો લાંબો સમય તે વીતી જ ગયે હતો !
જ્યારે દરબારશ્રી રખપાની ઊચક રકમ લેવાને બદલે મુંડકાવેરે લેવાનું પગલું અમલમાં મૂકે, ત્યારે એમાંથી કોને માફી આપવી એ સંબંધી મેજર કીટિંજે પિતાના ફેંસલાની છવીસમી કલમમાં વિગતે સ્પષ્ટતા કરી હતી. એ કલમની પેટા કલમ (અ) મુજબ શેઠ શાંતિદાસના વંશજોને માફી આપવામાં આવી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org