________________
શેઠ આઠ કની પધને ઇતિહાસ તે ઉપર જણાવેલા નં. ૧૯૦૨, તા. ૧૩-૬-૧૮૬૩ના સરકારના પત્રમાં એવું જણાવવામાં આવ્યું છે કે, સને ૧૮૨૧ વાળા કરારના અર્થ ઉપર આ સવાલના નિર્ણયનો આધાર રહેલો છે. આ કરારના બે તરજૂમા આ સાથે સામેલ રાખ્યા છે. એક તરજૂમે કાઠિયાવાડ પિલિટિકલ એજન્સીની કચેરીના ત્રણ અમલદારની કમીટીએ કરેલ છે. અને બીજો તરજમે શ્રાવકોએ રજૂ કર્યો છે, જેના ઉપર તરજુમાને ધંધો કરનાર મિ. ફલીનની સહી છે.
આ બંને તરજૂમા વરચે કંઈ મહત્ત્વનો ફેરફાર દેખાતું નથી.
જાત્રાળુઓ પાસેથી લેવાતા કર બાબતને આ કરાર ઠાકોરે શ્રાવક કોમને લખી આપેલો છે એવી એની ઇબારત છે. શરૂઆતમાં એમાં એવું સ્પષ્ટ લખવામાં આવેલું છે કે, આ કરાર દશ વરસની મુદત માટે છે. પણ આગળ ચાલતાં એ ખતમાં એવી કલમ દાખલ કરેલી છે કે જેનો રૂએ શ્રાવકેનું કહેવું એવું છે કે, એને અમલ કાયમને માટે થઈ શકે છે. કમીટીને તરજૂમો
મિ. ફલીનનો તરજૂમો And after the expiry of the
And after the expiration of period as long as you shall pay
the time, as long as you shall pay the money in future, so long we
the amount in future according will continue you in the enjoy
to the agreement, we will act ment according to agreement.
up according to the agreement. (૮) આખા દસ્તાવેજમાંથી આટલો ફકરે છૂટો પાડીને વાંચીએ તે એને અર્થ સ્પષ્ટ દેખાય છે. પરંતુ એ વખતના ખત-દસ્તાવેજોમાં વપરાતી શબ્દરચનાથી માહિતગાર કઈ પણ ઇસમને એમ લાગ્યા વિના રહેશે નહીં કે કાયમને અર્થ અને હેતુ જણાવનારી શબ્દરચના અહીં દાખલ થયેલી જણાતી નથી.
બાકીના દસ્તાવેજની ઇબારતને ભેળી કરીને આ કલમ વાંચીએ ત્યારે એના મહત્વમાં ઘણે ઘટાડે થાય છે. તેમ જ જે અમલદારે આ ગોઠવણ પિતે વચ્ચે પડીને કરી આપી તેને હેતુ કાયમને માટેની ગોઠવણ કરવાનો હોય એમ અંગ્રેજી તુમાર ઉપરથી જણાતું નથી. આટલું છતાં સામાન્ય કાયદાની હકૂમતમાં આવેલા બે સરખી પાયરીવાળા ઈસમે વચ્ચે થયેલા કરારમાં આવી કલમ દાખલ થયેલી હેત તો, બેશક, હું એવો અર્થ કરતાં અચકાઉં નહીં કે એમાં લખ્યા મુજબ જ્યાં સુધી નિયમિત રીતે રકમ ભરાતી રહે, ત્યાં સુધી આ ખતનો અમલ થે જોઈએ.
* અસલ ગુજરાતીમાં આ પ્રમાણે છે: “તથા અવધ પુરી થઆ પછી કરાર પ્રમાણે રૂ. આગળ સાલ આપણે ત્યાં સુધી ચાલુ પોલીસે કરાર પ્રમાણે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org