________________
૨૦૬
શેઠ આવ કની પેઢીના ઇતિહાસ
સરકારના ચીફ સેક્રેટરી મિ. એચ. એલ. એન્ડરસન ઉપર મેાકલેલ અહેવાલમાં જોવા મળે આ પ્રમાણે છે—
છે,
“જે કલમ સામે એમણે વાંધા લીધેા છે, તે આ પ્રમાણે છે : ‘ કે જો શ્રાવકો આ જ રીતે, વર્ષોવર્ષ, રકમની ચૂકવણી કરવાનુ ચાલુ રાખશે તે, દરમાર (આ) કરારનું પાલન કરશે. ' આ લખાણ મુદ્દે કરારની અંદર, ખાકીના લખાણ સાથે મળતા આવે એવા જ અક્ષરામાં, લખાયેલું છે; કેપ્ટન મા વેલની સહી તેમ જ નોંધ એમના પોતાના જ હસ્તાક્ષરમાં છે; અને એમાં આવી છેતરપિંડી થઈ હોય એવુ કાઇ ચિહ્ન એના ઉપર નથી.”૨૯ આગળ ચાલતાં આ જ મુદ્દા અંગે તેએ લખ્યુ હતુ. કે
66
હવે ઠાકારશ્રી એવું પુરવાર કરવા શક્તિમાન નથી કે, તેમની પાસેના કરારપત્રમાં તેમના વડવાઓએ સહી કરી નથી કે કેપ્ટન ખાન વેલની હાજરીમાં તે અસ્તિત્વમાં આવ્યે નથી; અને ગુજરાતી ન સમજનાર અધિકારીની તેમાં સહી કરાવી છેતરિપંડી કરવામાં આવી છે, કરારનામુ ચેાગ્ય અધિકારીની સહી ધરાવે છે અને બંને પક્ષની હાજરીમાં તે સ્વીકારાયેલ છે. તેથી હું તેને અસલ હોવાનું કહી શકું છું. સત્ય તા એ છે કે, હાલના ઠાકાર સાહેબના પિતાશ્રી પ્રતાપસ’ગજીએ યાત્રાવેરાને ગીરો મૂકીને, તેના બદલામાં, સને ૧૮૪૦માં, અમુક રકમ લીધેલ છે, તે તેને પુરવાર કરવા માટે પૂરતુ છે.”ક
એક મહત્ત્વની ઘટના
ઉપર સૂચવેલ ગીરાના બનાવની વિગત આ પ્રમાણે છે
,
આ કરારની ખાખતમાં એક વિશેષ જાણવા જેવી વાત એ પણ મૂળ આ કરાર, વિ॰ સ૦ ૧૮૭૮ થી ૧૮૮૮` સુધીના સમયને, દસ વર્ષ માટે, જૈન સંઘની વતી શેઠ આણુંદજી કલ્યાણજી તથા પાલીતાણાના દરબાર ગાહેલે કાંધાજી તથા એમના પુત્ર નાંઘણુજી વચ્ચે થયા હતા. આ દસ વર્ષની મુદ્ભુત પૂરી થયા પછી, પાલીતાણા રાજ્ય તરફથી, આ બન્નેની સહીથી, કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટને આ કરાર બીજા દસ વર્ષ માટે ચાલુ રાખવાની અરજી કરવામાં આવી હતી. અને એ અરજી માન્ય પણ રખાઈ હતી. આ ગાઠવણુ મુજબ આ કરાર વિ॰ સ′૦ ૧૮૯૮ સુધી ચાલુ રહેતા હતા.
૩૧
પણ વિ॰ સ’૦ ૧૮૯૮માં આ કરાર પૂરા થાય તે પહેલાં, તે વખતના પાલીતાણાના દરખાર નાંઘણુજી તથા કુંવર શ્રી પ્રતાપસિંહજીએ, અમદાવાદના શેઠ શ્રી હીમાભાઈ વખતચંદ તથા શા. હઠીસિંગ કરમચંદ પાસેથી, એક ટકાના વ્યાજના દરથી, રૂ. ૩૩૩૩૫) વ્યાજે લીધા હતા; અને એના વ્યાજના એક વર્ષના ચાર હજાર રૂપિયા થાય તે, એમના પાલીતાણાના રખાપાના ગણીને, શેઠ શ્રી હીમાભાઈ વખતચંદ તણા શા હઠીસિંગ કરમચ’દને, એમનું દેવું પૂરુ ન થાય ત્યાં સુધી, દર વરસે, આપવાનું લખાણ શેઠ આણંદજી કલ્યાણજીને કરી આપ્યુ. હતુ.૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org