________________
પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખેપાના કરે
૨૦૭ આ લખત એમણે, વિ. સં. ૧૮૯૮માં બીજા દસ વર્ષને કરાર પૂરે થાય તે અગાઉ, વિ. સં. ૧૮૯૭ને ભાદરવા સુદિ બીજના રેજ, કરી આપ્યું હતું. આ ઉપરથી જોઈ શકાય છે કે વિ. સં. ૧૮૯૮ પછી પણ પાલીતાણા દરબારને, દર વર્ષે, રખેપાના ચાર હજાર રૂપિયા આપવાની સમજૂતી ચાલુ રહી હતી. આ મૂળ લખત પેઢીના દસ્તાવેજોમાં સુરક્ષિત છે. '"" આ સમજૂતી આઠ વર્ષ સુધી ચાલુ રહી હતી. અને એને ઉલેખ શ્રાવક સંઘ વિતી મહારાણી વિકટોરિયાને કરવામાં આવેલ એક અરજીમાં મળે છે.
આ કરાર મુજબ શેઠ આણંદજી કલ્યાણજીએ, દર વર્ષે, પાલીતાણા દરબારને રૂ. ૪૦૦૦), રાજગોરને રૂ. ૨૫૦/ અને ભાટને રૂ. ૨૫૦/- મળી કુલ રૂ.૪૫૦૦ આપવાના થતા હતા. તેમાં દરબારને આપવાના ચાર હજાર પૂરતી જ આ ગઠવણ હતી, એટલે રાજગરને રૂ.૨૫૦ અને ભાટોને રૂ. ૨૫૦/ શેઠ આણંદજી કલ્યાણજીએ, દર વરસે, ચૂકવવાના બાકી રહેતા હતા. આ ગોઠવણ થઈ તે પહેલાં પણ આ બંનેને અઢીસે-અઢીસો રૂપિયા, દર વર્ષે, પેઢી સીધા જ ચૂકવતી હતી, અને એની પહોંચ દરબાર તરફથી મળતી હતી.
- દસ હજારને ત્રીજો રખાપા-કરાર - પિલિટિકલ એજન્ટ મેજર કટિજે, તા. ૧૫-૪-૧૮૬૩ના રોજ, જે અહેવાલ તૈયાર કર્યો હતું, તેમાં મેજર ડબલ્યુ. ડબલ્યુ. એન્ડરસનના, આ દસ્તાવેજ સાચો હોવા સંબંધી, અભિપ્રાયને પિતે પણ સ્વીકાર કરે છે એમ જણાવ્યું છે. પણ વધારામાં એમણે એવી પણ ભલામણ કરી હતી કે, સરકારે આ લખાણના શબ્દાર્થને વળગી રહેવાની જરૂર નથી.૨૪
પિલિટિકલ એજન્ટ મેજર આર. એચ. કીટિંજની આ ભલામણનો પડઘે એમણે પાલીતાણા રાજ્ય અને શ્રાવક કોમ વચ્ચેના રખેપાને લગતા (મુંડકાવેરાને લગતા) ઝઘડાના નિકાલ માટે, ફેંસલારૂપે, જે ન કરાર, તા. ૫-૧૨-૧૮૬૩ના રોજ, સૂચવ્યું હતું, તેમાં રખોપાની રકમના સારા પ્રમાણમાં કરવામાં આવેલ વધારારૂપે પડેલો જોવા મળે છે. સને ૧૮૨૧ના કરાર મુજબ રખોપા નિમિત્તે વાર્ષિક રૂ. ૪૫૦૦ આપવાના થતા હતા, તે વધારીને એમણે વાર્ષિક રૂ. ૧૦,૦૦૦/ કરી આપવાનો ફેંસલે આપ્યું હતું, જેને અનુવાદ આ પ્રમાણે છે – - મેજર કીટીંજને ફેંસલો
રૂા. ૧૦,૦૦૦ નો ઠરાવ શ્રાવકકેમ તરફ, શેઠ ડાહ્યાભાઈ અનેપચંદ. શા. ઠાકરશી પુંજાશા.
પાલીતાણુના ઠાકોર સાહેબ દાવો–શેત્રુંજય પહાડની જાત્રાએ જનારા જાત્રાળુઓ પાસેથી લેવાતા જાત્રાવેરા સંબંધી થયેલા કરારની રૂએ જાશુકને ઠરાવ હોવા બાબત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org