SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખેપાના કરાર રસ્ટ આવી છે, તે સમય મેગલ સામ્રાજ્યના ઈતિહાસમાં સાવ અંધેરને સમય હતો. એ વર્ષે જ શાહજહાનને તેના દીકરા ઔરંગજેબે ગાદીએથી ઉઠાડી મૂક્યો હતો. ' ' . (૫) વળી, સને ૧૬૫૭ થી સને ૧૮૦૮ ને ગાળો ઘણી ફેરફારીને હતે. સને ૧૮૦૮ માં કર્નલ વેકરે જ્યારે પહેલી વખત કાઠીઆવાડમાં બ્રીટીશ અમલની લાગવગ વધારી ત્યારે ગોહેલ વંશને રજપૂત પાલીતાણાને ઠાકર હતો અને હાલ જે મિલકત તેના કબજામાં છે, તે તે વખતે પણ હતી. તથા એ ઠાકોર ગાયકવાડ સરકારને ખંડણી આપતો હતું અને પહાડ પર આવેલા મંદિરોની જાત્રાએ આવનારા જાત્રાળુઓ પાસેથી પૈસા લેતો હતો. આ વખતે પાલીતાણાની મિલક્ત લગભગ નાશ થઈ ગયા જેવી હતી. ઠાકરથી પિતાને કારભાર ચલાવી શકાતો ન હતો. પોતાના દીકરા જોડે તેને દુશ્મનાવટ હતી. અને એ શ્રાવક કોમ પૈકીના એક શાહુકારને ત્યાં કરજમાં ડૂબી ગયેલ હતે. આ શ્રાવક કેમ ભારે સંપીલી તથા ખૂબ શ્રીમંત હોવાથી, હાલની માફક, તે વખતે પણ ભારે લાગવગવાળી હતી અને ગુજરાતના લગભગ દરેક રાજા એના દેવાદાર હતા. આપણા તરફથી આ કોમના લાભમાં વારંવાર દરમ્યાનગીરી થઈ છે. પણ એ દરમ્યાનગીરી વખતે, કઈ દિવસ, એવું નહોતું કહેવામાં આવ્યું કે પાલીતાણાના ઠાકોરના હક દબાવીને શાહજહાને આપેલી બક્ષિસ પાછી જીવતી કરાવવાનો પ્રયત્ન કરે. (૬) તા. ૨૦ મી ડિસેમ્બર સને ૧૮૨૦ ના રોજ પોલિટિકલ એજટ કપ્તાન બાનવેલે સરકારને જે કાગળ લખ્યું હતું, તેમાં એવી સૂચના કરેલી હતી કે આ વેરો છોડી દેવાથી પાલીતાણાના ઠાકોરને જે નુક્સાન થાય તેને બદલે આપવા સારુ ગાયકવાડ સરકારને ભલામણ કરવી કે, પોતે જે ખંડણી ઠાકર પાસેથી લે છે, તેમાં એટલી નુકસાન જતી રકમપૂરતી માફી આપવી. એઓ સાહેબે ત્રણથી ચાર હજાર રૂપિઆનો અંદાજ કાઢયો હતો. વડેદરા રાજ્ય સાથે આ બાબત સંદેશા ચલાવ્યા હતા. પરંતુ ગાયકવાડ સરકારની ખંડણીમાં ઘટાડો કરવાની નામરજી માલૂમ પડવાથી આ વાત પડતી મૂકવામાં આવી હતી. મને લાગે છે કે, આ સંજોગે ધ્યાનમાં લેતાં, દિલ્લીના તખ્તની જે સનંદને લઈને શ્રાવકે પાલીતાણાના ઠાકર જે વેર લે છે, તેમાંથી માફી માગે છે તે સનંદ ધ્યાનમાં લેવા ગ્ય નથી. (૭) સને ૧૮૨૧માં કેપ્ટન બાવેલ સમક્ષ થયેલા કરારને લઈને શ્રાવકે આપણી દરમ્યાનગીરી માગે છે, એ બીજે મુદી હવે લઈ એ. ૨૭ Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy