________________
૨૧૭
પાલીતાણા રાજ્ય સાથે થથેલા રપાન રેરા
આ જોગવાઈનો ભંગ થાય તે કીટિંજના ચુકાદાથી પોતાને મળેલા અધિકારનો ભંગ થાય, એમ સમજીને પેઢી તરફથી, રખેપાની રકમની પહેલા વર્ષની ચુકવણી તા. ૧-૧-૧૮૬૪ ના રોજ કર્યા પછી, બીજા વર્ષથી એટલે તા. ૧-૧-૧૮૬પ થી રખેપાની રકમની ચુકવણી બંધ કરી દેવામાં આવી હતી અને એ રીતે દરબારશ્રીને ચાર વર્ષની ચુકવણીના રૂ. ૪૦,૦૦૦) પેઢી પાસેથી લેવાના ચડી ગયા હતા.
આ રકમની ચુકવણી અટકાવવાની પાછળ પેઢીની મુખ્ય માગણી એ હતી કે, શેઠશ્રી કેશવજી નાયક, પ્રતિષ્ઠા મહોત્સવ વખતે, આપેલ રૂ. ૧૬,૧૨૫ ની રકમ (તથા બીજી પણ કેટલીક નાની નાની રકમ) રખોપાની રકમમાંથી પેઢીને મજરે મળવી જોઈએ.
આ રીતે દરબારશ્રીનું પિઢી પાસે રૂ. ૪૦,૦૦થ નું લેણું ચડી જવાથી એમણે કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ સમક્ષ, સને ૧૮૬૮-૬૯ દરમિયાન કેઈક વખતે, દા દાખલ કરીને આ રકમ પિતાને અપાવવાની માગણી કરી હતી. આ દાવાને ફેંસલે આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટ કેપ્ટન એલ. રસેલે, તા. ૨૫-૯-૧૮ ૬૯ ના રોજ, દરબારની તરફેણમાં આપીને પેઢીને રૂ. ૪૦,૦૦૦) દરબારશ્રીને ચૂકવી આપવાને આદેશ કર્યો હતે.*
કેપ્ટન રસેલના આ ફેંસલા સામે પેઢીએ કાઠિયાવાડના પિોલિટિકલ એજન્ટ સમક્ષ અપીલ કરી હતી. પણ એમણે પણ તા. ૧૦-૩-૧૮૭૦ ના રોજ, ફેંસલે આપીને કેપ્ટન રસેલના ફેંસલાને જ માન્ય રાખ્યું હતું. આ પછી પેઢીએ આ માટે મુંબઈ સરકારને અપીલ કરી હતી. પણ મુંબઈ સરકારે પણ, તા. ૧૪-૭-૧૮૭૨ ના રેજ, કેપ્ટન રસેલના ચુકાદાને જ બહાલ રાખ્યો હતે. ૪૩ . આ મુદ્દાને લઈને આટલી હદે પ્રયત્ન કરવાની પાછળ પેઢીને એક જ આશય હતો કે, આ હકકો સમગ્ર જૈન સંઘના હકકો હતા, અને એની જાળવણી માટે, કાયદાની મર્યાદામાં રહીને, જે કંઈ પ્રયત્ન થઈ શકે એમ હોય, તેમાં લેશ પણ કચાશ રહેવા ન પામે તે જોવું જોઈએ—ભલે પછી એનું પરિણામ ગમે તે આવે.
મેજર કીટીએ આપેલ રપા અંગેના ફેંસલાનો અમલ કેટલાં વર્ષ સુધી ચાલુ રહ્યો એને ઉલ્લેખ એક દસ્તાવેજમાંથી આ પ્રમાણે મળે છે?
શેત્રુજા ડુંગર પર જે શ્રાવક જાત્રાલું જાય છે, તેમની પાસેથી જે કર લેવામાં આવે છે, તેની બદલીમાં, મહેરબાન કીટીંગ સાહેબના ઠરાવ મુજબ, દર વરસે રૂ. ૧૦,૦૦૦) અંકે એક દશ હજારની ઉધડ રકમ શ્રાવકે તરફથી સને ૧૮૮૧ સુધી ઠાકોર સાહેબને આપવામાં આવી.” ૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org