________________
પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખેપાના કરારે
૨૧૬ પણ અહીંયા મામલો જુદે જ છે. મે ઉપર જણાવ્યું તેમ, પાલીતાણાના ઠાકોર પિતાની ભૂમિમાં એક રાજકર્તા છે. આ કરારની શરતે સામે એના તરફથી માટે પિકાર થાય છે. તેમ જ એની મિલકત ઉપર શ્રાવકે તરફથી ગેરવ્યાજબી દબાણ થયેલું છે એમ જણાવે છે અને કહે છે કે, અંગ્રેજ સરકાર પ્રત્યે એમને માન છે. તેથી જ પોતાને વસૂલ કરવાનો આ વેર શ્રાવકને વસૂલ કરવા દે છે.
આપણે યાદ રાખવું જોઈએ કે, પાલીતાણા ખાતે કેટલાક ખાસ હકોને અને માફીઓને આ શ્રાવક કેમ દાવો કરે છે, તે પૈકીને આ એક દાવે છે.
(૯) કેપ્ટન બાવેલે સરકારને એ રિપોર્ટ કીધેલો છે કે તેમણે દશ વરસ માટેની ગોઠવણ કીધી હતી અને તે વખતની સરકારે એ ગોઠવણ દશ વરસની સમજીને એને મંજૂરી આપી હતી.
દેશી રાજયો યાત્રાળુઓ ઉપર કર નાંખવાને દાવ અગાઉથી કરતાં આવ્યાં છે. આ યાત્રાળુ- મુસાફરનું રક્ષણ કરવાની જવાબદારી તેમની સંખ્યા પ્રમાણે વધે છે. અને જે એક વખત આ કર નાંખવાના હકને સ્વીકાર કરવામાં આવે, તે પછી એ કરનું પ્રમાણ યાત્રાળુની સંખ્યા પ્રમાણે વધવું જોઈએ એમ કબૂલ કરવું એ વ્યાજબીજ ગણાય.
(૧૦) તા. ૨૬-૪-૧૮૬૩ ના મારા રિપોર્ટમાં જણાવ્યા મુજબ, હું તે સરકારની દરમ્યાનગીરી મુલતવી રાખીને ઠાકરને આ બાબત ગોઠવણ કરી લેવા પરવાનગી આપત; અને જે ઠાકોર પિતાની સત્તાનો દુરુપયોગ કરતે માલુમ પડત અથવા તેનામાં મુકાયેલા વિશ્વાસને દુરુપયોગ કરત, તે તે વખતે વચ્ચે પડવાની શરત રાખત. પણ ત્યાર પછીના સરકારના હુકમો, જે મેં જણાવ્યા છે તે, એવું ફરમાવે છે કે પોલિટિકલ એજન્ટે વચ્ચે પડીને આ બાબતને નિવેડે લાવે, જેથી ઉપરના બંને પક્ષકારોને ઓગસ્ટ માસની શરૂઆતમાં મેં રાજકેટ મુકામે હાજર થવાનું કહેલું.
(૧૧) રેજકામની ટૂંકી હકીકત આ સાથે સામેલ છે. પક્ષકારો મહેમાંહે સમજી જાય એવી દરેક કોશિશ કરી જોઈ, પણ તે નિષ્ફળ ગઈ
(૧૨) તા. ૨૦-૧૨-૧૮૨૦ ના પત્રના ચોથા પેરાગ્રાફમાં કેપ્ટન બનવેલે જણાવેલું છે કે, સને ૧૭૮૮ ની અગાઉ ઠાકોર તરફથી વ્યાજબી દર લેવામાં આવતું હતું. પણ ત્યાર પછી એમાં ઘણું વધારે થયો હતો.
આ દર કેટલો હતું તે શોધી કાઢવાની મેં તજવીજ કીધી છે. એવું નક્કી જણાયું છે મુખ્ય યાત્રાળુ વેરે “કર” તરીકે ઓળખાતો હતો. પણ મલાણું, નજરાણું અને વળાવાની નાની રકમે વહીવટી રકમ જણાય છે. સને ૧૭૫૦ (૧૬૫૦)ને કરાર માત્ર મલશું સબંધીને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org