SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ શેઠ આઠ ક0ની પેઢીને ઈતિહાસ સને ૧૭૮૮ ની અગાઉ કરને દર કેટલે હતો તે નકકી કરવા સારુ શ્રાવકોને કહેવામાં આવતાં, એમણે કહ્યું હતું કે એ સમયના ચોપડા એમની પાસે ન હતા. પાલીતાણાના ઠાકાર તરફથી હિસાબના ચેપડા રજૂ થયા હતા. (૧૩) આ ચેપડા નિયમિત રીતે રાખવામાં આવેલા નથી, એવું કહી શ્રાવકના પ્રતિનિધિએ ઠાકરના ચેપડા દાખલ થવા સામે વાંધો લીધું હતું. પણ દેશી ગૃહસ્થની એક કમીટીને આ બાબત તપાસ સારુ મોકલી આપી હતી. તેણે એવો અભિપ્રાય આ છે કે આ ચેપડા પુરાવામાં નહીં દાખલ કરવા જેટલાં કારણો નથી. - જે ચેપડા તપાસ્યા છે તે સંવત ૧૮૩૧ થી ૧૮૫૦ યાને ઈ. સ. ૧૭૭૪ થી ૧૭૩ સુધીનો છે. સંવત ૧૮૩૩ માં ૫૮૭ યાત્રાળુઓ પાસેથી લીધેલા કરને વધારેમાં વધારે સરકારી દર રૂ. ૪-૮-૯ દાખલ કરેલે જણાય છે. સંવત ૧૮૩૫ માં ૨૪૫૧ યાત્રાળુઓ પાસેથી લીધેલા કરનો ઓછામાં ઓછો સરાસરી દર રૂ. ૧-૧–૪ જણાય છે. જે ચોપડા તપાસ્યા છે, તેમાં કુલ્લે ૨૪,૪૫૪ યાત્રાળુઓ સંબંધી નોંધ કરેલી છે. અને બધાની સરાસરી કાઢતાં કરનો દર રૂ. ૨-૬-પ થાય છે. જેમાંથી આંકડા તારવી કાઢયા છે, તેનું વિગતવાર પત્રક આ સાથે સામેલ છે. સરેરાશ કેટલા યાત્રાળુ દર વરસે આવે છે તેને અંદાજ મળતો નથી. (૧૪) પક્ષકારો વચ્ચે ખાસ સંબંધ જોઈ ને તથા એક બાજુએ પાલીતાણાના ઠાકરને રાજદ્વારી દરજજો ધ્યાનમાં લઈને, તેમ જ બીજી બાજુએ એક મોટી અને લાગવગ ધરાવનારી કેમની ધાર્મિક લાગણી ધ્યાનમાં લઈને, હું નીચે મુજબને ફેંસલે કરું છું– (૧૫) જાત્રાળુ-રે શ્રાવક કેમ ઉઘરાવતી આવી છે તેમ ઉઘરાવવાનું ચાલુ રાખે, પણ ઠાકરને જે રકમ આપવાની છે તેમાં દર દસ વરશે ફેરફાર થાય. (૧૬) વરસની શરૂઆત જાનેવારીની પહેલી તારીખથી થાય. સને ૧૮૬૪ ના જાનેવારીની પહેલી તારીખથી શ્રાવકોમે આ “કર” અથવા જાત્રાળુવેરા બદલ, દર વરસે, રૂ. ૧૦,૦૦) (દશ હજાર) આપવા. આ રકમમાં મલણું, નજરાણા, વળાવા વગેરેને સમાવેશ થઈ જાય છે. પાકો વિચાર કરીને આ રકમ મેં ઠેરવી છે. શ્રાવક કેમની તિજોરીની સ્થિતિ જોતાં તથા જાત્રાળુઓની સંખ્યા ધ્યાનમાં લેતાં, દર વરસે, આટલી વધારે રકમ ઠેરવવી મને વ્યાજબી લાગે છે.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy